પ્રાધ્યાપક શ્રી કનુભાઈ જાની ગુજરાતીના અધ્યાપકો, સાહિત્યકારો તથા ભાષાવિજ્ઞાનીઓના સર્વમાન્ય શિક્ષક છે. ૮૯ વર્ષની ઉંમરે પણ તેઓ ગુજરાતી ભાષા–સાહિત્યક્ષેત્રે સક્રીય માર્ગદર્શક છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેહરુચૅર તેમણે લાંબો સમય સંભાળીને કિંમતી માર્ગદર્શન કર્યું છે. હેમચન્દ્રાચાર્ય અને ઝવેરચંદ મેઘાણી વિષયે તેમનો ગહન અભ્યાસ ગુજરાતીને તેમણે સોંપેલી અમૂલ્ય ભેટ છે. તાજેતરમાં જ તેમને કવિ દુલાભાયા કાગ ઍવોર્ડ પ્રાપ્ત થયો છે.

વેબગુર્જરી દ્વારા ગુજરાતી સાક્ષરોના પરિચયની શ્રેણીનો પ્રારંભ તેમની રૂ–બ–રૂ મુલાકાતથી થઈ રહ્યો છે તે યોગ્ય રીતે જ આનંદ અને ગૌરવનો વિષય બને છે.

***

શ્રી કનુભાઈના વ્યાખ્યાનમાંના વિષયવાર અંશોનો અનુક્રમ :

* (૧) ગોષ્ઠિ-૧ “વિશ્વ માતૃભાષા દિન”

* (૨) ગોષ્ઠિ-૨ “ભાષાની ખેતી”

* (૩) ગોષ્ઠિ-૩ “ગુજરાતી ભાષાની વિશેષતાઓ અને હેમચંદ્રાચાર્ય”

* (૪) ગોષ્ઠિ-૪ “ગુજરાતી ભાષા અને ગાંધીજી”

* (૫) ગોષ્ઠિ-૫ “ગુજરાતી ભાષા અને તેના સંવાહકો”

* (૬) ગોષ્ઠિ-૬ “ભાષાશિક્ષણ”

Print Friendly

5 Comments

 • Ramesh Patel says:

  ખૂબ જ મહત્ત્વનો વિભાગ અને કિંમતી ખજાના જેવો.

  રમેશ પટેલ(આકાશદીપ)

 • આનંદ અને ગૌરવનો વિષય

 • hardi says:

  very nice effort . very informative and classic all the best.

 • Dipak Dholakia says:

  વેબગુર્જરીના હોમ પેજ પર સાક્ષર ગોષ્‍ઠી આપી છે. એ પણ આને મળતો પ્રયાસ હતો પરંતુ કાર્યકર્તાઓ અને સાધનો તેમ જ ફંડના અભાવે એમાં અમે આગળ ન વધી શક્યા. હવે ભાઈ જ્વલંત નાયકે આ ખોટ પૂરી કરી છે. આશા છે કે એમનો પ્રયોગ સફળ રહેશે એટલું જ નહીં, બીજાઓને પણ પ્રેરણા આપશે. વેબગુર્જરી આવા દરેક નવા પ્રયોગનું સ્વાગત કરશે. કોઈ સંસ્‍થા પોતાના નાટ્યપ્રયોગનું વીડિયો રેકૉર્ડિંગ પણ મોકલી શકે છે.અમે ગુણવત્તા જોઈને એને સ્‍થાન આપીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME