Tag: Biren Kothari

ફિર દેખો યારોં : મંટોનો કરીમદાદ યાદ આવવાનું કારણ શું?

બીરેન કોઠારી ખ્યાતનામ ઊર્દૂ વાર્તાકાર સઆદત હસન મંટોની એક વાર્તા ‘યઝીદ’ નામે છે. વિભાજન પછીના સમયગાળાની આ વાર્તા આમ સીધીસાદી છે. તેમાં કેન્‍દ્રસ્થાને વાત માનસિકતાની છે. કરીમદાદ નામનો એક સામાન્ય માણસ તેનો કથાનાયક છે, જે પોતાના પિતાને તેમ જ મિલકતને…

વ્યંગ્યચિત્રોના વિશ્વમાં (૧૬) ઉનાળુ વેકેશન: એકવિધતાનો આશરો કે તેનાથી છૂટકારો ?

સંકલન: બીરેન કોઠારી ઉનાળાની કાળઝાળ ગરમીમાં શાળા-કૉલેજોમાં લાંબી રજાઓ પડે છે, જે વેકેશન તરીકે ઓળખાય છે. જૂનું શૈક્ષણિક વર્ષ પૂરું થયું હોય અને નવા વર્ષનો આરંભ ન થયો હોય એટલે આ ગાળામાં વિદ્યાર્થીઓ સામાન્ય રીતે માનસિક મોકળાશ અનુભવે છે. એક…

ફિર દેખો યારોં : અછત શેની છે? પાણીની, વરસાદની કે સમજણની!

– બીરેન કોઠારી લોકસભાની ચૂંટણીના બે તબક્કાનું મતદાન અને તમામ તબક્કાનું પરિણામ બાકી છે, અને સમગ્ર માહોલ જોતાં લાગે છે કે જાહેરજીવનના શિષ્ટાચારનું, મોટા કદના નેતાઓની જાહેર વર્તણૂંકનું, રાજકીય પક્ષોની વિશ્વસનિયતાનું સાવ તળિયું આવી ગયું છે. પણ તેની ચિંતા કરી…

ટાઈટલ મ્યુઝીક : ૯ : અનપઢ (૧૯૬૨)

– બીરેન કોઠારી ‘કિરણ પ્રોડકશન્સ’ની ‘અનપઢ’ ફિલ્મનું નામ દઈએ એ સાથે કશા આયાસ વિના તેની મદનમોહને સ્વરબદ્ધ કરેલી રાજા મહેંદી અલી ખાને લખેલી અને લતાએ ગાયેલી બે અમર ગઝલો ‘હૈ ઈસી મેં પ્યાર કી આબરૂ’ અને ‘આપ કી નઝરોં ને…

ફિર દેખો યારોં : નાગરિક બનવું અઘરું છે?

– બીરેન કોઠારી ગયા સપ્તાહનું ગરમીનું મોજું કુદરતી પ્રકોપ હતો, પણ એ હકીકત છે કે દર વરસે ઉનાળો આકરો બનતો જાય છે. દિનબદિન અસહ્ય બનતી જતી આ ગરમી મોટે ભાગે માનવસર્જિત છે. શહેરમધ્યના રસ્તાઓની પહોળાઈ વધીને રાક્ષસી કદની થઈ રહી…

ફિર દેખો યારોં : નાથિયાને નાથાલાલ બનવાની અધિકૃત તક

-બીરેન કોઠારી સામાન્ય ખાતેદાર તરીકે રાષ્ટ્રીયકૃત બૅન્કની કામગીરીનો સારો અનુભવ થાય ત્યારે આપણને આશ્ચર્ય થાય છે, કેમ કે, આ બાબત અપવાદરૂપ હોય છે. ખાનગી બૅન્‍કોના આગમન પછી પણ રાષ્ટ્રીયકૃત બૅન્કની કામગીરી અને ગ્રાહક પ્રત્યેના અભિગમમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી.…

ટાઈટલ મ્યુઝીક : ૮ : ચોરી ચોરી (૧૯૫૬)

-બીરેન કોઠારી ‘ચોરી ચોરી’ની વાત નીકળે એટલે એક સાથે કેટલું બધું યાદ આવી જાય! રાજ-નરગીસની જોડી, શંકર-જયકિશને સંગીતબદ્ધ કરેલાં હસરત અને શૈલેન્દ્રે લખેલાં એક એકથી ચડે એવાં ગીતો, આ બધાં પરિબળો હાજર હોવા છતાં નાયકના સ્વરમાં મુકેશની ગેરહાજરી, તેની સાથે…

ફિર દેખો યારોં : દિલ કો દેખો, ચેહરા ન દેખો

-બીરેન કોઠારી ચૂંટણીના વર્તમાન માહોલમાં ‘રોડ શો’, ‘સ્ટાર કેમ્પેઈનર’, ‘ક્રાઉડ પુલર’ જેવા શબ્દો છૂટથી વપરાવા લાગ્યા છે. ભલે એ અંગ્રેજી શબ્દો રહ્યા, પણ તેનો અર્થ સમજાવવાની જરૂર ભાગ્યે જ પડે છે. ઉમેદવારો ઉમેદવારીપત્ર ભરવા જાય ત્યારે ‘રોડ શો’ યોજતા થઈ…

વ્યંગ્ય ચિત્રોનાં વિશ્વમાં (૧૫) ચૂંટણી એટલે વ્યંગ્યચિત્રોની વસંત

સંકલન: અશોક વૈષ્ણવ ચૂંટણીની મોસમ વ્યંગ્યચિત્રકળાને મહોરી ઉઠવા માટે બહુ માફક આવે છે. ચુંટણીની મોસમ પુરબહારમાં ખીલી હોય ત્યારે ભલભલા નેતાઓ જાણેઅજાણ્યે, કાર્ટૂનિસ્ટોને જરૂરી મસાલો પૂરો પાડે છે. આ લેખ પ્રકાશિત થશે ત્યાં સુધીમાં લોકસભાની ચુંટણીપ્રચારનો શોરબકોર ઉન્માદક હુંસાતુંસીનાં સ્તરે…

ફિર દેખો યારોં : ગરમીથી રક્ષણ કે જીવલેણ રોગોને નિમંત્રણ?

-બીરેન કોઠારી સ્વાસ્થ્ય, પર્યાવરણ, શિક્ષણ, જાહેર પરિવહન સહિત અનેક મુદ્દાઓ વિશેની ચર્ચાને બદલે હવે કયા પક્ષની સરકાર ચૂંટાયા પછી કેટલા રૂપિયા લૂંટાવવાના વચનોની ખેરાત કરશે એના સમાચારોથી અખબારોનાં પાનાં ભરાયેલાં જોવા મળે છે. પક્ષપ્રમુખ ઉમેદવારીપત્રક ભરવા જાય તો પણ વિજયસરઘસનો…