Tag: ગુજરાતી ડાયસ્પોરા

બંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨૬

લેખિકા : નિર્મલા દેશપાંડે અનુવાદ : કેપ્ટન નરેન્દ્ર ફણસે કેવી દેખાતી હશે જામુની? મારી સાથે કેવી રીતે વર્તશે? કેવી રીતે વાત કરશે? શેખરને મળશે ત્યારે તેમના બન્નેનાં મનમાં કોઈ સંવેદના ઊપડશે ખરી? જામુનીના અંતરમાં યાતના ઉપજશે? તેને જોઈ ઉમાને કેવું…

લગ્નગીતનો વારસો

– વિમલા હીરપરા આમ તો આ લેખ લખવાની પાછળનો મૂળ આશય હતો પૂર્વીબેન મલકાણના લેખ “લગ્નગીત અને ફટાણાં”નો પ્રતિભાવ આપવાનો. પરંતુ લખાઈ રહ્યા પછી તે એક પ્રતિભાવ જેટલી લંબાઈનો થવાને બદલે એક સ્વતંત્ર લેખની લંબાઈનો બની ગયો છે. પૂર્વીબેનના લેખમાં…

પળ-અકળ

– દેવિકા ધ્રુવ જન્મની પળ કંઈ એવી અકળ અહીં, પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં. ઘોડિયાએ માંડેલી વારતામાં, તડકા ને છાંયડાની શાહી ઢોળાય. કોરાકટ કાગળ પર એક પછી એક નવા રંગોની ઢગલીઓ થાય.. રોજ રોજ પાના તો જાય એમ…

બંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨૫

લેખિકા : નિર્મલા દેશપાંડે અનુવાદ : કેપ્ટન નરેન્દ્ર ફણસે ડૉક્ટરસાહેબના અવસાન બાદ પરિવારને સારંગપુર છોડીને વર્ષો વિતી ગયા હતા. તેઓ હવે ઈંદોરમાં વસી ગયા હતા. ચંદ્રાવતી ડિલિવરી માટે પિયર આવી હતી. હિંચકા પર બેસી તે આતુરતાથી પતિના પત્રની રાહ જોઈ…

બંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨૪

લેખિકા : નિર્મલા દેશપાંડે અનુવાદ : કેપ્ટન નરેન્દ્ર ફણસે “હવે અહીં છોકરા – છોકરીઓની સંયુક્ત કૉલેજ શરુ થઈ છે, સાંભળ્યું કે?” ચંદ્રાવતીને સ્ટેશનથી ઘોડાગાડીમાં ઘેર લઈ જતાં શેખર બોલ્યો. ઘોડાગાડીની પાછળ પાછળ સાઈકલ ચલાવતાં શેખર સારંગપુર શહેરમાં થયેલ પરિવર્તનની રસપ્રદ…

બંસી કાહે કો બજાઈ :પ્રકરણ ૨૩

લેખિકા : નિર્મલા દેશપાંડે અનુવાદ : કેપ્ટન નરેન્દ્ર ફણસે જામુની અને મિથ્લા જાણે પૃથ્વી પરથી અદૃશ્ય જ થઈ ગયાં! બંગલા પર આવવાનું બાજુએ રહ્યું, તેઓ બગીચામાં હીંચકા પર બેસેલી કદી જોવામાં આવી નહી. રસોડામાં જાનકીબાઈ અને સત્વંતકાકી વચ્ચે રોજની મસલતો…

ગીત-ગઝલ-અછાંદસ

-નંદિતા ઠાકોર               ૧. ગીત એણે કૂંપળ ફૂટ્યાની વાત કહી’તી. એમ કાંઈ અમથી હું લીલીછમ થઇ’તી? એવો વરસાદ કાંઈ ઝીંકાયો આંગણે કે જીવતરિયું આખું તરબોળ. આભલાએ મુજને સંકોરી શું સોડમાં મેં અલબેલા કીધા અંઘોળ. પછી વાયરેય વાત્યું કંઈ વહી’તી, લે…

બંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨૨

લેખિકા : નિર્મલા દેશપાંડે અનુવાદ : કેપ્ટન નરેન્દ્ર ફણસે આ પ્રસંગ પછી શેખર કદીક મશ્કરીના સ્વરે તો કદી ગંભીર અવાજમાં જામુનીને ‘ચા લાવ’ કે ‘પાણી લઈ આવ’ એવા હુકમ આપવા લાગી ગયો હતો. જામુની પણ ગૃહસ્વામિનીના તોરમાં સીધી રસોડામાં જઈ…

દિવાળી આવી, દિવાળી આવી

પ્રવીણા કડકિઆ દીપાવલી , દિવડાઓની હારમાળા. આનંદ અને ઉલ્લાસનો પર્વ. નવા વિક્રમ સંવત વર્ષની શુભ શરૂઆત. દીવડાં તિમિર નાશક છે. દિલનો તેમજ આજુબાજુ પ્રવર્તક તિમિરને હટાવે છે. તેમાં પ્યારનું તેલ પૂરી, સ્નેહની વાટ બનાવી સમજણનો પ્રકાશ રેલાવીએ. નાનેરાઓ નાસમજ હોઈ…