





નિરંજન મહેતા
ફિલ્મોમાં સાંજનું વાતાવરણ ગીતો માટે પ્રેરણારૂપ બને છે અને બહુ સુંદર ગીતો સાંભળવા મળે છે. તેમાંના થોડાક દર્દભર્યા તો કેટલાક રમ્ય ગીતો હોય છે. તેમાંના કેટલાકનો રસાસ્વાદ આ લેખ દ્વારા માણશો.
સૌ પ્રથમ ૧૯૪૪ની ફિલ્મ ‘જવારભાટા’નું એક ગીત જેનો ફક્ત ઓડીઓ પ્રાપ્ત છે.
सांज की बेला पंछी अकेला
આ દિલીપકુમારની પહેલી ફિલ્મ હતી. નરેન્દ્ર શર્માનાં શબ્દોને અનિલ બિશ્વાસનું સંગીત પ્રાપ્ત થયું છે જેના ગાયક છે અરુણકુમાર. જો કે આનો ફક્ત ઓડીઓ જ મળ્યો છે.
૧૯૫૦ની ફિલ્મ ‘સમાધી’નું ગીત છે
अभी शाम आएगी निकलेगे तारे
નલીની જયવંત પર રચાયેલ આ ગીતના ગીતકાર છે રાજીન્દર કૃષ્ણ. સી. રામચંદ્રનું સંગીત અને લતાજીનો સ્વર.
૧૯૫૧ની ફિલ્મ ‘અલબેલા’નું આ ગીત ૭૦ વર્ષે પણ હજી પ્રચલિત છે અને ગવાય છે.
शाम ढले खिड़की तले तुम सिटी बजाना छोड़ दो
છેડછાડભર્યા આ યુગલ ગીતના કલાકારો છે ગીતાબાલી અને ભગવાન. શબ્દો રાજીન્દર કૃષ્ણનાં અને સંગીત સી. રામચંદ્રનું. લતાજી અને સી. રામચંદ્ર ગાયક કલાકારો.
૧૯૫૧ની અન્ય ફિલ્મ ‘તરાના’નું એક વિરહ ગીત
एक मै हु एक मेरी बेकशी की शाम है
દિલીપકુમાર આ ગીતના કલાકાર છે. કૈફ ઈરફાનનાં શબ્દો અને અનિલ બિશ્વાસનું સંગીત. દર્દભર્યો સ્વર તલત મહેમુદનો.
ફરી એકવાર એક વિરહ ગીત ૧૯૫૩ની ફિલ્મ ‘ફૂટપાથ’નું જે દિલીપકુમાર પર જ રચાયું છે.
शाम ऐ गम की कसम आज गमगीन है गम
आ भी जा भी जा आज मेरे सनम
શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત ખૈયામનું. દર્દભર્યો સ્વર તલત મહેમુદનો
તો ૧૯૫૩ની અન્ય ફિલ્મ ‘આહ’મા નાયિકા વિરહને કારણે કહે છે
ये शाम की तन्हाइया ऐसे में तेरा गम
કલાકાર નરગીસ અને સ્વર લતાજીનો. ગીતના શબ્દો શૈલેન્દ્રના અને સંગીત શંકર જયકિસનનું.
૧૯૫૪ની ફિલ્મ ‘બાદશાહ’નાં આ ગીતમાં મુખડા પછીના શબ્દો છે
ये शाम की बेला ये मधुर मस्त नज़ारे
बैठे रहे हम तुम बांहों के सहारे
ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓ પ્રદીપ કુમાર, ઉષા કિરણ અને માલા સિંહાની હતી. આ ગીતમાં સાંજના મધુર વાતાવરણને લઈને પ્રેમી યુગલ પોતાની લાગણી વ્યક્ત કરે છે જેના શબ્દો છે હસરત જયપુરીના. લતાજી અને હેમંતકુમારે ગાયેલ આ ગીતના સ્વરકાર છે શંકર જયકિસન.
આ ગીતની મૂળ વિડીયો ક્લિપ્ની બદલે બીજી ક્લિપ અપલોડ કરાઇ છે.
૧૯૬૦ની ફિલ્મ ‘કાલાબાઝાર’નું આ ગીત સાંજના રમ્ય વાતાવરણમા બે પ્રેમીઓ વચ્ચે થતી લાગણીની આપલે દર્શાવે છે.
सांज ढली दिल की लगी थक चली पुकार के
દેવ આનંદ અને વહીદા રહેમાન પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીત છે સચિન દેવ બર્મનનું જે આશા ભોસલે અને મન્નાડેએ ગાયું છે.
૧૯૬૪ની ફિલ્મ ‘દોસ્તી’ બે મિત્રો વચ્ચેની લાગણીને દર્શાવે છે.
चाहूँगा मै तुझे सांज सवेरे
फिर भी कभी अब नाम को तेरे
आवाज़ न दूंगा
સુધીરકુમાર અને સુરેશકુમાર આ ફિલ્મમાં દોસ્ત છે. ગીતના શબ્દો મજરૂહ સુલતાનપુરીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. રફીસાહેબનો સ્વર.
૧૯૬૪ની અન્ય ફિલ્મ ‘સાંજ ઓર સવેરા’મા ફરી એકવાર બે પ્રેમીઓની વાત છે
यही है वो सांज और सवेरा
जिस के लिए तडपे हम सारा जीवन
ગીતના કલાકારો ગુરુદત્ત અને મીનાકુમારી જેના શબ્દો છે હસરત જયપુરીનાં અને સંગીત શંકર જયકિસનનું. સ્વર છે આશા ભોસલે અને રફીસાહેબનાં.
૧૯૬૪ની જ વધુ એક ફિલ્મ ‘જહાંઆરા’મા ફરી વાર એક વિરહ ગીત.
फिर वोही शाम वोही गम वोही तन्हाई है
दिल को समजाने तेरी याद चली आई है
ભારત ભૂષણ પર રચાયેલ આ ગીતને દર્દભર્યો સ્વર મળ્યો છે તલત મહેમુદનો. રાજીન્દર કૃષ્ણના શબ્દો અને મદનમોહનનું સંગીત.
૧૯૬૪ની વધુ એક ફિલ્મ ‘ચા ચા ચા’મા મુખડા પછીના શબ્દો છે
सुबहा न आई शाम न आई
जिस दिन तेरी याद न आई
નિરજના શબ્દોને ઇકબાલ કુરેશીનું સંગીત મળ્યું છે. આ એક પાર્શ્વગીત છે જેમાં ચંદ્રશેખર અપંગ હેલનને પોકારે છે અને ગીતના પ્રભાવમાં હેલન પહેલા ઉઠીને કાખઘોડી લઈને જાય છે અને ગીતના અંતે ચાલતી ચાલતી મળવા જાય છે.
૧૯૬૪ની અન્ય એક ફિલ્મ ‘શગુન’નું ગીત સાંજના વાતાવરણને રમ્ય શબ્દોમાં વર્ણવે છે.
परबतो के पेडो पर शाम का बसेरा है
सुरमई उजाला है चम्पई अँधेरा है
આલ્હાદક દ્રશ્યો વર્ણવતું આ ગીત કમલજીત અને વહીદા રહેમાન પર રચાયું છે. ગીતના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત ખય્યામનું. સ્વર છે સુમન કલ્યાણપુર અને રફીસાહેબના.
૧૯૬૬ની ફિલ્મ ‘દુલ્હન એક રાત કી’નું એક મધુર ગીત
एक हसीन शाम को दिल मेरा खो गया
કલાકાર ધર્મેન્દ્ર. રાજા મહેંદી અલી ખાનનાં શબ્દો અને સંગીત મદનમોહનનું જેને મધુર સ્વર મળ્યો છે રફીસાહેબનો.
૧૯૬૮ની ફિલ્મ ‘મેરે હમદમ મેરે દોસ્ત’
हुई शाम उन का ख़याल आ गया
वही जिंदगी का सवाल आ गया
આ દર્દભર્યું ગીત પણ ધર્મેન્દ્ર પર રચાયું છે જે શર્મિલા ટાગોરની યાદ આવતા ગાય છે. ગીતના શબ્દો મજરૂહ સુલતાનપુરીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર રફીસાહેબનો.
૧૯૬૯ની ફિલ્મ ‘ખામોશી’નું ગીત છે
वो शाम कुछ अजीब थी
હોડીમાં સવાર રાજેશ ખન્ના આ ગીત ગાય છે જેના શબ્દો છે ગુલઝારના અને સંગીત હેમંતકુમારનું. ગીતને સ્વર મળ્યો છે કિશોરકુમારનો.
૧૯૬૯ની અન્ય એક ફિલ્મ ‘ચિરાગ’મા સુનીલ દત્ત આશા પારેખની સુંદર આંખોને જોઈ કહે છે.
तेरी आँखों के सिवा दुनिया में रख्खा क्या है
ये उठे सुबह चले ये झुके शाम ढले
મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે મદનમોહને અને સ્વર છે રફીસાહેબનો.
લેખની મર્યાદાને કારણે આ લેખમા ૧૯૬૯ સુધીના ગીતોનો ઉલ્લેખ છે. ત્યાર પછીના ગીતોનો હવે પછીના લેખમાં સમાવેશ કરાશે.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
શામ પરના સુંદર ગીતો યાદ કરાવી દીધા.
આભાર