તન્મય વોરા

સર્કસમાં વર્ષોથી રિંગ માસ્ટરની નજર હેઠળ તાલીમ પામેલો સિંહ તેમના ઈશારે દહાડતાં દહાડતાં પોતાની અસલી ડણક ભુલી ચૂક્યો હતો. તે ઘરડો થયો એટલે તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો. અહીં તેનો સામનો સાચા સિંહો સાથે થયો. તેમને જોતાં જ તે ડરીને ભાગ્યો. રસ્તામાં એક કૂવો આવ્યો. તેમાંથી પાણી પીવા તેણે ડોકું નાખ્યું. પોતાનું જ પ્રતિબિંબ જોયું ત્યારે તેને સમજાયું કે તે પણ સિંહ જ છે !
લોખંડની સાંકળો તો દેખાય, પણ ભૂતકાળના અનુભવો, આપણી માન્યતાઓ અને માની લીધેલ મર્યાદાઓની માનસિક સાંકળો દેખાતી નથી. નવું જાણવાની / અનુભવવાની જિજ્ઞાસા અને જીવનપર્યંત નવું શીખવાની ધગશ મનના કુવામાં ડોકીયું કરાવડાવીને જાત સાથે ઓળખાણ કરાવે છે.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ
· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com
જાગૃતિ