





નિરંજન મહેતા
આ વિષય પરનો પહેલો લેખ ૧૩.૦૨.૨૦૨૧ના મુકાયો હતો જેમાં ૧૯૬૯ સુધીના ગીતોને આવરી લેવાયા હતા આજના લેખમાં ત્યાર પછીના આ વિષયના વધુ ગીતો વિષે જણાવાયું છે.
૧૯૭૦ની ફિલ્મ ‘પુષ્પાંજલિ’મા ગીત છે
शाम ढले जमुना किनारे किनारे
आजा राधे तोहे शाम पुकारे
આ ગીતના શામ શબ્દ બે અર્થમાં વપરાયો છે. આ ગીતના કલાકાર છે સંજયખાન અને નૈના સાહુ. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે મન્નાડે અને લતાજીના.
૧૯૭૦ની અન્ય ફિલ્મ ‘હમજોલી’નું જે ગીત છે તે પ્રેમીની રજા માંગતું ગીત છે
ढल गया दिन हो गई शाम जाने दो जाना है
બેડમિન્ટનની રમત રમતા જીતેન્દ્રને લીના ચંદાવરકર વિનતી કરે છે..ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. આશા ભોસલે અને રફીસાહેબ ગાયક કલાકારો.
૧૯૭૧ની ફિલ્મ ‘કટી પતંગ’ના આ ગીતમાં સાંજના સમયના અનુભવથી જે ભાવ પ્રગટ થાય છે તે દર્શાવાયા છે.
ये शाम मस्तानी मदहोश किये जाय
मुझे डोर कोई खींचे तेरी और लिए जाय
રાજેશખન્ના પર રચાયેલ આ ગીત આનદ બક્ષીનું છે જેને આર. ડી. બર્મને સંગીત આપ્યું છે અને કિશોરકુમાર ગાયક.
૧૯૭૧ની અન્ય ફિલ્મ ‘આનંદ’નું આ ગીત અત્યંત પ્રખ્યાત છે. સાંજને એક દુલ્હનના રૂપમાં જોઇને ગવાતું આ ગીત છે
कही दूर जब दिन ढल जाए
सांज की दुल्हन बदन चुराए
चुपके से आये
સુંદર શબ્દોના કવિ છે યોગેશ જેને સલીલ ચૌધરીએ સંગીત આપ્યું છે. કલાકાર છે રાજેશ ખન્ના જેને સ્વર મળ્યો છે મુકેશનો.
૧૯૭૪ની ફિલ્મ ‘ઇમ્તિહાન’નું ગીત જુદી જ અનુભૂતિ વ્યક્ત કરે છે.
रोज़ शाम आती थी मगर ऐसी न थी
ગીત તનુજા પર રચાયું છે જેમાં વિનોદ ખન્ના પણ જણાય છે. મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને સ્વર છે લતાજીનો.
૧૯૭૫ની ફિલ્મ ‘ઉલઝન’નું આ ગીત એક કટાક્ષભર્યું છે.
सुबह और शाम काम की काम
क्यों नहीं लेते प्यार का नाम
ગીતમાં સુલક્ષણા પંડિત પોતાની વ્યથા દર્શાવે છે જેના શબ્દો છે એમ.જી..હસમતના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. ગાયિકા લતાજી.
૧૯૭૬ની ફિલ્મ ‘ચિતચોર’નું આ ગીત પ્રેમગીત સમાન છે
जब दीप जले आना जब शाम ढले आना
અમોલ પાલેકર અને ઝરીના વહાબ પર રચાયેલ આ ગીતના રચયિતા અને સંગીતકાર છે રવીન્દ્ર જૈન. યેસુદાસ અને હેમલતા ગાનાર કલાકાર.
૧૯૮૪ની ફિલ્મ ‘સારાંશ’મા એક દર્દભર્યું પાર્શ્વગીત છે
हर घड़ी ढल रही शाम है जिन्दगी
અનુપમ ખેર પર રચાયેલ આ પાર્શ્વગીતનાં ગાયક છે અમિતકુમાર. વસંત દેવના શબ્દો અને અજીત વર્માનું સંગીત.
૧૯૮૫ની ફિલ્મ ‘ઉત્સવ’નું આ મધુર ગીત શેખર સુમન માટે ગવાયું છે સુરેશ વાડકર દ્વારા.
सांज ढले गगन तले
ગીતના શબ્દો છે વસંત દેવનાં અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.
૧૯૮૫ની અન્ય ફિલ્મ ‘સાગર’નું ગીત જોઈએ.
सागर किनारे सांज सवेरे
हलके उजाले हलके अँधेरे
ડિમ્પલ કાપડીઆ પર રચાયેલ આ ગીતના રચયિતા છે જાવેદ અખ્તર જેને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. સ્વર લતાજીનો.
૧૯૮૫ની અન્ય એક ફિલ્મ ‘તવાયફ’મા રતિ અગ્નિહોત્રી એક તવાયાફ્નું પાત્ર ભજવે છે અને મહેફિલમાં ગાય છે
आज की शाम आपके नाम
इस मेंहफ़िल में मेरी महोब्बत
सब को करे सलाम
હસન કમાલના શબ્દોને સ્વર મળ્યો છે આશા ભોસલેનો અને સંગીત આપ્યું છે રવિએ.
૧૯૮૯ની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’નું ગીત એક પ્રેમીનું પ્રેમિકાને આમંત્રણ આપતું ગીત છે.
आजा शाम होने आई
मोसमने ली अंगड़ाई
ભાગ્યશ્રી અને સલમાનખાન પર રચાયેલ આ ગીતના શબ્દો છે અસદ ભોપાલીના અને સંગીત રામ લક્ષ્મણનું. ગાનાર કલાકારો એસ. પી. બાલાસુબ્રમનીયમ અને લતાજી.
૧૯૯૧ની ફિલ્મ ‘લેકિન’નું આ દર્દભર્યું ગીત વિનોદ ખન્ના પર રચાયું છે.
सुरमई शाम इस तरह आये
દર્દભર્યા શબ્દોના રચયિતા છે ગુલઝાર અને હૃદયનાથ મંગેશકરનું સંગીત. સ્વર સુરેશ વાડકરનો.
૨૦૦૨ની ફિલ્મ ‘કર્ઝ- ધ બરડન ઓફ ટ્રુથ’
शाम भी खूब है पास महेबुब है
ज़िंदगी के लिए और क्या चाहिए
સુનીલ શેટ્ટી, શિલ્પા શેટ્ટી અને સની દેઓલ આ ગીતના કાલાકરો છે. સમીરના શબ્દો અને સંજીવ દર્શનનું સંગીત. ગાનાર કલાકારો કુમાર સાનુ, ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક.
૨૦૧૦ની ફિલ્મ ‘ચેઝ’નું ગીત છે
शाम की गुलाबी वादिओमे
जुगनू जब भी टिमटिमाते है
આ એક પાર્શ્વગીત છે જેના કલાકાર છે અનુજ સકસેના અને ઉદિતા ગોસ્વામી. ગીતના શબ્દો છે મંથનનાં અને સંગીત વિજય વર્માનુ. શાન અને શ્રેયા ઘોસલ ગાનાર કલાકારો.
૨૦૧૦ની ફિલ્મ ‘દબંગ’મા પણ એક પ્રેમીનું ગીત છે.
ताकते रहेते तुज को सांज सवेरे
नैनो में हाये नैनो में हाये
આ પાર્શ્વગીત સલમાનખાન પર રચાયું છે જે સોનાક્ષી સિંહાને ઉદ્દેશીને ગવાયું છે. ફૈઝ અનવરના શબ્દોને સંગીત આપ્યું છે સાજીદ વાજીદે અને મધુર સ્વર છે રાહત ફતેહ અલી ખાનનો.
લેખમાં બને તેટલા ગીતોને સમાવવાનો પ્રયાસ કર્યો છે પણ કદાચ અધુરો જણાય તો ક્ષમસ્વ.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
સરસ સિલેક્શન. મઝા આવી,