Author: Web Gurjari

આપણો કલાત્મક વારસો-આપણી સંસ્કૃતિ – ઐતિહાસિક નગરી ચાંપાનેર

આલેખન – રાજુલ કૌશિક ગુજરાતના પંચમહાલ જિલ્લાના ચાંપાનેર અને પાવાગઢના મૂંગા પથ્થરોએ ગુજરાતને વર્લ્ડ હેરીટેજના નકશા પર મૂકયું છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરે ૩ જુલાઈ, ૨૦૦૪ના રોજ ગુજરાતના ચાંપાનેર અને પાવાગઢને વિશ્વ હેરિટેજ તરીકેનો દરજજો બક્ષી ગુજરાતના ઐૈતિહાસિક અને સાંસ્કૃતિક…

‘ રકીબ સે ‘ નઝ્મનું રસાસ્વાદન

ભગવાન થાવરાણી ઉર્દૂમાં એવા અનેક દિલચસ્પ શબ્દો છે જેના પર્યાય અન્ય ભાષાઓમાં શોધ્યા જડે નહીં. આવો એક શબ્દ છે  ‘ રકીબ ‘. રકીબ એટલે પ્રેમમાં પ્રતિસ્પર્ધી હોય તેવો હરીફ. બીજા શબ્દોમાં, એક જ સ્ત્રીને ( અથવા પુરુષને ) ચાહનારા બે…

સમયચક્ર : પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં

માવજી મહેશ્વરી સામાન્ય રીતે પટોળાની વાત આવે એટલે તરત પાટણ યાદ આવે. વિશિષ્ટ રીતે બનતી પટોળા નામની ગુજરાતી સાડીની હસ્તકલામાં પાટણને ખાસ્સી ખ્યાતિ મળી છે. ફિલ્મના ગીતે તેમા વધારો કર્યો છે. તેમ છતાં એવું નથી કે પટોળા માત્ર પાટણમાં જ…

લ્યો, આ ચીંધી આંગળી : અંબાણી પરિવારનાં છુપાં રત્નો

– રજનીકુમાર પંડ્યા વિશ્વના અને ભારતના માત્ર વ્યાપાર ઉદ્યોગના ક્ષેત્રમાં જ નહીં, પણ સામાન્યમાં સામાન્ય માણસને સ્પર્શે તેવો વ્યાપક ચમત્કાર સર્જનારા ગુજરાતી ધીરૂભાઈ અંબાણીનું અવસાન 6ઠ્ઠી જુલાઈ, 2002 ના દિવસે થયું અને અખબારોએ એમના વિશે ગાડાં ભરાય તેટલું લખ્યું. ક્યાંક…

ગઝલાવલોકન–૨૧, ઊંચકી સુગંધ

સુરેશ જાની ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ એની વેદનાની વાતોનું શું? કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ ઉંઘ છતાં જાગવાનું શું? સુવાસે પડઘાતું આખું આકાશ છતાં ખાલીપો ખખડે ચોપાસ. ઉપવનના વાયરાની  લે છે કોઇ નોંધ? કોણ વિણે છે એકલી સુવાસ? વાયરો…

બોરસળીનો પંખો

ન્હાનાલાલ દલપતરામ કવિ આ ફૂલહાર નથી, ફૂલહિન્ડોળો નથી, ફૂલમંડળી નથી. ફૂલે નથી, પાંખડીઓ છે: શારદમન્દિરે સેવાપૂજા કરતાં વેરાયેલા આત્માનાં ફૂલની પાંખડીઓ. ફૂલપાંખડીઓમાં સુગન્ધ હોય, રેખાઓમાં આછાપાતળા અક્ષરો હોય. પાંખડીઓમાં સુકુમારત્વ હોય, ભભકાર ન હોય. આ તેજ નથી, તેજ‌અણુઓ છે. યજ્ઞકુંડની…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પત્ર નં.૨૩

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ પ્રિય નીના, કેમ છે? ન પૂછું તો પણ જણાઈ આવ્યું કે, તું ખૂબ મઝામાં છે. કારણ કે, આ પત્રમાં એક સાથે તેં ઘણાં બધા વિષયો (સ્ત્રી-સ્વાતંત્ર્ય, સ્ત્રી-પુરુષ સમાનતા, ધર્મ અને સંસ્કૃતિ) છેડ્યા અને વિચારો રજૂ…

મન્ના ડેનાં હાસ્યરસપ્રધાન ગીતો : મેહમૂદ [૧]

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ તેમની આગવી શૈલી અને ભૂલ્યો ન ભુલાય તેવો સ્વર, મન્ના ડેને ‘૫૦ના દાયકાના ચાર મુખ્ય ગાયકો – મોહમ્મ્દ રફી, મુકેશ, તલત મહમૂદ અને કિશોર કુમારના ચતુષ્કોણને પુરુષ ગાયકોના પંચ પરમેશ્વરનું બિરુદ બક્ષવાથી અલગ તારવી રહેતાં…

ફિલ્મીગીતોમાં અંગ્રેજી શબ્દો (૨)

નિરંજન મહેતા આગળના લેખમાં (૨૩.૧૧.૨૦૧૯) આપણે આ વિષયના થોડા ગીતોની મજા માણી હતી. આ લેખમાં હજી વધુ ગીતોનો રસાસ્વાદ લઈએ. ૧૯૮૩મા આવેલી ફિલ્મ ‘હીરો’માં અંગ્રેજી શબ્દોવાળું જે ગીત છે તે છે डिंग दोंग ओ बेबी सिंग सोंग डिंग दोंग ओ…

ગુજરે હૈ હમ કહાં કહાંસે : ૧0) મોરગલનાં ફૂલ સખા મોરગલનાં ફૂલ!

જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના આનંદદાયી અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં…