સાક્ષરગોષ્ઠિ અંગે –

વેબગુર્જરીનો વિચાર એક બાજુ વૈશ્વિક સ્તરે નેટ પર લખતાં–વાંચતાં ગુજરાતીઓની પ્રવૃત્તિઓને એકબીજાંની સાથે સાંકળવામાં મદદરૂપ બનવાનો છે તો બીજી બાજુ ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રચાર, પ્રસાર તથા રસાસ્વાદનો પણ રહ્યો છે. આ બન્ને બાજુના વિચારોને વેબગુર્જરીના મૂળભૂત હેતુ તરીકે સ્વીકારીને તેના અમલીકરણની જે રૂપરેખા બની તેને વેગુનાં કાર્યક્ષેત્રો/કાર્યક્રમો તરીકે અમે સૌ સમક્ષ મૂકી ચૂક્યાં છીએ.

આ મૂળભૂત હેતુ તથા કાર્યક્રમોના અનુસંધાને વેબગુર્જરી પર કેટલીય નવી નવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. જેમાંની એક પ્રવૃત્તિ કે જેનું મહત્ત્વ વેગુને માટે સવિશેષ છે તે છે સાહિત્યિક, શૈક્ષણિક, સામાજિક વગેરે ક્ષેત્રે અતિ મહત્ત્વનું કાર્ય કરનાર મહાનુભાવોનો પરિચય વૈશ્વિક સ્તરે કરાવવો અને તેમની પાસેથી નેટ પરનાં લેખકો–વાચકોને ઉપયોગી થાય તથા વીશ્વભરમાં ફેલાયેલાં ગુજરાતી કુટુંબોની ગુજરાતીતાને મદદરૂપ થાય તેવી અનુભવવાતો મેળવીને સૌમાં વહેંચવી.

આજે ‘વેબગુર્જરી’ પોતાની સાઈટ પર ‘પાનું’ના વિભાગે એક અતિ કિંમતી ખજાનો “સાક્ષર–ગોષ્ઠિ” નામે ગૌરવભેર ખુલ્લો મૂકી રહ્યું છે. સૌ વાચક સહયાત્રીઓને આ વિભાગનો લાભ લેવા નિમંત્રણ છે.

આ સમગ્ર કાર્યક્રમ ત્રણ સ્તરે જોવા મળશેઃ ૧) દૃષ્ય–શ્રાવ્ય, ૨) કેવળ શ્રાવ્ય તથા ૩) વાચનરૂપે. જેમને જે રીતે આ ગોષ્ઠિ માણવી હશે તે રીતે તેઓ જોઈ–સાંભળી–વાંચી શકશે !!

મુખ્ય પાનું “સાક્ષર–ગોષ્ઠિ”ને ક્લિક કરીને ખોલ્યા પછી સાક્ષરો–મહાનુભાવોની યાદી મળશે; તેમના નામ પર ક્લિક કરવાથી તેમણે કહેલી વાતોના વિષયવાર વિભાગો ખૂલશે અને જે તે વિભાગમાં જઈને ઉપરોક્ત ત્રણેય સ્તરોએ તેમના અનુભવ–વિચારોનો લાભ લઈ શકાશે.

આશા રાખીએ કે આ નવો કાર્યક્રમ સૌને પ્રેરણાદાયી બની રહેશે.

– વેબગુર્જરી પરિવાર.

***

(૧) પ્રા.કનુભાઈ જાની

(૨) ???

 

***

 

Print Friendly

12 Comments

 • આના માટે જેટલાં અભિનંદન આપી શકાય તેટલાં ઓછાં પડે તેમ છે. ગજબનું સંકલન છે. શ્રી જુગલભાઈ, તમને અને અશોકભાઈ મોઢવાડિયા સહિતની તમારી ટીમને હાર્દિક અભિનંદન. અહીં ‘હાર્દિક’ શબ્દ એના સંપૂર્ણ અર્થ સાથે વાંચશો. એ માત્ર ઔપચારિક પ્રયોગ નથી.

 • Web Gurjari says:

  સમગ્ર વીડિયોગ્રાફી માટે અથાક કાર્ય કરનાર ભાઈ સમકિત શાહ તથા તેમનાં બહેન નાન્સીની મહેનત અને પૂરા વીડિયોને પૂરી સમજ સાથે વિભાગોમાં વહેંચીને, શીર્ષકો આપવાનું, ઑડિયોને માટે અલગ વ્યવસ્થા કરવાનું, હજી પણ સૌને માટે લખાણને વાચનરૂપે મૂકી આપવાનું અતિ મહેનત અને અતિ ચીવટવાળું કામ કરીને મૂકવા માટે શ્રી અશોક મોઢવાડિયાનો અહીં સાભાર ઉલ્લેખ કરીએ છીએ.

 • ખુબજ સુંદર અને સાર્થ વિચાર. આટલી ઝડપથી આ કામ કરીને રજૂ કરવા માટે સમ્ગ્ર ટીમે જે મહેનત કરી હશે તેને અભિનંદવા માટે યોગ્ય શબ્દો શોધવા એ મુશ્કેલ કામ છે. એટલે પૂરાં અર્થ અને લાગણી થી ‘હાર્દિક’ આભાર અને અભિનંદન માનીને સંતોષ માની લેવો રહ્યો.

  વૅબ જગતના ગુજરાતી યાયાવર પંખીઓ તેમ જ તેનાં નિયમિત રહેવાસીઓ આ વિભાગને વધારે સમૃધ્ધ બનાવવામાં સક્રિય યોગદાન આપતાં રહે તે પણ બહુ જ મહત્વનું બની રહેશે.

 • ઘણો પ્રેરણાદાયી કાર્યક્રમ છે.

 • ટીમને હાર્દિક અભિનંદન !!!

 • યોગેશ કવીશ્વર says:

  ક્યારેક અભિવ્યક્તિમાં ઘણું ઘણું કહેવાનું હોય પણ શબ્દો જડે નહિ..મૌન મારી લાગણી છે, પણ આપનુમ હદય મારા હદયને વાંચી લેશે…

 • અમારી ટીમને આ ઈન્ટરવ્યુ અને તેની વિડિયોગ્રાફી માટે અભિનંદવા બદલ આપ સૌનો આભાર. આમ છતાંય અમે સ્વીકારીએ છીએ કે ફોટો-ઈમેજ જોઈએ તેટલી સ્પષ્ટ દેખાતી નથી. ભવિષ્યે Spot-Lightની વ્યવસ્થા અને સારા કેમેરા થકી કામ લેવામાં આવશે કે જેથી બધું સ્પષ્ટ દેખાઈ આવે.જો કે એટલું તો સારું છે કે મુરબ્બી જાની સાહેબનો ચહેરો તો સતત સંતોષકારક રીતે સ્પષ્ટ દેખાતો રહ્યો છે, પણ વચ્ચે વચ્ચે અન્યોને જે બતાવવામાં આવ્યા છે તે બધાયના ચહેરા ધૂંધળા દેખાઈ રહ્યા છે. જો કે આવી ટેકનિકલ બાબતોમાં મારી/અમારી ચાંચ ડૂબે નહિ, પણ જેવું મને/અમને લાગ્યું તેનો અહીં ટીમ વતી સ્વીકાર કરવામાં આવે છે.

 • જેટલાં અભિનંદન આપી શકાય તેટલાં ઓછા પડે એમ છે.

 • ગોવીંદ મારુ says:

  સર્વશ્રી. અશોકભાઈ મોઢવાડીયા સહીત તમામ મીત્રોને હૃદયથી ખુબ ખુબ અભીનન્દન…..

 • zingle says:

  ઘણીવાર કંઇક એવું જોવા-જાણવા મળે(જેમકે આ સાઇટ) ત્યારે, કાંઈક કહેવા માટે મન ઘણુ થનગનતુ હોય, પણ ત્યારે શબ્દો નો સથવારો જડે નહિ. ત્યારે અંતરની એ શુભેચ્છા (લાગણી, ભાવના) આંખો દ્વારા વ્યક્ત થાય છે. પણ એ આંખો જ્યારે કલમ રૂપે વ્યક્ત થાય છે. ત્યારે યોગ્ય વ્યક્તિત્વ સુધી તે પહોંચીને રહે જ છે. જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.

 • જાની સાહેબના બધા વિડીયો જોયા સાંભળ્યા. મારે માટે તો બધું જ નવું અને શૈક્ષણિક. સમિતિના સભ્યોને સાદર વંદના.

3 Trackbacks / Pingbacks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME