ફિલ્મસંગીતના નકશીકારો (૩) કિશોર દેસાઈ

પીયૂષ મ. પંડ્યા અનેક ફિલ્મી ગીતોમાં બે સાવ અલગ વાદ્યો – મેન્ડોલીન અને સરોદ – વગાડી ચૂકેલા કલાકાર કિશોર દેસાઈનો પરિચય મેળવવાની શરૂઆત એક એવું ગીત સાંભળી ને કરીએ કે જેમાં એમનું મેન્ડોલીનવાદન અનોખો રંગ પૂરી ગયું છે. કિશોર દેસાઈના…

સાયન્સ ફેર : હંગેરીના વૈજ્ઞાનિકોએ શોધ્યા ‘રોઝહીપ’ ન્યુરોન્સ

જ્વલંત નાયક અમુક બાબતો ખૂબ જાણીતી હોવા છતાં આપણે એના વિષે કશું જ જાણતા નથી હોતા! દાખલા તરીકે, જો તમારો હાથ ઓચિંતો ગરમ તવા પર પડી જાય તો શું થાય? સ્વાભાવિક છે કે તવા પર હાથ પડે અને જેવી ચામડી…

વિજ્ઞાન જગત : પર્યાવરણ અને કોરોના

ડૉ. જે જે રાવલ સાભાર સ્વીકાર ‘જન્મભૂમિ પ્રવાસી’ની ‘મધુવન’ પૂર્તિમાં ડૉ. જે જે રાવલની નિયમિત કટારમાં ૦૩ – ૦૫- ૨૦૨૦ના રોજ પ્રકાશિત થયેલ.લેખ

ચેલેન્‍જ.edu : એક બાળકના વાલી અને એક વાલીવાળું બાળક

– રણછોડ શાહ સમાજ પરિવર્તનશીલ છે. તમામ પરિસ્થિતિ અને પ્રવાહો બદલાતા જ રહે તેવો સૃષ્ટિનો ક્રમ છે. ૩૦–૪૦ વર્ષ પહેલાંના વાતાવરણ અને આજના હવામાનમાં સ્પષ્ટ ફરક છે. ભૌતિક સુવિધાઓમાં સતત વધારો થતો રહે છે. ખેતીપ્રધાન દેશમાંથી બદલાઈને ઉદ્યોગો કેન્દ્રમાં હોય…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૪૮ : દાંડીકૂચ

દીપક ધોળકિયા ૧૨મી માર્ચે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી કૂચ શરૂ કરી. મહાદેવભાઈ લખે છે કે “સત્યાગ્રહીઓની પહેલી ટુકડીમાં ૭૯ જણ નીકળ્યા છે. આ બધા વસ્તુતઃ આશ્રમવાસી છે એટલે એઓ વિશે પ્રાંતભેદની કંઈ કિંમત નથી.” ગાંધીજીએ ચીવટપૂર્વક આશ્રમવાસીઓને પસંદ કર્યા હતા. સ્ત્રીઓ…

ફિર દેખો યારોં : નકારાત્મક સમાચારોથી દૂર રહેવાની વૃત્તિએ આપણને બુદ્ધ અપાવ્યા?

– બીરેન કોઠારી બૅટરીના બે ધ્રુવ હોય છે. ધન અને ઋણ, જેને અંગ્રેજીમાં ‘પોઝીટીવ’ અને ‘નેગેટીવ’ તરીકે ઓળખવામાં આવે છે. પણ આપણું વિશ્વ, તેમાં બનતી ઘટનાઓ, તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓ અને બીજી અનેક બાબતો કંઈ બૅટરી નથી કે તેમાં માત્ર…

‘આવરણ કે નકાબ’

– વિમળા હીરપરા દરેક સજીવ  ચામડીનું આવરણ લઇને જન્મે છે. પશુ પંખી તો હજુ પણ એ જ અવસ્થામાં જીવે છે. આપણા ગુફાવાસી પુર્વજો તો વસ્ત્રવિહિન જ વિચરતા. કાળક્રમે મગજનો વિકાસ થયો, વિચારશકિત આવી. ઠંડી,ગરમી,જેવા વાતાવરણ ને જીવજંતુના ડંખ સામે રક્ષણ…

ગઝલાવલોકન ૨૯ – સાંજ પહેલાં આથમી ગયેલો સૂર્ય

સુરેશ જાની આજના ગઝલાવલોકનમાં કોઈ અવલોકન નથી, પણ યુવાન વયે અવસાન પામેલા આપણા છ કવિઓને શ્ર્દ્ધાંજલિ છે. – કલાપી, બાલાશંકર કંથારિયા, રાવજી પટેલ, મણિલાલ દેસાઈ, હિમાંશુ ભટ્ટ અને શીતલ જોશી. મૃત્યુને અલપઝલપ અડી જતી એમની આ રચનાઓમાં જીવનનો મહિમા ડોકાય…

સંસ્કૃતિની શોધમાં : ૩૩ : કુહ એ હિન્દુ

પૂર્વી મોદી મલકાણ ઉસ્માનભાઈને ઘેર અમે તેમના અબ્બાજાન નૂમાન ભાઈને મળ્યાં જેઓ હકીમ હતા. ઉસ્માનભાઈને ઘેર પહોંચ્યાં પછી મારી જોડી નૂમાનભાઈ સાથે જામી ગઈ. તેઓ ઘણાં જ વિદ્વાન વ્યક્તિ હતા. તેમની સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે ઉસ્માનભાઈનો પરિવાર એક…

સમયચક્ર : કેરી – ભારતીય પ્રજાના જીવનસાથે જોડાયેલું ફળ

કહેવાય છે કે એક ભારતીય આખીય દુનિયાના લિજ્જતદાર વ્યંજનો ભલે ચાખી લે. પણ જ્યાં સુધી રોટલી શાક ન મળે ત્યાં સુધી તેને તૃપ્તિ થતી નથી. એવું જ અન્ય પ્રજાઓનું પણ છે. આવું શા માટે થતું હશે ? ખોરાક બાબતની આ…

લ્યો, આ ચીંધી આંગળી – સંબધોની માયાજાળ- એ ઉઘડે છે કેવી રીતે ?

(આજે જ્યારે લૉકડાઉનને કારણે તમામ હોટેલોને તાળાં વાગી ગયાં છે ત્યારે લગભગ એક સૈકા અગાઉ પ્રખર સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ ખુલ્લી મુકેલી એક હોટેલની વાત આવતા સપ્તાહે, પણ એ હળવો લેખ વાંચતા પહેલા આ વખતે એની પશ્ચાદભૂ તરીકે વાંચવી ગમશે એવી…

ટાઈટલ મ્યુઝીક : (૩૩) ટેન ઑ’ક્લૉક (૧૯૫૮)

– બીરેન કોઠારી રાજ કપૂર નિર્મિત સૌ પ્રથમ ફિલ્મ ‘આગ’ જોનારાના મનમાં તેનાં ગીતોનાં અદ્‍ભુત ઓરકેસ્ટ્રેશનની છાપ ન ઉપસી હોય એ બને નહીં. ‘દેખ ચાંદ કી ઓર’ સહિતના અન્ય ગીતમાં જે પ્રભાવક રીતે ફ્લૂટના પીસ વગાડવામાં આવ્યા છે એ રામલાલે…

ચમેલી

રણજીત દેસાઈ મુંબઈની એક પ્રખ્યાત પરદેશી કંપનીના માર્કેટીંગ વિભાગનો હું મૅનેજર હતો. કામ પ્રસંગે મારે ઉત્તર ભારતના શહેરોમાં હંમેશા જવું પડતું. ઉત્તરમાં મારૂં સૌથી પ્રિય શહેર હતું આગ્રા! પહેલી વાર ગયો તે રાતે પુનમ હતી. પૂર્ણિમાની રાતમાં તાજનાં દર્શન કરવા…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં ૪૨

નયના પટેલ, લેસ્ટર, યુકે પ્રિય દેવી, આજે તારા પત્રના અંતથી પ્રારંભ કરું. એ શ્લોક વાંચીને મને ક.મા.મુનશીની નવલકથા ‘પૃથ્વી વલ્લભ’ યાદ આવી ગઈ. તૈલપ રાજા મુંજને બંદિવાન બનાવીને લાવે છે ત્યારે (યાદ છે ત્યાં સુધી) લોકો એને જોવા માટે ઝરુખે,…

મન્ના ડે – ચલે જા રહેં હૈ… – ૧૯૫૧-૧૯૫૩

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ મન્ના ડે – મૂળ નામ: પ્રબોધ ચંદ્ર ડે, (૧ મે, ૧૯૧૯ – ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩) – હિંદી ફિલ્મ સંગીતનાં હીરો માટેના નિશ્ચિત પાર્શ્વ સ્વર જેવાં એકાદ બે સ્થૂળ પરિમાણો પર કદાચ સફળ ગાયક નથી ગણાતા.…

આસમાનને લગતાં ફિલ્મીગીતો

નિરંજન મહેતા આસમાન એટલે આકાશ, ફલક. તેને લઈને કેટલાક ફિલ્મીગીતો પણ રચાયા છે જેમાંના થોડા અહી પ્રસ્તુત છે. ૧૯૫૯ની ફિલ્મ ‘અનાડી’માં સાયકલ સવારી કરતી નૂતન અને તેની બહેનપણીઓ ખુશનુમા વાતાવરણને જોઇને ગાય છે बन के पंछी गाये प्यार का तराना…

૧૦૦ શબ્દોમાં : શેની રાહ જોઇએ છીએ?

– તન્મય વોરા ઓફીસ જતાં દરરોજ એક બહુ વિચારપ્રેરક અનુભવ થતો રહે છે. મારા રસ્તામાં, ધમધમતા હાઇવે પર, બે ધુમાડીયાંમાંથી આછા-ભૂખરા રંગનો ધુમાડો ફૂક્યે રાખતું એક સ્મશાન-ગૃહ આવેલું છે. તેની પાસેથી પસાર થતાં હું મરણાધીનતાને જોઉં છું. આપણાં બધાંને માટે,…

૧૦૦ શબ્દોની વાત : મદદ કરતો હાથ ટુંકો ન પડવા દઈએ

ઉત્પલ વૈષ્ણવ સાંજે ચાલવા જતાં રસ્તામાં એક બૉર્ડ વાંચવા મળ્યું – ‘આજે તમે કોઈને મદદ કરી?’ એ બોર્ડે મને નિઃસ્વાર્થપણે મદદ કરવા વિશે વિચારતો કરી મૂક્યો.. ફ્લૉરા એડવર્ડ્સના શબ્દો યાદ આવે છે – બીજાંને મદદ કરવાથી આપણે આપણને જ મદદ…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૪૭ :: સવિનય કાનૂન ભંગની તૈયારી

દીપક ધોળકિયા કોંગ્રેસે સવિનય કાનૂન ભંગ કઈ રીતે થશે તે નક્કી કરવાનું કામ ગાંધીજી પર છોડ્યું હતું. ૧૪મીથી ૧૬મી ફેબ્રુઆરી સુધી સાબરમતી આશ્રમમાં કોંગ્રેસની મીટિંગ મળી, તેમાં સવિનય કાનૂન ભંગ કેમ કરવો તેના વિશે ઊંડાણથી ચર્ચા થઈ. બધી શંકાઓ દૂર…

ફિર દેખો યારોં : આપણે નાગરિકો છીએ, ચિયરલીડર નહીં!

– બીરેન કોઠારી આફત આવતી-જતી રહે છે, ચાહે એ કુદરતી હોય કે કૃત્રિમ. આપણે તેમાંથી શો ધડો લઈએ છીએ એ અગત્યનું છે. હાલની વિશ્વવ્યાપી આફતનો ભોગ આપણો દેશ પણ બન્યો છે. જો કે, આ આફતનો મુકાબલો કરવાની આપણી રીત આગવી…

સમાજ જીવન : કોરોના પહેલાં, સાથે અને પછી

દર્શા કિકાણી ૧૯૧૮ની સ્પેઈન-ફ્લુની મહામારીને એક આખી સદી વીતી ગઈ છે. આજે ૨૦૧૯-૨૦૨૦માં આપણે ઓચિંતી જ આવી ગયેલી કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યાં છીએ. છેલ્લા ૪-૫ મહિનાથી વિશ્વના અનેક દેશોમાં અને છેલ્લા ૨ મહિનાથી ભારતમાં આપણે ઘણી તકલીફો વેઠી રહ્યાં…

(૮૩) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૨૯ (આંશિક ભાગ – ૧)

મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) ફિર કુછ ઇક દિલ કો બે-ક઼રારી હૈ (શેર ૧ થી ૨) પ્રસ્તાવના : સામાન્ય રીતે અને અનિવાર્યપણે ગ઼ઝલના બધા શેર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ. કોઈ ગ઼ઝલકારો દ્વય (જોડી) તરીકે પણ શેર આપતા…

શબ્દસંગ : એક સાહિત્ય રસસ્થાન

નિરુપમ છાયા વાચનરસ દ્વારા માનવ જીવનના ભાવપ્રવાહ માટે યોગ્ય ,સાહિત્યરસ મહત્વનો પણ છે. એને કેળવવા , પોષવા, અને સર્જકતાના બિંદુએ લઇ જવાનું ઉત્તમ માધ્યમ વાચન છે. વાચન માટે પુસ્તકોની વ્યક્તિગત વ્યવસ્થા થઇ શકે, પણ એની ઘણી મર્યાદાઓ હોય. એટલે વિવિધ…

સમયચક્ર : સ્વતંત્ર ગુજરાત મેળવવા લોહી રેડાયું છે

ગુજરાતી લોકોની વેપારી દષ્ટિ, મહાજન પરંપરા, કરુણા, લોકકલાઓ, ખાનપાન અને એશિયામાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતા સિંહને કારણે ગુજરાત ભારતમાં નોખું પડે છે. પરંતુ આઝાદી પછીના લગભગ ૬૦ વર્ષ સુધી ભારતમાં એક રાજ્ય તરીકે ગુજરાતની ઝાઝી નોંધ લેવાઈ નથી. વાસ્તવમાં…

મંજૂષા – ૩૪. રાક્ષસી વૃત્તિનો પડછાયો હજી ખસ્યો નથી

– વીનેશ અંતાણી કોન્ગોના ડેનિસ મુકવેગે અને ઇરાકની નાદિયા મુરાદ દુનિયામાં સ્ત્રીઓ પર ગુજારવામાં આવતા બળાત્કારના અપરાધ સામે લડત ચલાવતાં રહ્યાં છે · બે હજાર અઢારના વર્ષમાં શાંતિ માટેનું નોબલ પ્રાઇઝ કોન્ગોના ડેનિસ મુકવેગે અને ઇરાકની નાદિયા મુરાદને સંયુક્તપણે આપવામાં…

વાંચનમાંથી ટાંચણ : પવનમાંથી પાણી

સુરેશ જાની ૨૦૦૨ દેશી ચીકણા લાકડાવાળા ઝાડની મજબૂત ડાળીઓને દોરડા વડે બાંધી્ને એક ઊંચો માંચડો બનાવેલો હતો. પ્લાસ્ટિકની જાડી પાઈપોને કાપી-સીધી કરીને બનાવેલી ચાર વાંકા પાંખિયાંવાળી એક પવનચક્કી એની ઉપર આડી મૂકેલી હતી. એની ધરી સાથે સાઈકલનું પાછલું પૈડું જોડેલું…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં ૪૧

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ પ્રિય નીના, વ્યસ્તતાને કારણે પત્ર ભલે મોડો મળ્યો પણ મન મૂકીને મળ્યો અને પૂરેપૂરો સંવાદ સાધીને મળ્યો તે મહત્વનું છે. મારા એકેએક મુદ્દાઓને તેં પૂરો ન્યાય આપ્યો તેનો આનંદ. આજે વળી થોડી નવી વાતો લખું…

મત્લા-પંચક

ગઝલના પ્રથમ શેરના બંને મિસરામાં કાફિયા રદીફની યોજના પાળવામાં આવે છે. આવા પ્રથમ શેરને મત્લા કહેવામાં આવે છે. મત્લાના આ શેરથી ગઝલકારના રદીફ અને કાફિયા સ્થાપિત થાય છે. આજે અહીં બે કવિના જુદા જુદા પાંચ મત્લા, સુરતના શ્રી ઉત્તમ ગજ્જરના…

બુલો સી.રાની: શમા સે સીખા જલ જાના……

મે મહિનામાં હિંદી ફિલ્મોના એક ખુબ પ્રતિભાશાળી, પણ ઓછા સફળ ગણાયેલા, સંગીતકાર બુલો સી રાનીની જન્મ તિથિ તેમજ અવસાન તિથિનો મહિનો છે. તેમની યાદમા બીરેનભાઈ કોઠારીએ તેમના બ્લૉગ પર લગભગ છ વ્રર્ષ પહેલાં બુલો સી રાની સથેની તેમની મુલાકાતને યાદ…

સર્વાવાઈલ ફૉર ધ સિકેસ્ટ – દીર્ઘાયુ જીવન માટે વિચાર કરવા માટે નવો દૃષ્ટિકોણ

સર્વાવાઈલ ફૉર ધ સિકેસ્ટ [જેટલાં વધારે બીમાર તેટલું વધારે લાંબું અસ્તિત્વ] બીનરૂઢિવાદી તબીબ ખોળી કાઢે છે કે આપણને બીમારીની જરૂર શી છે (પછીની આવૃત્તિઓમાં બીમારી અને દીર્ઘાયુષ્ય વચ્ચેનો અચરજભર્યો સંબંધ તરીકે નવનામકૃત) લેખક : ડૉ. શેરોન મોએલેમ – સહલેખક: જોનાથન…

ઝિ યા ર ત

ઉર્દૂ કવિ અબ્દુલ અહદ  ‘ સાઝ ‘ ગયા. સાવ અચાનક અને ચુપચાપ. સમાચાર પત્રોના ખૂણે-ખાંચરે પણ કોઈ નોંધ નહીં. સાઠના પણ માંડ હશે. એમની એક નઝ્મ  ‘ ઝિયારત ‘ વર્ષોથી મારા મનમાં ઘર કરી બેઠી છે. ‘ ઝિયારત ‘ એ…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૪૬ :: લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજના ઠરાવથી દાંડી કૂચ સુધી (૧)

દીપક ધોળકિયા કોંગ્રેસ અસમંજસમાં આપણે હજી ૧૯૧૬થી ૧૯૩૫ના ગાળાના ઇતિહાસમાં જ છીએ અને જેટલી સંગઠિત ક્રાન્તિકારી ઘટનાઓ બની તે એ જ વર્ષોમાં બની. એવું નથી કે ચૌરીચૌરા પછી ક્રાન્તિકારીઓ જ સક્રિય હતા અને કોંગ્રેસ કંઈ નહોતી કરતી. એમાં પણ નેતાઓ…

ફિર દેખો યારોં : તમામ પ્રાણીઓ સમાન છે, પણ….

– બીરેન કોઠારી દેશના વડાપ્રધાન ટી.વી.ના પડદે બે હાથ જોડીને પોતાના ઘરમાં રહેવા, સલામત અંતર જાળવવા માટે નાગરિકોને અપીલ કરી રહ્યા છે. ટી.વી.ના પડદે તેમણે પોતાના મોંને મફલર કે ખેસ વડે ઢાંકેલું બતાવવામાં આવે છે. અમુક અપવાદ સિવાય મોટા ભાગના…

શબ્દસંગ : માતૃભાષાનું ગૌરવ: શુદ્ધ લેખન

(રમણભાઈ સોની લિખિત પુસ્તક “ગુજરાતી લેખનપદ્ધતિ” નો પરિચય ) –નિરુપમ છાયા ભાષયતે ઇતિ ભાષા. આમ ભાષાનો વિચાર કરીએ ત્યારે બોલવું એ જ સર્વપ્રથમ બાબત છે. માનવના ઉત્પતિ અને ઉત્ક્રાંતિ કાળથી ભાષા મહત્વની બાબત રહી હોય એ સ્વાભાવિક છે. જો કે…

વિજ્ઞાન જગત : એપ્રિલ અને ઓગસ્ટ મહિનામાં પૃથ્વીની નજીક આવનારા બે લઘુ ગ્રહો

ડૉ. જે જે રાવલ સાભાર સ્વીકાર ‘જન્મભૂમિ પ્રવાસી’ની ‘મધુવન’ પૂર્તિમાં ડૉ. જે જે રાવલની નિયમિત કટારમાં ૦૫-૦૪-૨૦૨૦ના રોજ પ્રકાશિત થયેલ.લેખ

યૂં કિ સોચનેવાલી બાત : અલક મલકની વાતો

આરતી નાયર આપણા રોજિંદા વહેવાર માં વપરાતુ એક વિશિષ્ટ વાક્ય છે, “બાકી શું ચાલે?” ફોન પર વાત કરતી વખતે જો બેમાંથી એક જણ આવું બોલે, એનો અર્થ એ કે, બધી વાતો પતી ગઈ છે. આ પ્રશ્નનો આમ તો કોઈ જવાબ…

સંસ્કૃતિની શોધમાં : ૩૨ : અતીતમાં ઝાંકી

પૂર્વી મોદી મલકાણ બાલા હિસ્સાર ફોર્ટ -બ્રિટિશ લાઈબ્રેરી ફોટો બાલા હિસ્સાર ફોર્ટ જ્યારે બનેલો ત્યારે વસ્તી આ કિલ્લાથી દૂર હતી. જ્યારે જ્યારે રાજાઓને વસ્તી જોવાનું મન થતું ત્યારે તેઓ કિલ્લાના આ ભાગ પર ચડી વસ્તીને જોઈ લેતાં. પણ હવે પરિસ્થિતી…

સમયચક્ર : ખરેખર સરકારોએ કશું નથી કર્યું ?

ભારતમાં કોઈ વ્યક્તિને પૂછો કે આ સરકાર બરોબર છે ? પ્રજાના કામો કરે છે ? હામાં ઉત્તર આપનારા ઓછા લોકો હશે. મોટાભાગના લોકો એવું માને છે કે સરકારના પ્રતિનિધિઓ કશું જ કરતા નથી. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર. લોકોને…

લ્યો, આ ચીંધી આંગળી : લુપ્ત એવી બહુરૂપી કળાનો અંતિમ અવશેષ

-રજનીકુમાર પંડ્યા ગજરાબહેને મને કહ્યું કે એ તો અમલસાડના તાલુકા મથકે પેન્શન લેવા યા પેન્શન અંગેના કોઈ કાગળોમાં મામલતદારની સહી લેવા ગયા છે. તમે બેસો, હવે ઘડી-બે ઘડીમાં આવવા જ જોઈએ. ‘હવે આ ઉમરે એમને મોકલવા કરતાં દિકરાને મોકલતા હો…

બાળવાર્તાઓ : ૧૬ – જાપ અને ઉંદરડી

પુષ્પા અંતાણી જાપને આજે બાલમંદિરમાં રજા હતી. એ તો એની રોજની આદત મુજબ વહેલો ઊઠી ગયો. નહાઈ-ધોઈ, તૈયાર થઈ, દૂધ પણ પી લીધું. એનાં ભાઈ-બહેન બંને સ્કૂલ ગયાં હતાં. એ એકલો એકલો કંટાળવા લાગ્યો હતો. એણે રમકડાનો કબાટ ખોલ્યો. તે…

ટાઈટલ મ્યુઝિક (૩૨) – આખરી સજ઼દા (૧૯૭૭)

– બીરેન કોઠારી પ્રતિભાને પ્રસિદ્ધિ સાથે કે વ્યવસાયિકતા સાથે લેણું હોય એવું દરેક કિસ્સામાં બનતું નથી. અને આમ હોય કે ન હોય તો એના માટે અનેક પરિબળો જવાબદાર હોય છે. આ ફિલ્મના સંગીતકાર પોતાના મુઠ્ઠીભર ગીતોની જેમ જ તેમના મુઠ્ઠીભર…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં. ૪૦

નયના પટેલ, લેસ્ટર, યુકે પ્રિય દેવી, થોડી વ્યસ્તતાને લીધે ઉત્તર આપતાં મોડું થયું અને પત્ર લખવો એટલે સંવાદ સાધવો એમ હું સમજું છું. આ સંવાદની વચ્ચે અન્ય અવાજો ભળે ત્યારે લખવાનો મૂડ જ ન જામે, યાર! ચાલો, હવે તારા પત્ર…

કોરોનાસૂર વધ ! ! !

કૃષ્ણ દવે (કોરોના વાયરસની સામે પોતાના જીવની પરવા કર્યા વગર દર્દીઓની સેવા કરી રહેલા ડૉકટર,નર્સ અને વૈજ્ઞાનિકોને સમર્પિત ) ડોક્ટર થઈને હરિ અવતર્યા,નર્સ રૂપે મા અંબા કોરોનાસૂરનો વધ કરવા રણે ચડયા જગદંબા  સેનેટાઇઝર, માસ્ક ઉગામી ધસ્યા અસૂરની સામે હસ્તે જીવનરક્ષક…

મન્ના ડેનાં અન્ય અભિનેતાઓ સાથેનાં હાસ્યરસપ્રધાન ગીતો (૧)

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ મન્ના ડેમી કારકીર્દીમાં હાસ્યરસપ્રધાન ગીતોની સફરની અદિ હટો કાહેકો બનાઓ બતીયાં (મંઝીલ, ૧૯૬૦)થી શરૂ થયેલી ગણી શકાય આ સીમાચિહ્ન ગીતને પર્દા પર મેહમૂદે અભિનિત કર્યું હતું. એ ગીતની અપ્રતિમ સફળતાને કારણે મન્નાડેના સ્વરમાં મેહમૂદ માટે…

मुसाफिरને લગતાં ફિલ્મીગીતો

નિરંજન મહેતા આ જગતમાં આપણે એક મુસાફર જ છીએ એ ફિલસુફીની તો સર્વેને જાણ છે. તે જ રીતે અન્યના લગાવ બાદ ચાલી જનારને સંબોધીને પણ ગીતો રચાયા છે જેમાંના થોડા આ લેખમાં પ્રસ્તુત છે. સૌ પ્રથમ ધ્યાનમાં આવે છે ૧૯૫૪ની…

ગુજરે હૈ હમ કહાં કહાંસે : ૧૩: ત્રિપુટી

જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના આનંદદાયી અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં…

સાયન્સ ફેર – વેસ્ટ ટુ બેસ્ટ : આખરે શર્માજી કે લડકેને કર દિખાયા!

જ્વલંત નાયક તમને સાદી ખાંસી-શરદી થઇ જાય તો ય ઝડપથી સાજા નથી થઇ શકાતું. એક જમાનામાં શરદી સાત દિવસનો રોગ ગણાતી. દવા ન કરો તો ય વધુમાં વધુ એકાદ અઠવાડિયામાં શરદી પોતાની મેળે જ સારી થઇ જતી. પણ સાંપ્રત સમયમાં…

ફિર દેખો યારોં : સંધ્યા કરવી છે? તો ‘શિખા બંધનમ્’!

– બીરેન કોઠારી ઘણી બાળકથાઓ કે બોધકથાઓ એવી હોય છે કે વિવિધ પરિસ્થિતિઓમાં તે નવાં નવાં અર્થઘટન સાથે પ્રસ્તુત બની રહે. આવી જ એક કથા છે બાદશાહ અને તેના દીવાનની. એક વાર બાદશાહના દરબારમાં આવતાં દીવાનને મોડું થાય છે. બાદશાહ…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૪૫ :: ચિત્તાગોંગ શસ્ત્રાગાર પર ક્રાન્તિકારીઓનો કબજો અને બીજી ઘટનાઓ (૩)

દીપક ધોળકિયા બંગાળની યુવાન પેઢી પર માસ્ટરદાની મોહિની એવી છવાયેલી હતી કે એમના નામે શહીદ થવા માટે કોઈ પણ યુવાન છોકરા કે છોકરી દેશની સ્વાધીનતા માટે તત્પર હતાં માસ્ટરદાની પ્રેરણા અને ક્રાન્તિકારી છોકરીઓ નસનાટીભરી હત્યા તો તિપેરાના જિલ્લા મૅજિસ્ટ્રેટ સી.…

વ્યંગ્ય કવન : ૪૭ : વ્યંગ્ય મુક્તકો

                       (૧) દૂરથી જ્યારે જતું કોઈ યુગલ જોઉં છું; થાય છે શંકા, બરાબર મુજને દેખાતું નથી. વાળની સરખી લટો ને ચાલ પણ સરખી રહી; કોણ નર છે કોણ નારી, એ જ સમજાતું નથી.                                   નાઝ માંગરોલી                         (૨) ચમકતો ને…

ગઝલાવલોકન-૨૮ : અમે જિંદગીને સંવારીને બેઠા

સુરેશ જાની અમે જિંદગીને સંવારીને બેઠા, તમે આવશો એવું ધારીને બેઠા. તમારું ફકત હા! દિલ જીતવાને, અમે આખો સંસાર હારીને બેઠા. તમે ના જુઓ તો અમારી ખતા શી, અમે તો પોકારી પોકારીને બેઠા. અમે પણ હતા કેવા સાચા જુગારી, ના…

સમયચક્ર : કેમેરા – વર્તમાન જગતનો અભિન્ન હિસ્સો

ખુલ્લી આંખો જેટલું જુએ છે તે બધું જ મગજને મોકલાવે છે. મગજ ચિત્રો ઉકેલે છે અને સંગ્રહ થયેલી વિગતો પરથી નક્કી કરે છે કે જે દેખાઈ રહ્યું છે તે શું છે. અહીં સૌથી અગત્યની બાબત છે પ્રકાશ. જો પ્રકાશ ન…

વાલ્મીકિના ખલનાયકોનું ચરિત્રીકરણ

દર્શના ધોળકિયા. ‘જોવું’ અને ‘દર્શન’ એ બે સંજ્ઞાઓ વચ્ચે રહેલો ભેદ વાલ્મીકિકૃત રામાયણ વાંચતાં તરત પામી જવાય છે. વાલ્મીકિ આપણા આદિકવિ છે; શોકને શ્ર્લોકત્વ આપી શકે તેવા સમૃદ્ધ છે. અનુભવમાંથી અનુભૂતિ પામી શકે એટલું જ નહીં પણ તેનું સાહિત્યમાં રૂપાંતર…

સમાજ દર્શનનો વિવેક : ધર્મવિહિન ધર્મો

કિશોરચંદ્ર ઠાકર અનાદિકાળથી માણસને પોતાને કોઇ સારો લાગતો વિચાર આવે તો તે બીજા સુધી પહોંચાડવા તત્પર રહ્યો છે. આવા વિચારો સમાજનાં સુખ માટેના હોય તો કોઈ આગળ વધીને તેના પ્રચાર અને પ્રસાર માટે સંસ્થા પણ બનાવે છે. આ સંસ્થાઓ સમાજોપયોગી…