Tag: Usha Upadhyay

બે અછાંદસ રચના

           (૧) નળ કરે છળ તો ત્યજી શકે, દમયંતી. રામ કહે ‘બળ’ તો છોડી શકે સીતા. રચાશે પૃથ્વી પર જ્યારે એવી સંહિતા ત્યારે આકાશગંગાની નક્ષત્રમાલામાં શોભતા સપ્તર્ષિ નક્ષત્રને છેવાડે રવજીની પાછલી રવેશ જેવો ઝાંખું ઝાંખું પ્રકાશતો અરુંધતીનો તારો ખીલી ઊઠશે…