એક વાર અજવાળું

અમેરિકાના ઑસ્ટીન શહેરમાં રહેતાં સરયૂબેન પરીખ અગાઉ વે.ગુ.માં પગરણ કરી ચૂક્યાં છે. તેમની એક રચના કે જેનો ભાવ આતમ જાગૃતિનો છે, તે અત્રે પ્રસ્તૂત છે. -દેવિકા ધ્રુવ સંપાદક, પદ્ય સાહિત્ય વિભાગ, વેબ ગુર્જરી                      એક વાર અજવાળું સરયૂ પરીખ અંધારી…

એસ એન ત્રિપાઠી – જેટલા યાદ તેનાથી વધારે વિસરાયેલા – ૧૯૬૧-૧૯૬૮

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ એસ એન (શ્રી નાથ) ત્રિપાઠી – જન્મ ૧૪ -૩-૧૯૧૩ | અવસાન ૨૮-૩-૧૯૮૮ – સામાન્યપણે સંગીતકાર તરીકે વધારે જાણીતા છે. તેમની સંગીતકાર તરીકેની એ ઓળખ પાછળ તેમની દિગ્દર્શક, અભિનેતા અને સ્ક્રિપ્ટ લેખક તરીકેની પ્રતિભાઓ ઢંકાઈ ગઈ…

દેખા હૈ ઝિંદગી કો, કુછ ઇતના કરીબ સે… કિશોર કુમારે ગાયેલાં રવિનાં ગીતો :: ૧ ::

મૌલિકા દેરાસરીની કિશોર કુમારે ગાયેલાં ગીતોની શ્રેણીમાં આપણે એસ ડી બર્મન, કિશોર કુમાર, મદન મોહન અને ચિત્રગુપ્ત દ્વારા રચાયેલાં ગીતો માણી ચુક્યાં છીએ. વેબ ગુર્જરી પર  માર્ચ, ૨૦૧૯માં આ શ્રેણીનો છેલ્લો મણકો પ્રકાશિત થયો હતો.તે પછીથી, ‘ફિલ્મ સંગીતની સફર’માં બે…

૧૦૦ શબ્દોની વાત : "તમે ડોળ કરવાનું નાટક શા માટે કરો છો?"

ઉત્પલ વૈષ્ણવ “તમે ડોળ કરવાનું નાટક શા માટે કરો છો?” “કારણકે હું જે ઈચ્છું છું તે મારાથી કરી નથી શકાતું.” “મારે જે કરવું છે તે કરવાનું જ્યારે હું નાટક નથી કરતો, ત્યારે લોકો મને તેમનામાંનો એક નથી ગણતાં. જ્યારે હું…

૧૦૦ શબ્દોમાં : વિભિન્નતાઓની સ્વીકૃતિ

– તન્મય વોરા માણેકને કંપનીમાં જોડાયે થોડા જ મહિના થયા હોવા છતાં તે હતાશ હતો. સમસ્યાઓને જોવાનો તેનો દ્રષ્ટિકોણ તેના બૉસના દ્રષ્ટિકોણથી અલગ પડતો હતો. ઉપાયોને લગતી ચર્ચાઓ ઉગ્ર બની જતી હતી. એક સવારે, માણેકે રાજીનામું ધરી દીધું. “કેમ, શું…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૩૮ :: કામદાર વર્ગનાં આંદોલનોનો ઉદય

દીપક ધોળકિયા બારડોલી સત્યાગ્રહ સવિનય કાનૂન ભંગના આગમનની છડી પોકારતો હતો અને આપણે હવે સીધા જ એ દિશામાં આગળ વધવું જોઈએ પરંતુ દેશમાં બનતી મહત્ત્વની ઘટનાઓ વિશે જાણવા માટે વારંવાર પાછળ જવું પડશે. આમાં સૌથી વધારે મહત્ત્વની ઘટના દેશમાં કામદાર…

ફિર દેખો યારોં : હર ફિક્ર કો ‘ધુંએ’મેં ઉડાતા ચલા ગયા…

– બીરેન કોઠારી વધુ પડતો ટ્રાફિક અને તેને પગલે સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા હવે કોઈ એક શહેર પૂરતી મર્યાદિત રહી નથી. નાનકડાં નગરોથી લઈને મહાનગરોમાં આ સમસ્યા ઉત્તરોત્તર વકરતી રહી છે. જાહેર પરિવહનની માળખાકીય સુવિધાઓ સફળતાપૂર્વક વિકસાવવામાં ગણ્યાગાંઠ્યાં શહેરો સફળ…

શબ્દસંગ : કચ્છી ગિરાના ગગનમાં અમીવર્ષણ ચન્દ્રરાજ: દુલેરાય કારાણી

-નિરુપમ છાયા કચ્છડો ખેલે ખલકમેં, જીં મહાસાગરમેં મચ્છ , જિત હિકડો કચ્છી વસે, ઉતે ડીયાણો કચ્છ એક એક કચ્છીનાં હૃદયમાં સ્થિર થઇ ગયેલી આ પંક્તિ જાણે રસાઈને લોકોક્તિ બની ગઈ છે. આ પંક્તિઓ દ્વારા લોકહૃદયમાં સ્થાન મેળવનાર કવિ દુલેરાય કારાણીએ…

(૮૧) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૨૭ (આંશિક ભાગ – ૩)

– મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) હૈ બસ કિ હર એક ઉનકે ઇશારે મેં નિશાઁ ઔર (શેર ૭ થી૯) (આંશિક ભાગ – ૨) થી આગળ મરતા હૂઁ ઇસ આવાજ઼ પે હર ચંદ સર ઉડ઼ જાએ જલ્લાદ કો લેકિન…

સમયચક્ર : જીવનનો અર્થ સંધિકાળે જ સમજાય છે.

આમ તો ભારતીય બાળકને ઘર, શાળા અને જાહેર જીવનમાંથી તકનિકી અને વિજ્ઞાનના પદાર્થ પાઠ જેટલા નથી જાણવા મળતા એટલું તેને તત્વજ્ઞાન પીરસવામાં આવે છે. જે ઉમરે રમવાનું હોય, કુદરતને સમજવાની હોય, માણવાની હોય, નચિંત બનીને ઊંઘવાનું હોય એ ઉમરે તેને…

વાંચનમાંથી ટાંચણ – અમૂર્ત કળાનો પિતામહ

સુરેશ જાની ૧૮૬૬માં મોસ્કોમાં જન્મેલા વાસિલી કેન્ડિન્સ્કી (વાસ્યા)ની કાકીએ તે નવ વર્ષનો હતો ત્યારે, તેને એક કલર બોક્સ ભેટ આપ્યું અને તેને રંગ મેળવતાં શીખવ્યું. તેણે પહેલો જ હાથ અજમાવ્યો અને જાતજાતના અવાજ તેને સંભળાવા લાગ્યા! રંગ સાથેનો આ તેનો…

લ્યો, આ ચીંધી આંગળી : ફારેગ

( હાસ્યકલાકાર શ્યામસુંદર પુરોહિતની કરુણ કથા) – રજનીકુમાર પંડ્યા લાકડાનો દાદરો ચરડ ચરડ ચૂં કરતો હતો એટલે દાદરા ઉપર ખીજ ચડતી. એક તરફી લમણું ફાટે. બપોરનો સમય જ એવો હોય છે સુસ્ત. બે ઘડી જંપી જવા આંખો ઝંખતી હોય છે.…

વર કન્યા સાવધાન !!

ચીમન પટેલ ‘ચમન’ ફોનની ઘંટડી રણકી ને રસોડામાં કામ કરતી પત્ની બોલી; ‘જરા ફોન લેશો? મારા હાથ લોટવાળા છે.’ તમારા હુક્ક્મને નકારાય! સોફામાંથી ઉભો થતાં થતાં હું બોલ્યો. ‘આમ વ્યંગમાં ના બોલતા હોવ તો ના ચાલે?’ ઘર્મપત્ની જરા બગડ્યા! ફોન…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર-૩૨

નયના પટેલ, લેસ્ટર, યુકે પ્રિય દેવી, તારો પત્ર આટલો જલ્દી મળ્યો એનો આનંદ થયો. આ દેશમાં એકલે હાથે બાળકો મોટા કર્યા અને હવે બાળકોના બાળકોને મોટા કરવામાં મદદરૂપ થઈએ કારણકે આપણે વેઠેલી મુશ્કેલી એ લોકોને ન પડે. પરંતુ સાથે સાથે…

શબ્દસંગ : શિક્ષણ ચરિત્રકિર્તનનો અવસર

નિરુપમ છાયા શિક્ષણ સમાજનો આધારસ્તંભ છે. આ વાત સમજી, હૃદયથી સ્વીકારી, પૂરી નિષ્ઠા અને નિસ્બતપૂર્વક ઘણા વિરલાઓ આ આધારસ્તંભને કાટ ન લાગે એ માટે મથે છે અને સફળ પણ થાય છે. આવા વિરલાઓને શોધીને સમાજમાં એમનાં કાર્યને ચીંધનારા , પ્રતિષ્ઠિત…

સાલ ૨૦૧૯ માં ન્યુઝીલેન્ડ ની ફિલ્મ "જોજો રેબિટ" અને ૧૯૫૧ માં ભજવાયેલ ગુજરાતી એકાંકી "દિવાસ્વપ્ન"

નીતિન વ્યાસ અહીં કોઈ સરખામણી નથી, કારણ કે તે શક્ય જ નથી . વાત છે એક માત્ર 40 સેકંડ માટે પાર્શ્વ સંગીત માં વાગતી ધુન ની. સંવત ૨૦૧૯માં રજુથયેલી ફિલ્મો માટે તાજેતરમાં યોજાયેલ ઓસ્કાર એવોર્ડ માં ફિલ્મ “જોજો રેબિટ” શ્રેષ્ઠ…

સાયન્સ ફેર : આવનારા સમયમાં બુલેટપ્રૂફિંગ ટેકનોલોજી ‘હળવી’ બની રહી છે.

જ્વલંત નાયક વીતેલા અઠવાડિયામાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપ ભારતની મુલાકાતે આવી ગયા. આ મુલાકાતની પહેલા અને પછી જાતજાતની ચર્ચાઓ રાજકીય ક્ષેત્રે ચાલતી રહી. પણ એ બધા વચ્ચે એક ચીજ સૌની ધ્યાન ખેંચી ગઈ. એ હતી અમેરિકન પ્રેસિડેન્ટની ખાસ રીતે તૈયાર…

વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : આઇ.એલ.ઓ.નો ઠરાવ નં.૧૫૫ સ્વીકારો

જગદીશ પટેલ તમામ આર્થિક પ્રવૃત્તિના કામદારોના કામને સ્થળે સલામતી અને આરોગ્યનું રક્ષણ કરો. આઇ.એલ.ઓ. એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આંતર્રાષ્ટ્રીય મજુર સંગઠન)ની સ્થાપના ૧૯૧૯માં થઇ. યુનોના તત્વાધાનમાં અને તેની પહેલથી પહેલી બેઠક મળી એટલે તે યુનોની જ એક સંસ્થા બની.…

ફિર દેખો યારોં : ઝંઝટમાંથી મુક્તિ મળી, પણ ગેરમાન્યતાથી ક્યારે?

બીરેન કોઠારી કોઈ પણ સંસ્થાના સુચારુ સંચાલન માટે નીતિનિયમો અને તેનું ચુસ્ત પાલન જરૂરી છે. શિસ્ત અને અનુશાસન માટે કદાચ નિયમપાલનમાં થોડી કડકાઈ દાખવવામાં આવે એ પણ સમજાય એવું છે. પણ ઘણા કિસ્સામાં એમ બનતું હોય છે કે નિયમપાલન એટલું…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૩૭ :: બારડોલી સત્યાગ્રહ (૨)

દીપક ધોળકિયા ક. મા. મુનશીની દરમિયાનગીરી કનૈયાલાલ માણેકલાલ મુનશી એ વખતે બોમ્બે લેજિસ્લેટિવ ઍસેમ્બ્લીના સભ્ય હતા. એમણે બારડોલીની મુલાકાત લીધા પછી ગવર્નરને સ્થિતિ વધારે બગડે તે પહેલાં સંભાળી લેવા લખ્યું તે પછી મુનશીએ પોતે જ એક તપાસ કમિટી બનાવી અને…

વ્યંગ્ય કવન : ૪૫ : આઝાદી ! ! !

આવી આઝાદી બોલ બીજે ક્યાંય છે ? પોલીસને પથ્થરથી મારી શકાય છે ને પાછો તું ક્યે છે અન્યાય છે ? આવી આઝાદી બોલ બીજે ક્યાંય છે ? આંદોલન આંદોલન જ્યારે રમ્યો છો ત્યારે સળગાવી બસ તોય રોક્યો ? વર્ષોથી રેલવેના…

ગઝલાવલોકન – ૨૪: ઢોલ ધબૂક્યો આંગણિયે

સુરેશ જાની જાન ઉઘલવાનું ગીત. ઉલ્લાસનું ગીત. પગ થનગનતા નાચી ઉઠવા લાગે, તેવા ઢોલ ધબૂકવાનું ગીત. નવા સંબંધની શરૂઆતનું ગીત. ઢોલ ઢબુક્યો આંગણિયે ને, ગાજ્યું આખું ગામ; પિત્તળિયા લોટા માંજીને ચળક્યું આખું ગામ. ઢોલ ઢબુક્યો આંગણિયે…. બે હૈયાના દ્વાર ખુલ્યાની…

સમયચક્ર : ભાંગ – અર્ધસત્ય વચ્ચે પીસાતો માદક પદાર્થ

જગતના મોટાભાગના મીઠાં ફળો અને ધાન્યોમાં આલ્કોહોલનું પ્રમાણ થોડા વધુ અંશે રહેલું છે. જેમાંથી આલ્કોહોલ છુટો પાડવા જટીલ પ્રક્રિયા કરવી પડે છે. પરંતુ કેટલીક વનસ્પતિઓ એવી છે જે સીધી રીતે નશાકારક છે. જેમાં ભાંગ મુખ્ય છે. નશાની અસર શરીર ઉપર…

સંસ્કૃતિની શોધમાં : ૨૮ : કનિષ્ક યુગનો વિહાર સ્તૂપ

પૂર્વી મોદી મલકાણ ગોર ખત્રીમાં આવેલ આ જગ્યાનો ભાગ આજે “જહાઁબાદ દરવાજા” તરીકે ઓળખાતા આ સ્થળને શાહજહાંની પુત્રી જહાંઆરા બેગમે બનાવેલ. જહાંઆરા બેગમે અહીં એક મસ્જિદ, એક સરાઈ (સરકારી બિલ્ડીંગ) અને બે કૂવા બનાવેલ. ૧૮૮૦માં શીખોએ આ જગ્યા પર કબ્જો…

ટાઈટલ મ્યુઝીક (૨૮) – સરગમ (૧૯૫૦)

–  બીરેન કોઠારી ‘સરગમ’ શબ્દ સૂચવે છે કે તેમાં સાત સૂરો સમાયેલા છે. આ નામની બે ફિલ્મો બની હતી. બીજી ફિલ્મ 1979 માં રજૂઆત પામેલી, જેમાં ઋષિ કપૂર અને જયાપ્રદાની મુખ્ય ભૂમિકા હતી. આનંદ બક્ષીના શબ્દોને લક્ષ્મીકાન્ત-પ્યારેલાલે સંગીતબદ્ધ કર્યા હતા.…

લીલાપુરુષ: રામ

દર્શના ધોળકિયા પુત્ર, પતિ, ભાઈ, શત્રુ, મિત્ર જેવી વિભિન્ન ભૂમિકાઓ કુશળતાથી નભાવતા, ઓઅસાર કરતા રામ એમની દરેક ક્ષણમાં અસંગ, અનાસક્ત પ્રમાણિત થતા રહ્યા છે. પણ મનુષ્યને – અસામાન્ય કહેવાય તેવા મનુષ્યને ભાગે કેટલીક એવી ઘટનાઓ પણ આવે છે જ્યારે એ…

એક ગઝલ અને એક ગીત

મૂળ મુંબઈના પણ હ્યુસ્ટનમાં સ્થાયી થયેલ શૈલાબેન મુન્શાની કલમ ‘નોખા અનોખા’ બાળકોના પ્રસંગોથી જાણીતી છે. રોજબરોજના પ્રેરક પ્રસંગો ઉપરાંત તેઓ એક સારા વાર્તાકાર છે અને કવિતાના ક્ષેત્રે પણ પ્રગતિશીલ છે. હાલ હ્યુસ્ટનની જાણીતી ગુજરાતી સાહિત્ય સરિતાના પ્રમુખ તરીકે સેવા બજાવી…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર ૩૧

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ પ્રિય નીના, પત્ર મળતાની સાથે જ જવાબ લખવા બેસી ગઈ! વિષયોની ખોટ તો ક્યાંથી પડે? જો ને, કરોડો માનવી…દરેક માનવી ખુદ એક વિષય છે અને પ્રત્યેક જીંદગી એક નવલકથા છે. એવું ને એવું જ પ્રકૃતિ…

મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો : મેહમૂદ [ ૩ ]

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ મન્ના ડેનાં મેહમૂદ માટે ગવાયેલાં ગીતોની સાંકળના પહેલા મણકામાં આપણે મેહમૂદની કારકીર્દીના સીતારાને ચડતો જોયો હતો.બીજા ભાગમાં એ સીતારો તેની પૂર્ણ કળાએ પહોંચી ચૂક્યો હતો. હવે આ ત્રીજા ભાગમાં બીજા ભાગમાં ૧૯૬૬થી અટકેલ પ્રવાહ આગળ…

વસંતઋતુને લગતાં ફિલ્મીગીતો

નિરંજન મહેતા ‘બહાર’ એટલે કે કુદરતી શોભાને લગતા ફિલ્મીગીતોની નોંધ ૦૮.૦૨.૨૦૨૦ના લેખમાં લીધી હતી. ‘બહાર’ એટલે વસંતઋતુ પણ છે. તેને લગતું ગીત ત્યારે ત્યાં નહોતું મુક્યું કારણ વસંતઋતુને લગતાં ગીતો એટલા બધા છે કે એક પૂરો લેખ બની શકે છે.…

ગુજરે હૈ હમ કહાં કહાંસે : (૧૧) ચલી ચલી રે પતંગ મેરી ચલી રે

જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના આનંદદાયી અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં…

‘સેલફોન’ – ફાયદા ને ગેરફાયદાના લેખાંજોખાં

– વિમળા હીરપરા ‘સેલફોન’ વિજ્ઞાનની અનેક શોધ જે કેટલીક માણસને ઉપયોગી ને એનો અતિરેકથી થતી ઉપાધિ ફાયદા ને ગેરફાયદાના લેખાંજોખાં સમજીએ તો વસ્તુ કરતા એમાં માણસનો વિવેક એ વસ્તુના લાભાલાભ પર આધાર રાખે છે.ત્રણ કે ચાર ઇંચના કદમાં એણે કેટલી…

ફિર દેખો યારોં : નિર્લજ્જતા અને નફ્ફટાઈને અગ્નિ બાળી શકતો નથી

– બીરેન કોઠારી કહેવાય છે કે ઈતિહાસનું પુનરાવર્તન થતું હોય છે. દુર્ઘટનાના ઈતિહાસ બાબતે પણ કદાચ આમ કહી શકાય. હજી ત્રણેક સપ્તાહ અગાઉ આ જ કટારમાં વડોદરા જિલ્લાની એક ફેક્ટરીમાં ફાટી નીકળેલી આગ અને તેનાં પરિબળો વિશે લખવામાં આવ્યું હતું.…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૩૬ :: બારડોલી સત્યાગ્રહ (૧)

દીપક ધોળકિયા ૧૯૨૧માં બારડોલીનું નામ પણ ગાજતું થયું હતું પણ ચૌરીચૌરા પછી ગાંધીજીએ આંદોલન મોકૂફ રાખી દેતાં બારડોલી શાંત રહ્યું. સ્વરાજીઓની ઍસેમ્બ્લીમાં જઈને સરકારને હંફાવવાની નીતિ નિષ્ફળ રહ્યા પછી ફરી કોંગ્રેસમાં પ્રજાકીય આંદોલનોમાં માનનારો વર્ગ જોરમાં આવી ગયો હતો પણ…

વનસ્પતિની રહસ્યમયી જિંદગી

હીરજી ભીંગરાડિયા ગીર ફાંઉડેશનના મદદનીશ નિયામક શ્રી ડૉ, ભાર્ગવ રાવલનું એક લખાણ “વનસ્પતિની રહસ્યમયી જીંદગી” મેં વાંચેલું. વનસ્પતિને ઓળખવાની મારી મથામણમાં એ લખાણે ઘણીબધી મોકળાશ કરી આપેલી. આપણા બધાનો એવો દાવો છે કે “ આ છોડવા-ઝાડવાં અને વેલાની બધી જ…

વલદાની વાસરિકા : (૭૮) માર્મિક વિનોદી પ્રશ્નોત્તરી

વલીભાઈ મુસા આ લેખ મારા અગાઉના “Time-pass Crazy Q&A” (ટાઈમપાસ તરંગી પ્રશ્નોત્તરી)ના અનુસંધાને છે. અહીં તમને સંખ્યામાં નહિ, પણ ગુણવત્તામાં એવી વાંચનસમગ્રી મળશે, જે તમારી બુદ્ધિમત્તાને ધારદાર બનાવવા કદાચ સમર્થ પણ નીવડે! મારું આ ઉપાર્જન કે સર્જન મારાં કેટલીક મધ્યરાત્રિઓ…

સમયચક્ર : બે સમયમાં જીવવું જોખમી છે

વર્ષ પુરું થાય છે ત્યારે કેટલાક એવું લોકો કહે છે કે, આ વર્ષ તો ખબર ન પડે તેમ પસાર થઈ ગયું ! તો કેટલાક એનાથી વિપરિત અભિપ્રાય પણ આપતા હોય છે. એક પરિમાણ તરીકે વર્ષનું માપ તો એકસરખું જ હોય…

લ્યો, આ ચીંધી આંગળી : જાગા શરાબખાને મેં

જાગા શરાબખાને મેં (સંગીતઉસ્તાદ દયાનંદ દેવગાંધર્વની એક ઝલક) રજનીકુમાર પંડ્યા વાળમાં કાંસકો ફેરવવા જાઓ તો કાંસકો બટકી જાય પણ વાળ સરખા ન થાય. માથામાં છેલ્લી વાર તેલ નાંખ્યાને પંદરેક વર્ષ થઈ ગયા હશે.ચહેરાને ઉપમા આપવી હોય તો સુકાઈ ગયેલી ખારેક…

સમાજ દર્શનનો વિવેક : મુહમ્મ્દ યુનુસનું વાણોતરું:[3]

કિશોરચંદ્ર ઠાકર જોબરા ગામની સફળતા પછી યુનુસને અમેરિકાના ઓહિયો સ્ટેટ યુનિવર્સિટિના નેજા હેઠળ યોજાયેલી બાંગ્લાદેશની કે‌ન્દ્રીય બે‌ન્ક દ્વારા આયોજિત એક પરિસંવાદમાં અધ્યક્ષપદ સંભાળવા નિમંત્રણ આપવામાં આવ્યું. પરિસંવાદનો વિષય હતો ‘ગ્રામીણ બે‌ન્કોને ધીરાણ’. આ બેઠકમાં કે‌ન્દ્રીય બે‌ન્કના ડેપ્યુટી ગવર્નર ગંગોપાધ્યાય ઉપરાંત…

મારું વાર્તાઘર : ડંકો પડે ત્યારે

– રજનીકુમાર પંડ્યા મૂળ શું ? આપણો સ્વભાવ સરળ એટલે માણસો આપણને સમજી શકે નહીં. હમણાં જો કોઈ વાત આપણે ફેરવી ફેરવીને કરીએ તો સામું માણસ એક તો સમજ્યા વગર હા પાડી દે અને વળી આપણી ગણતરી બુદ્ધિશાળીમાં થાય. પણ…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં. ૩૦

નયના પટેલ, લેસ્ટર, યુકે પ્રિય દેવી, આ વખતનો તારો પત્ર વાંચીને થયું કે સાચે જ આપણને વિષયોની ખોટ ક્યારે ય પડશે નહીં. તેં રમત જેવા વિષયને સ-રસ રીતે રજૂ કરી અને અંતે જીવન સાથે સાંકળી, અધ્યાત્મ તરફની બારી ઉઘાડી નાંખી.…

બંદિશ એક, રૂપ અનેક – ૬૩ – ઋતુ વસંત : રાગ વસંત – ‘ફગવા બ્રિજ દેખણ ચલો રી’

નીતિન વ્યાસ રાગ વસંત એટલે વસંત ઋતુ સાથે સંબંધિત રાગ એમ ગણાય છે, તેથી આ રાગ ખાસ કરીને વસંત ઋતુમાં ગાવા-વગાડવામાં આવે છે. તેના આરોહમાં પાંચ અને અવરોહમાં સાત સ્વર હોય છે. તેથી આ રાગ ઔડવ-સંપૂર્ણ જાતિનો રાગ છે. વસંત…

હુસ્ન પહાડી કા – ૨૪ – અન્ય નામી-અનામી પરંતુ ગુણી સંગીતકારોની જાણી-અજાણી પહાડી બંદિશો

ભગવાન થાવરાણી ચર – અચરથી છેક છેટે લો હવે આવી ઊભા સૂરના  યાત્રિક  પેઠે   લો  હવે  આવી  ઊભા જો  પહાડી  ગુનગુનાવી  સાદ દેશો – આવશું અલવિદા  નામે  ત્રિભેટે  લો  હવે આવી ઊભા .. આ લેખમાળાનો આ આખરી મુકામ. આજે કેટલાક…

સાયન્સ ફેર : કોરોના વાઈરસથી ડરી ગયા છો? તો જરા આ વાંચી લો!

જ્વલંત નાયક હાલમાં કોરોના વાઈરસના સમાચારથી આખી દુનિયાના સમાચાર પત્રો ભરાયેલા છે. થોડા સમયથી ચીનમાં આ વાઇરસે ઉપાડો લીધો ત્યાર બાદ આ લખાય છે ત્યાં સુધીમાં કોરોનાને કારણે ૪૨૭ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. સાડા સાત અબજ ઉપરાંતની વસ્તી ધરાવતી પૃથ્વી…

ચેલેન્‍જ.edu : શિક્ષણનું વ્યવસાયીકરણ કે વ્યાપારીકરણ ?

રણછોડ શાહ માનવીના જન્મથી મૃત્યુ સુધી સતત પાંગરતી પ્રક્રિયા એટલે શિક્ષણ. શિક્ષણ માત્ર વિધિવત રીતે કોઈ શૈક્ષણિક સંસ્થામાં જ અપાય તેવું જરૂરી નથી. રોજની જીવાતી જિંદગીમાંથી પણ વ્યકિતને શીખવાનું તો મળે જ છે. કદાચ આ શિક્ષણ જીવનમાં વધુ વ્યવહારુ અને…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણઃ 3૫: ચૌરીચૌરા પછી કોંગ્રેસ

દીપક ધોળકિયા (હજી ક્રાન્તિકારીઓ વિશે લખવાનું છે પરંતુ તે વખતે કોંગ્રેસમાં શું ચાલતું હતું તે જાણવા માટે આપણે પાછળ જવું પડશે.આગળ જતાં કોંગ્રેસનાં પ્રજાકીય આંદોલનો અને સશસ્ત્ર ક્રાન્તિકારીઓનાં વલણો એક ઐતિહાસિક બિંદુએ એક થઈ જાય છે કે ક્રાન્તિ કથામાં વિરામ…

ફિર દેખો યારોં : પ્રશિક્ષક કે પ્રશોષક?

બીરેન કોઠારી સત્તા અને અધિકાર બહુ વિચિત્ર બાબતો છે. તે હાથમાં આવતાં જ વ્યક્તિ આખેઆખી બદલાઈ શકે છે, ભલે ને અધિકારક્ષેત્રનો દાયરો ગમે એટલો નાનો કેમ ન હોય! આવી વ્યક્તિ અન્યોને પોતાની એડી તળે દબાવવા ઈચ્છે એમ બનતું હોય છે.…

મંજૂ ષા – ૩૧. વણમાગી સલાહ ઓકવાનો રોગ

વિનેશ અંતાણી વણમાગી સલાહ આપવાના બંધાણી લોકો સામેની વ્યક્તિની નિર્ણયશક્તિનો અસ્વીકાર કરે છે. તેઓ બીજાના વિચારો, લાગણી, સંજોગો કે સમજણને સ્વીકારવા તૈયાર હોતા નથી · * મને ડાયાબિટીઝ છે એવી પહેલી વાર ખબર પડી પછી થોડા દિવસે એક મિત્રની પુત્રીનાં…

ગઝલાવલોકન–૨૩ : સામે નથી કોઈ

સુરેશ જાની સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું, હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું. આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો, ચૂપ રહું છું તો લાગે છે, કસમ ખાઈ રહ્યો છું. એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો’તો, આ એની…

સંસ્કૃતિની શોધમાં : ૨૭ : સુપરસ્ટાર કોના આપણા કે પેશાવરના?

પૂર્વી મોદી મલકાણ કિસા ખ્વાની બઝારમાં બહુ થોડો સમય પસાર કરી અમે બહાર નીકળ્યાં અને જૂના પેશાવરની ગલીઓમાં ખોવાવાં લાગ્યાં હતાં. બજારોથી તદ્દન ભિન્ન દેખાતી આ ગલીઓ હિલ સ્ટેશનમાં હોય તે રીતે ઊંચા-નીચા ઢોળાવો પર વસેલી હતી અને તેની આરપાર…

સમયચક્ર : એક કચ્છી મહિલાએ પોર્ટુગીઝ સરકારને નમાવી

કચ્છીઓએ દીવમાં પગ મુકતાં પહેલાં જાણી લેવું જરુરી છે, કે દીવની ધરતી ઉપર એક કચ્છી મહિલાએ પોતાનું ખમીર બતાવ્યું છે. જેની સામે સૌરાષ્ટ્રની રાજસત્તાઓએ પણ લડવાનો વિચાર ન કર્યો એવી તત્કાલિન દીવની પોર્ટુગીઝ સરકારના કાયદાને એક બહાદૂર કચ્છી મહિલાએ હટાવ્યો…

પુસ્તક પરિચય : વહાલનું અક્ષયપાત્ર

– પરિચયકર્તાઓ – અશોક વૈષ્ણવ અને દીપક ધોળકીયા – સંકલન – બીરેન કોઠારી (આ વિશિષ્ટ લેખના પ્રથમ ભાગમાં ‘વેબગુર્જરી’ના એક સંપાદક અશોક વૈષ્ણવ ‘વહાલનું અક્ષયપાત્ર’ પુસ્તકનો પરિચય કરાવે છે, તો બીજા ભાગમાં ‘વેબગુર્જરી’ના બીજા સંપાદક દીપક ધોળકીયા ‘વહાલનું અક્ષયપાત્ર’ વિશેષણ…

ટાઈટલ મ્યુઝીક : (૨૭) રફ્તાર (૧૯૭૫)

– બીરેન કોઠારી એવો પણ સમય હતો કે અખબારોમાં ફિલ્મની જાહેરખબર માટે આખેઆખું પાનું ફાળવવામાં આવતું. જો કે, તેમાં અમદાવાદનાં થિયેટરોમાં ચાલતી ફિલ્મો વિશે જ જાણવા મળતું. આ જાહેરખબરોના ત્યારે તો કદાચ બ્લૉક બનતા હશે અને એ રીતે તે છપાતી…

બે ગ઼ઝલ

મોના નાયક ‘ઉર્મિ’                         (૧) આખું નભ પગ તળે तेरे आने के बाद ને બધું ઝળહળે तेरे आने के बाद.          સાવ ઉજ્જડ હતું એ બધું મઘમઘે,          પાનખર પણ ફળે तेरे आने के बाद. કાળી ભમ્મર હતી રાત એ…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં. ૨૯

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ પ્રિય નીના, મારા પત્રની એક એક વાતને તારા વિચારોમાં ભેળવીને તેં સરસ રીતે ખીલવી. ચાલ, આજે ફરીથી એક નવી વાત. યાર, ગઈકાલે એક સ્વપ્ન આવ્યું. યુએસએ.ના એક ખુલ્લા મેદાનમાં હજારો લોકો ઉભરાયા હતા. શાંતિથી બધા…

તલત મહેમૂદનાં યુગલ ગીતો – ગીતા (રોય) દત્ત સાથે [૧]

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ તલત મહમૂદ(જન્મ – ૨૪ ફેબ્રુઆરી, ૧૯૨૪, લખનૌ) જેટલા મૃદુ ભાષી હતા તેટલા જ દેખાવડા હતા. ૧૯૪૯માં તેમણે મુંબઈ (એ સમયનું બોમ્બે)ને પોતાની કર્મભૂમિ બનાવી. તે પહેલાં કોલકતા (એ સમયનું કલકત્તા)માં તેમના સ્વરની નોંધ લેવાઈ ચૂકી…

‘બહાર’ને લગતાં ફિલ્મીગીતો

નિરંજન મહેતા કુદરતી વાતાવરણમાં ખીલેલી બહાર એટલે કે શોભા જેને જોઈ મન આનંદિત થઇ જાય છે અને ગીત પણ ગણગણાય છે. બહારનો વસંતઋતુના સંદર્ભમાં પણ ઉલ્લેખ થાય છે. એવા જ કેટલાક ગીતો આ લેખમાં સમાવાયા છે. ૧૯૫૨ની ફિલ્મ ‘બીજું બાવરા’નું…

ઉદ્યોગસાહસિકતા : સૌથી અધિક ત્રાસદાયક, સાત પ્રકારનાં, બૉસ:

હિરણ્ય વ્યાસ એ તો દેખીતું છે કે ભલે ને તમને તમારી નોકરી ગમતી હોય અને નોકરીના કાર્યો કરવામાં ગમે તેટલો આનંદ થાય, પરંતુ તમારી કારકીર્દીના વિકાસને બનાવવાનું, કે તોડી પાડવામાં તમારા સહકાર્યકરોના સહકાર અને સામર્થ્યનો ફાળો બહુ મોટો છે. તેમાં…