Author: Web Gurjari

ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ :: ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ – પ્રકરણ ૨૮: ૧૮૫૭: અવધમાં વિદ્રોહ (૧)

દીપક ધોળકિયા દિલ્હીની ઘટનાઓ અને બહાદુરશાહ ઝફરની કેદ સાથે દિલ્હી પર ફરી કંપનીનું રાજ સ્થપાયું. મોગલ સલ્તનત નામ પૂરતી હતી, હવે તેનો રીતસર અંત આવ્યો. આમ છતાં મેરઠના સિપાઈઓ દિલ્હી ન આવ્યા હોત તો દિલ્હીમાં શું થયું હોત? આ રીતે…

ફિર દેખો યારોં : ગરમીથી રક્ષણ કે જીવલેણ રોગોને નિમંત્રણ?

-બીરેન કોઠારી સ્વાસ્થ્ય, પર્યાવરણ, શિક્ષણ, જાહેર પરિવહન સહિત અનેક મુદ્દાઓ વિશેની ચર્ચાને બદલે હવે કયા પક્ષની સરકાર ચૂંટાયા પછી કેટલા રૂપિયા લૂંટાવવાના વચનોની ખેરાત કરશે એના સમાચારોથી અખબારોનાં પાનાં ભરાયેલાં જોવા મળે છે. પક્ષપ્રમુખ ઉમેદવારીપત્રક ભરવા જાય તો પણ વિજયસરઘસનો…

વ્યંગિસ્તાન – ખોવાયેલો બૉલ : તુ કહાં યે બતા

કિરણ જોશી યુનિવર્સિટી ઓફ વોટ્સેપ ભલે કહેતી,’માનવ સમાજની બે કરૂણતાઓ છે:મા-બાપ વિનાનું ઘર અને ઘર વિનાનાં મા-બાપ.’પણ માનવ સમાજની એથીય મોટી કરૂણતા છે બૉલ વિનાનાં શેરી ક્રિકેટરો અને શેરી ક્રિકેટરો વિનાનો બૉલ. ઘર વિનાનાં મા-બાપને ઘર શોધવા માટે દરદર ભટકતાં…

વલદાની વાસરિકા : (૬૮) ‘ગાંધીગીરી’નો ઊંધો એકડો!

– વલીભાઈ મુસા હા, એ દિવસો કેવા હતા! વિદ્યાર્થીકાળના એ અલ્લડ દિવસો! ‘લગે રહો, મુન્નાભાઈ!’ની ગાંધીગીરી તો જીવનના સંધ્યાકાળે એ ચલચિત્ર થકી જ નિહાળી. પ્રત્યક્ષ તો વિશ્વબાપુને નહોતા નિહાળી શકાયા; પણ હા, ૧૯૪૮ની એકત્રીસમી જાન્યુઆરીએ (બાપુની હત્યાના બીજા દિવસે સાંજે)…

વિમાસણ : આનંદ : લક્ષ્યપ્રાપ્તિમાં કે લક્ષ્યપ્રાપ્તિની સફરમાં?

–  સમીર ધોળકિયા આપણે નાના હતા ત્યારથી આ વાર્તા કેટલીય વાર સાંભળી હશે અને તેના તાદૃશ્ય દાખલાઓ પણ આજુબાજુની જિંદગીમાં જોયા હશે. જિંદગીમાં ઘણાને સફળતા કે જિંદગીનું લક્ષ્ય બહુ જલદી મળી જતું હોય છે. કેટલાકને મોડું મળતું હોય છે અને…

સંસ્કૃતિની શોધમાં : ૭ : બૉનની ગલીઓ

પૂર્વી મોદી મલકાણ કાર્નિવલ સ્ટ્રીટ પરથી હું પાછી રૂમ પર આવી અને ભેગી કરેલી તમામ સ્વીટ્સને આગળના પ્રવાસમાં કોઈ બાળકો મળશે તો આપીશ એમ વિચારી ઝિપલોક બેગમાં એકઠી કરી. એ દિવસે મલકાણના આવ્યા બાદ તેમણે સમાચાર આપ્યા કે આપણા પ્રોગ્રામમાં…

મંજૂ ષા : ૨૨. મારો થાક હું જ ઉતારી શકીશ

–  વીનેશ અંતાણી ધારો કે પંચાવનેક વરસની મહિલાનું નામ રેણુકા છે. એ એક સવારે સાડા પાંચનું એલાર્મ વાગે છે તે સાથે જ રોજની જેમ બહુ મોડું થઈ ગયું હોય તેવા ફડકા સાથે બેઠી થાય છે. એને યાદ આવે છે કે…

ટાઈટલ મ્યુઝીક : ૭ : પ્યાસે નૈન (૧૯૮૯)

-બીરેન કોઠારી એક જ સંગીતકાર પોતાના માટે કેટકેટલાં અલગ નામ વાપરી શકે? અને એમાંના કયા નામથી તે જાણીતા બની શકે? વી.જી.ભાટકર તેમનું આદ્યાક્ષરી નામ. આ નામે તેમણે શરૂઆતમાં સંગીત આપ્યું. તેમના નામમાં ‘વી’ એટલે વાસુદેવ. એ મુજબ અમુક ફિલ્મોમાં તેમણે…

શિવાજીની સૂરતની લૂંટ : પ્રકરણ ૧૩ મું : મહારાજ શિવાજીની મોટી કચેરી

ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ શિવાજીની કચેરીમાં જવાનો સમય આવતામાં પ્રાતઃકાળ થયો. પૂર્વમાં ઝળઝળાટ મારતો દિનકર પોતાના પહેરાપર હાજર થયો ને સર્વને જાગ્રત કીધા. મરાઠાઓ થોડા ધણા જોરમાં આવ્યા કે, હવે વખત ઘણો સારો છે. પ્રજારક્ષક સૈન્યના સરદાર ને લશ્કર જરા કચવાયા…

જયા-જયંત : અંક ૨: પ્રવેશ છઠ્ઠો

– ન્હાનાલાલ દલપતરામ કવિ પાત્રપરિચય સ્થલ : ગિરિદેશ, વન, ને વારાણસી. કાલ : દ્વાપર ને કલિની સન્ધ્યા. મુખ્ય પાત્રો : દેવર્ષિ : દેવોના ઋષિરાજ. ગિરિરાજ : ગિરિદેશના રાજવી. જયન્ત : ગિરિરાજનો મન્ત્રીપુત્ર. કાશિરાજ : વારાણસીના રાજવી. વામાચાર્ય : યોગભ્રષ્ટ યોગી.…