Tag: ફિર દેખો યારોં .

ફિર દેખો યારોં : વાત એક શાળાકલ્પની

– બીરેન કોઠારી કોઈ સરકારી શાળા મરણપથારીએ પડેલી હોય એ સમાચાર હવે નવા નથી ગણાતા, બલ્કે એ માહિતી હવે સમાચાર સુદ્ધાં નથી ગણાતી. પણ મરણપથારીએ પડેલી સરકારી શાળાને નવજીવન મળે તો એ અવશ્ય સમાચાર ગણાય. શિક્ષણના વરવા ખાનગીકરણ પછી વિદ્યાર્થીઓને…

ફિર દેખો યારોં : માણસ તહેવાર માટે કે તહેવાર માણસ માટે?

-બીરેન કોઠારી દિવાળીના તહેવારો નજીક આવે એટલે અમુક અહેવાલો અને તસવીરો નજરે પડવા માંડે. ઘણા સમય સુધી શિવકાશીના ફટાકડાના કારખાનાંમાં કામ કરતા બાળમજૂરોની હથેળીની તસવીરો અખબારોમાં પ્રકાશિત થતી, જે ખૂબ અનુકંપાપ્રેરક હતી. જે ઉત્પાદન સાથે આ પ્રકારની ક્રૂરતા સંકળાયેલી હોય…

ફિર દેખો યારોં : નાગરિકનો પરાજય નિશ્ચિત છે

– બીરેન કોઠારી સૌ પ્રથમ એક લખાણ વાંચીએ. – ‘કોઈ પણ આધુનિક શહેરની કામગીરીને કાર્યક્ષમ રીતે કરવા માટે ચાર મૂળભૂત માળખાકીય પ્રણાલિઓની જરૂર હોય છે- પીવાનું પાણી પૂરું પાડવાની પ્રણાલિ, વરસાદી પાણીના નિકાલની પ્રણાલિ, ગટરની તેમજ ગટરના નેટવર્કની પ્રણાલિ, અને…

ફિર દેખો યારોં : અફસોસ જીવલેણ બિમારીનો નહીં, એનું નિદાન થયાનો છે

-બીરેન કોઠારી વાઈરસ એટલે સૂક્ષ્મ વિષાણુ. નરી આંખે જોઈ ન શકાતા આ જીવાણુની વૃદ્ધિ ગુણાકારે થતી હોય છે. તેના થકી જે પ્રસરે એ ‘વાઈરલ’ ગણાય. વર્તમાન યુગમાં આવી ઝડપે પ્રસરતા સમાચારો, તસવીરો માટે ‘વાઈરલ થયાં’ જેવો શબ્દપ્રયોગ થાય છે. ઈન્ટરનેટ…

ફિર દેખો યારોં : પ્લાસ્ટિકીયું નહીં, પ્લાસ્ટિક વિશેનું ચિંતન

-બીરેન કોઠારી આગામી સપ્તાહે ‘સીંગલ યુઝ પ્લાસ્ટિક’ના ઉપયોગ પર પ્રતિબંધનો અધિકૃત અમલ કરવામાં આવે એવી શક્યતા છે. પ્લાસ્ટિકનો ઉપયોગ વિવેકપૂર્વક કરવાની વાત આવે એટલે પોતાને જાગ્રત ગણતા મોટા ભાગના નાગરિકો એ બાબતે સંતોષ લેતા હોય છે કે પોતે શાકભાજી કે…

ફિર દેખો યારોં : પ્રદૂષણ ફેલાવીને પર્યાવરણની ચર્ચાની મજા

બીરેન કોઠારી સમાચાર માધ્યમોમાં કોઈ ચોક્કસ પ્રસંગે અમુક પ્રકારની ઘટનાઓ કે તસવીરોનો એક રિવાજ બની ગયો છે. ધ્વનિપ્રદૂષણ અને જળપ્રદૂષણના જીવંત નમૂના જેવા ગણેશોત્સવનું સમાપન થાય ત્યારે કેટલા, ક્યાં ડૂબ્યા, તેના સમાચારો ચમકે છે. કયા શહેરમાં કેટલી સંખ્યામાં મૂર્તિવિસર્જન થયું,…

ફિર દેખો યારોં : તુમ્હારે હૈં તુમ સે દયા માંગતે હૈં

બીરેન કોઠારી ટી.વી. પર ઘણી જાહેરખબરો એવી દર્શાવવામાં આવે છે કે જેમાં નાનાં બાળકોને મોટેરાંઓના વેશમાં અને તેમની જેમ બોલતા બતાવાય છે. બાળકી પોતાની માની નકલ કરીને તેની જેમ સંવાદો બોલે અને બાળક પોતાના પિતાની નકલ કરીને તેમની શૈલીએ સંવાદો…

ફિર દેખો યારોં : ઉજવણીનો જીવલેણ ઉન્માદ

બીરેન કોઠારી તહેવારો એકધારા માનવજીવનમાં વૈવિધ્ય લાવવાનું અને એ રીતે જીવનરસને ટકાવી રાખવાનું કામ કરતા હોવાનું મનાય છે. તેમની ઉજવણી આ કારણે જ વ્યક્તિગત નહીં, પણ સામૂહિક અથવા તો જાહેર રીતે કરવામાં આવતી હશે. આમ, તહેવાર આનંદની અભિવ્યક્તિનો, મનોરંજનપ્રાપ્તિનો અને…

ફિર દેખો યારોં : કહાં ગયા મેરા બચપન, કર કે મુઝે ખરાબ

– બીરેન કોઠારી કોઈ અભ્યાસ થકી પ્રાપ્ત થતા આંકડા અવનવાં સત્યો અને અર્થઘટનો ઉજાગર કરતા રહેતા હોય છે. આવા આંકડા અનેકવિધ બાબતો માટે સંદર્ભબિંદુ બની રહે છે. અગ્રણી અંગ્રેજી દૈનિક ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ના એક અહેવાલ અનુસાર ગુજરાત સરકાર દ્વારા છેલ્લા પાંચ…

ફિર દેખો યારોં : પીવાના નહીં, ભરાઈ જતા પાણીથી આઝાદી જરૂરી

– બીરેન કોઠારી વિલંબાયેલા ચોમાસાને લીધે હજી માંડ બે સપ્તાહ અગાઉ દુષ્કાળના આયોજનની તૈયારીઓ થઈ રહી હતી, તેને બદલે હવે અતિવૃષ્ટિને કારણે રાહતકાર્યોનું આયોજન કરવું પડે એવો વરસાદ પડ્યો છે. માત્ર પંદર દિવસમાં આખા પ્રદેશનું ચિત્ર ધરમૂળથી બદલાઈ જાય ત્યારે…