Tag: વ્યંગ્યચિત્રોમાં ગાંધી

વ્યંગ્યચિત્રોમાં ગાંધી (૧૪) :: પશુ યા પક્ષી તરીકે ગાંધી

– બીરેન કોઠારી આશરે એક વર્ષ ચાલેલી આ વિશિષ્ટ શ્રેણીમાં ગાંધીજી પર દોરાયેલાં વિવિધ કાર્ટૂનોનો વિષયવાર અભ્યાસ કર્યો. અનેક કાર્ટૂનિસ્ટો માટે ગાંધીજી પ્રેરણા બની રહ્યા છે અને ભવિષ્યમાં પણ બની રહેશે. અહીં દર્શાવવામાં આવેલાં કાર્ટૂનો પસંદ કરેલાં થોડા કાર્ટૂનોમાંના હતાં,…

વ્યંગ્યચિત્રોમાં ગાંધી : ૧૩ : પૂતળાંઓમાં ગાંધી (૨)

– બીરેન કોઠારી અગાઉની કડીમાં ગાંધીજીનાં પૂતળાંને દર્શાવતાં કાર્ટૂનો જોયા પછી આ વખતે એ જ શ્રેણીમાં થોડાં વધુ કાર્ટૂન.   દર વર્ષે બીજી ઑક્ટોબરે ગાંધીજીની પ્રતિમાને હારતોરા કે સૂતરની આંટીઓ પહેરાવવાની રસમ નિયમિતપણે થાય છે. ગાંધીજીના વ્યક્તિત્વની મઝા એ છે…

વ્યંગ્યચિત્રોમાં ગાંધી : ૧૨ : પૂતળાંઓમાં ગાંધી (૧)

– બીરેન કોઠારી ગાંધીજીનું પૂતળું મૂકવું અને શહેરના મુખ્ય માર્ગને ‘એમ.જી.રોડ’નું નામ આપવું એ જાણે કે બંધારણીય જોગવાઈ હોય એમ લાગે એ હદે ઠેરઠેર ગાંધીજીનાં પૂતળાં જોવા મળે છે. સૌથી કદરૂપું દૃશ્ય એટલે જે તે પૂતળાની ફરતે મૂકાયેલું તેને હાર…

વ્યંગ્યચિત્રોમાં ગાંધી (૧૧) : ફ્રેમમાં મઢેલા ગાંધી

– બીરેન કોઠારી ગાંધીજીને આપણા રાષ્ટ્રપિતાનું બિરુદ અપાયેલું છે. તેથી દરેક રાજકીય તેમજ સરકારી સ્થળોએ તેમની તસવીર અનિવાર્ય છે. તસવીર હોય એટલે તેની સાફસૂફી થાય, હારતોરા થાય અને ટીલાંટપકાં પણ થાય. આપણી પ્રકૃતિ એવી છે કે કોઈ પણ આરંભ ટાણે…

વ્યંગ્યચિત્રોમાં ગાંધી :: ૧૦ :: ગાંધીજી: નથી છતાં છે, છે છતાં નથી

– બીરેન કોઠારી ગાંધીજી વિષેનાં વ્યંગ્યચિત્રોની આ વિશિષ્ટ શ્રેણીમાં અગાઉ આપણે ગાંધીજી જેમાં બતાવાયેલા હોય એવાં વિવિધ વિષયો પરનાં કાર્ટૂન માણ્યા. આ કડીમાં જરા જુદો ઉપક્રમ રાખ્યો છે. અહીં પસંદ કરાયેલાં કાર્ટૂનો એવાં છે કે જેમાં ગાંધીજી પોતે ક્યાંય, કોઈ…

વ્યંગ્યચિત્રોમાં ગાંધી : ૯ : સ્વર્ગમાં ગાંધીજી (૨)

-બીરેન કોઠારી ગયા મહિને સ્વર્ગમાં ગાંધીજીને દર્શાવતાં કેટલાક કાર્ટૂનો જોયા પછી આ સપ્તાહે એ જ શ્રેણીનાં કેટલાક વધુ કાર્ટૂન. અગાઉ જણાવ્યું છે એમ આ કાર્ટૂનોમાં મુખ્ય એક-બે કથાવસ્તુ હોય છે. ગાંધીજી કે તેમના સિદ્ધાંત સાથે સંકળાયેલી કોઈ અગત્યની વ્યક્તિનું મૃત્યુ…

વ્યંગ્યચિત્રોમાં ગાંધી : ૮ : સ્વર્ગમાં ગાંધીજી (૧)

– બીરેન કોઠારી ગાંધીજીની હત્યા 1948 માં થયા પછી પૃથ્વી પરનું તેમનું સત્તાવાર ‘નિવાસસ્થાન’ દિલ્હીસ્થિત તેમની સમાધિ રાજઘાટ ગણી શકાય. આ સિવાય તેમનું સ્થાન સ્વર્ગમાં તો ખરું જ. રાજઘાટ પર ગાંધીજીને દર્શાવતાં કેટલાંક કાર્ટૂનો અગાઉની કડીમાં જોયા પછી આ વખતે…

વ્યંગ્યચિત્રોમાં ગાંધી : ૭ : રાજઘાટ પર ગાંધી

– બીરેન કોઠારી જેને હૈયે સદાય આમ માણસ વસેલો હતો એવા ગાંધીજીની સમાધિનું નામ ‘રાજઘાટ’ હોય એ પણ એક યોગાનુયોગ છે. ગાંધીજી સાદગીને જીવનપર્યંત અપનાવી, પણ તેમની સ્મૃતિમાં બનેલા રાજઘાટને ભવ્ય બનાવવાની પૂરતી કાળજી લેવામાં આવી. કેમ કે, આખરે એ…