Category: ચિંતન લેખ

વાંચનમાંથી ટાંચણ : હાદઝા

વિશ્વ ઈતિહાસનું પુસ્તક વાંચવાની શરુઆત કરતાં, પહેલાં જ પ્રકરણમાં આદિમ માનવ – ખાસ કરીને પથ્થરયુગના માણસ વિશે જાણીને મને અત્યંત આશ્ચર્ય થયું હતું.  લગભગ પશુ કહી શકાય તેવી અવસ્થામાંથી માનવજાતે આ એકવીસમી સદી સુધીની યાત્રામાં કેટલી બધી હરણફાળો ભરી છે? …

ગઝલાવલોકન – ૧૯ – ગઝલમાં દ્રષ્ટાંત

સુરેશ જાની એક દ્રષ્ટાંત આપીએ એટલે વેદ , પુરાણ, ઉપનિષદ, કે ફિલસૂફીના થોથેથોથાં ચપટિકમાં સમજાવી દેવાય. એટલે જ તો કથાકારોનો ધંધો ચાલતો હોય છે! કોઈ પણ અઘરી વાત સમજાવવી હોય તો જીવનમાંથી એનું ઉદાહરણ આપો તો તરત સમજાઈ જાય .…

ગઝલાવલોકન – ૧૮ – લગાવ એવા કહો કેવા?

સુરેશ જાની લગાવ એવા, કહો કેવા, કે વારંવાર ધક્કા દે?અરે, લાગ્યું ન લાગ્યું દિલ ને પારાવાર ઝટકા દે! પડો,વાગે, ને નીકળે લોહી, ઊંડો ઘા ઘણો ચચરે,પછી થોડા, સમજ કેરા મલમના એ લસરકા દે. પરોવાયા સમયની સોય ને શ્વાસોના દોરે જીવ,ગજબનું…

વાંચનમાંથી ટાંચણ : અલગારી રખડપટ્ટી

સુરેશ જાની ફરવા જવાનું તો સૌને ગમે. અમુક જણને બહુ ગમે. એને રખડપટ્ટી કહેવાય! પરંતુ ગમે તેટલું ફરો, હરો કે રખડો પણ છેવટે તો ઘેર પાછા જ આવવાનું ને? કહે છે ને કે, ‘પૃથ્વીનો છેડો ઘર.’ પણ કોઈક એવા પણ…

ગઝલાવલોકન – ૧૭ – અંધારું લઇ પાંખમાં, ઉડ્યાં અંધ કપોત

સુરેશ જાની દદડે દસ – દસ ધારથી રસ નીતરતું વ્હેણ ઝીલો તો જળધાર બને લખીએ તો લાખેણ. ચૌદ કળાએ ચંદ્ર, તો સોળ કળાએ આંખ વ્હાલપ ફૂટે વૃક્ષને, શરીરે ફૂટે શાખ તારામાં તું ઓતપ્રોત, હું મારામાં લીન ઘરની જર્જર ભીંત પર…

ગઝલાવલોકન – ૧૬ – ગઝલમાં ‘કેમ છો?’

સુરેશ જાની એક ગુજરાતીની ઓળખ એટલે – ‘કેમ છો? ‘ – કદાચ સહુથી વધારે વપરાતું વાક્ય! મળતાંની સાથે જ આવી પૂછપરછ ન થાય તો એ બે જણ ગુજરાતી કહેવાય?! કવિઓએ પણ આની નોંધ લીધી છે. અહીં પ્રયત્ન છે – કવિતા…

ગઝલાવલોકન – ૧૫ – સામે નથી કોઈ

સુરેશ જાની સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું, હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું. આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો, ચૂપ રહું છું તો લાગે છે, કસમ ખાઈ રહ્યો છું. એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો’તો, આ એની…

ગઝલાવલોકન – ૧૪ – ગઝલમાં વિરોધાભાસ

સુરેશ જાની ઉપમા કે રૂપકથી ઊંધો ભાવ એટલે વિરોધાભાસ. એમાં સરખામણી હોય પણ ઊંધી! એકમેકથી વિરોધી બાબતો એક જ પદ કે શેરમાં રજૂ કરીને, કવિ અલગ જ રીતે પોતાની વાત કહેવા માંગે છે. અથવા વિરોધનો ભાવ વાપરીને કવિ મૂળ બાબતના…

ગઝલાવલોકન – ૧3 – જ્યાં જ્યાં નજર મારી ઠરે

સુરેશ જાની જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની! માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની! જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની…

ગઝલાવલોકન – ૧૨ – ગઝલમાં સજીવારોપણ

સુરેશ જાની ગઝલ કે ગીતમાં ઉપમા કે રૂપક ઉમેરવાં , એ કવિ પાસે કલ્પના માંગી લે છે. પણ સજીવારોપણ માટે તો કલ્પનાથી ઘણી વધારે માવજત જરૂરી બની જાય છે. નિર્જીવ ચીજમાં જાન રોપી દેવા માટે એક માતાના જેવી કુશળતા આવશ્યક…