





ભગવાન થાવરાણી

ગુલામ અલી અને જગજીત સિંહના કંઠમાં ઈબ્ન-એ-ઈંશા સાહેબની આ ગઝલ કયા ગઝલ-પ્રેમીએ નહીં સાંભળી હોય ?
કલ ચૌદવીં કી રાત થી શબ ભર રહા ચર્ચા તેરા
કુછ ને કહા યે ચાંદ હૈ કુછ ને કહા ચેહરા તેરા..
ઈબ્ન-એ-ઈંશા ( ઈબ્ન = પુત્ર, ઈંશા = લેખન ) શેર મુહમ્મદ ખાનનું તખલ્લુસ હતું. એમની રચનાઓ વાંચીને એવું લાગે જાણે અમીર ખુસરોએ ફરી જનમ લીધો હોય ! જેટલા ઉમદા શાયર એવા જ ઊંચા ગજાના વ્યંગકાર પણ. જૂઓ, એમના આ શેરમાં શબ્દોનું પુનરાવર્તન કેવા સૌંદર્યનું નિર્માણ કરે છે :
હમ ભૂલ સકે હૈં ન તુજે ભૂલ સકેંગે
તૂ યાદ રહેગા હમેં, હાં યાદ રહેગા ..
પરંતુ શરુઆતમાં ટાંક્યો એ શેરવાળી એમની લોકપ્રિય ગઝલનો જે શેર મને બાગ-બાગ કરી મૂકે છે તે આ :
કૂચે કો તેરે છોડ કર જોગી તો બન જાએં મગર
જંગલ તિરે પરબત તિરે બસ્તી તિરી સહરા તિરા..
કોઈને છોડી, ત્યાગીને જંગલો, પર્વતો, અજાણી વસાહતો કે સહરાઓમાં પહોંચીએ પણ એ બધી જગ્યાઓ એની જ હોય જેનાથી છુટકારો ઈચ્છ્યો હતો તો ! પછી તો જેની જેવી મરજી કે એને પ્રેમી માને છે કે પરમેશ્વર ! કશો ફરક નથી પડતો.
કોઈ અજ્ઞાત શાયરે (ના જી. એ ગાલિબ નથી !) આ જ વાત આવી રીતે બયાન કરી છે :
ઝાહિદ શરાબ પીને દે મસ્જિદ મેં બૈઠ કર
યા વો જગહ બતા દે જહાં પર ખુદા ન હો..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
કૂચે કો તેને છોડકર…ખૂબ જ સરસ શેર.
સરસ વિવરણ….
આભાર કમલેશભાઈ !
અદ્ભૂત વિવરણ… અને શેર પસંદગી નો આપનો અંદાઝ પણ…..ખરેખર આ શેર અદ્વિતીય છે.. Thanks…..
ખૂબ ખૂબ આભાર ઉર્મિલા જી !