Tag: લુત્ફ-એ-શેર

લુત્ફ-એ-શેર : મણકો # ૩૫

ભગવાન થાવરાણી એક અંગત વાત. મારી ડાયરીઓમાં જે ઉર્દૂ શાયરના સૌથી વધુ શેર દર્જ હોય તો એ ગાલિબ કે મીર નહીં પરંતુ છે અબ્દુલ હમીદ ‘અદમ’. લશ્કરના માણસ (સંગીતકાર મદન મોહનની જેમ !) પણ કેવા-કેવા નાજુક શેર ! (મદન મોહનની…

લુત્ફ-એ-શેર : મણકો # ૩૪

ભગવાન થાવરાણી ક્યારેક એવું લાગે કે આપણે જે શાયરો અને શેરોની વાતો કરી રહ્યા છીએ એમને ભારતીય અને પાકિસ્તાની વાડાઓમાં વિભાજીત કરવા બિલકુલ અર્થહીન છે. બધાની ઉત્પત્તિ ત્યાં જ તો થઈ જે હિંદુસ્તાન હતું. બન્ને દેશોના નામનું લેબલ તો ૧૯૪૭…

લુત્ફ-એ-શેર : મણકો # ૩૩

ભગવાન થાવરાણી જોશ મલીહાબાદી અસલ લખનૌ પાસેના મલીહાબાદ ગામના હતા જ્યાંની કેરી માત્ર હિંદુસ્તાન જ નહીં, જગતભરમાં મશહૂર છે. ભાગલા પછી એ પાકિસ્તાન ચાલ્યા ગયા.  કહે છે, એમણે એક લાખથી પણ વધુ શેર લખ્યા. એ વિદ્રોહી પ્રકૃતિના શાયર હતા. (જે…

લુત્ફ-એ-શેર : મણકો # ૩૨

ભગવાન થાવરાણી મોટા શાયરોની સૂચિમાં જિગર મુરાદાબાદી સાહેબનું નામ પૂરા સન્માન અને ઇજ્જતથી લેવાવું જોઈએ. આપણે બધા શાયરીના સરેરાશ ભાવકો એમને, એમના આ શેરથી ઓળખીએ છીએ : યે ઈશ્ક નહીં આસાં બસ ઈતના સમજ લીજેએક આગ કા દરિયા હૈ ઔર…

લુત્ફ-એ-શેર : મણકો #૩૧

ભગવાન થાવરાણી ફૈઝ અહમદ  ‘ ફૈઝ ‘ કેવળ મોટા જ નહીં, દરેક રીતે મહાન શાયર હતા. માત્ર પોતાની રચનાઓના માપદંડથી નહીં, એમની વિચારસરણીના દ્રષ્ટિકોણથી પણ. પોતાના વિદ્રોહી વિચારોના કારણે પોતાના જ દેશ પાકિસ્તાનમાં પણ વર્ષો સુધી સળિયા પાછળ રહ્યા. એક લેખક…

લુત્ફ-એ-શેર : મણકો #૩૦

ભગવાન થાવરાણી ગત હપ્તામાં જે શાયરની પંક્તિઓથી વાતનું સમાપન કર્યું એમનાથી આજની શરુઆત. એ બહુ મોટા શાયર તો છે જ, અત્યંત લોકપ્રિય પણ ! જીવનને જાણવું, સમજવું, પારખવું અને ઉપભોગવું હોય તો એમના સેંકડો ફિલ્મી ગીતો પણ હાજર છે. હા.…

લુત્ફ-એ-શેર મણકો #૨૯

ભગવાન થાવરાણી મોટા શાયરોનો સિલસિલો જાળવી રાખતાં આવો, વાત કરીએ એ દિગ્ગજ સર્જકની જેમણે આ રચના સર્જી : સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારાહમ બુલબુલેં હૈ ઇસકી યે ગુલસિતાં હમારા ( યાદ રહે કે આ એક ગઝલ છે, ભલે વાત…

લુત્ફ-એ-શેર : મણકો #૨૮

ભગવાન થાવરાણી ચાલો, ફરીથી પાછા ફરીએ મોટા શાયરો ભણી.  દાગ દેહલવી ઉર્દૂ અદબમાં પૂરી ઈજ્જત અને સમ્માન સાથે લેવાતું નામ છે. તેઓ ગાલિબ પછી આવ્યા અને ગયા. એમને ઈશ્ક, આશિકી અને રોમાંસના શાયર માનવામાં આવતા હતા.  એમની એક ખૂબસૂરત ગઝલ,…

લુત્ફ-એ-શેર : મણકો #૨૭

ભગવાન થાવરાણી ક્યારેક વિચારીએ કે કેવા – કેવા સાવ અજાણ્યા નામોએ કેવા અદ્ભૂત શેરો રચ્યા તો અવાક થઈ જવાય !  દિક્ષીત દનકૌરી ! બહુ ઓછા લોકોએ એમનું નામ પણ સાંભળ્યું હશે ! એ પાછી સાવ અલગ વાત કે કેટલાક કવિઓને…

લુત્ફ-એ-શેર : મણકો #૨૬

ભગવાન થાવરાણી અગર આપે ગાલિબને વાંચ્યા છે તો મીર – તકી – મીરને વાંચવા એમના કરતાં પણ જરૂરી છે. મીર ગાલિબના પુરોગામી હતા. સ્વયં ગાલિબે એમની શાનમાં લખ્યું હતું :                     …