અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર: પ્રસ્તાવના

Facebooktwitterredditpinterestlinkedinmail

દર્શા કિકાણી

પ્રસ્તાવના

છઠ્ઠા ધોરણમાં ભણતો હતો ત્યારે શ્રી કાકાસાહેબ કાલેલકરનો એક પાઠ ભણવામાં આવતો હતો. કાકાસાહેબના પ્રવાસ વર્ણન બહુ જ વખણાતાં. આ પાઠમાં કાશી યાત્રાધામનું વર્ણન આવતું હતું જેમાં તેઓ શ્રી લખતા કે કાશી સ્ટેશન આવતા પહેલા એક પૂલ પર થઈ ટ્રેન પસાર થતી હતી. પૂલની નીચે ઘણાં લોકો હતાં અને એમનો બણબણાટ જાણે કે મધપૂડાની માખીઓ ગણગણે તેવો લાગતો હતો… શ્રી કાકાસાહેબની અસલી વર્ણનશક્તિ એટલી આબેહૂબ હતી કે જો શ્રદ્ધા- પૂર્વક આંખ બંધ કરીને કલ્પના કરો તો તમને અસલી અનુભૂતિ કરી રહ્યાનો આભાસ જરૂરથી થાય. 

દર્શા કિકાણી, જેને હું  મારા સી. એન. વિદ્યાવિહારના અભ્યાસકાળથી ઓળખું છું, મારા માટે એક કુટુંબી જેટલી મહત્વની વ્યક્તિ છે. એમના પ્રવાસવર્ણન વાંચીને – સત્ય કહીશ – મને સાહિત્યના વરિષ્ઠ શ્રી કાકાસાહેબની યાદ આવી ગઈ  અને  જાણ્યે-અજાણ્યે તેમના વર્ણન સાથે બહુજ ભાવવાહી સરખામણી થઈ ગઈ. મારામાં છૂપાયેલા  એક બાળકે છઠ્ઠા ધોરણમાં વાંચેલા અને  ભણેલા પાઠને યાદગીરીના કોઈ ખૂણામાંથી ફરી પાછો તાદ્રશ કરે તેવું વર્ણન દર્શાના પ્રસ્તુત પુસ્તકમાં છે.

ઘણા બધા પ્રસંગો, મિત્રો અને સગાવહાલાના મિલનના અવસરો, બારીકીથી અવલોકન કરેલાં અમેરિકાનાં સ્થળો અને તેનાં આબેહૂબ વર્ણન આ પુસ્તકની ખાસિયત છે. મારા વ્યવસાયે મને પણ ભારત દેશની બહાર જવાની તક આપી છે, પરંતુ ક્યારેય એ વિચાર ના આવ્યો કે હું  થોડું તો લખું! બહાના ઘણાં છે પણ લગનની ખોટ છે. આ પુસ્તક વાંચતા આપણે જરૂરથી કલ્પના કરતા થઈ જઈએ કે જગત જમાદાર અમેરિકા કેટલું સુંદર હશે અને ત્યાં  વસેલાં આપણાં મિત્રો અને કુટુંબીઓ આપણને એક સ્વજન તરીકે કેટલો આદર આપે છે!  

કહેવાય છે કે જાણ્યા કરતા જોયું  ભલું ! અગર જોવાનો અવસર ના સાંપડ્યો હોય તો દર્શાનું આ પુસ્તક આપને જાણવા અર્થે સર્વ સંપન્ન સાબિત થશે. દર્શાની લગન બેનમૂન છે. આ પ્રસ્તાવના લખવાનું મને ઘણા સમય પહેલા દર્શાએ કહેલું, એનો હક્ક છે, પણ કોરોનાની મહામારીમાં વ્યવસાયિક દબાણ હેઠળ મોડું થઈ ગયું. કદાચ આપ સુધી પહોંચવામાં પણ મોડું થયું. ક્ષમા યાચના. 

દર્શાએ કરેલ વર્ણન એટલાં બારીક છે કે જો બારીકાઈથી વાંચશો તો આંખ બંધ કરીને આપ એજ અનુભૂતિ કરી શકશો કે જે મેં શ્રી કાકાસાહેબની કાશી યાત્રાના વર્ણન વખતે કરી હતી. 

સાભાર, વિરમુ.

પિનાકીન પુજારા

૦૫/૦૮/૨૦૨૦


ક્રમશઃ


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

8 comments for “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર: પ્રસ્તાવના

 1. Rajesh
  January 15, 2021 at 10:12 pm

  What a beautiful forward!!! You have raised expectations to a new high! I sure everyone would feel the vibes you have described and experienced. Looking forward!

 2. Darsha Kikani
  January 15, 2021 at 10:23 pm

  વાહ, બહુ સરસ પ્રસ્તાવના, પિનાકીન!
  Worth waiting for!

  • Ketan Patel
   January 16, 2021 at 12:51 am

   પિનાકીન ભાઈ દ્વારા ખરેખર સુંદર પ્રસ્તાવના.
   જેઓએ અમેરીકાના પ્રવાસની પૂર્વભૂમિકા વાંચી છે તેઓ આ પ્રસ્તાવના સાથે સંપુર્ણપણે સહમત થશે.
   આતુરતા વધતી જાય છે…

   • Darsha Kikani
    January 16, 2021 at 9:40 am

    Thanks, Ketan!

 3. ડો. દિલીપ પુજારા
  January 16, 2021 at 7:21 am

  અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર: પ્રસ્તાવના
  દર્શા અને રાજેશ કિકાણી ના સહ પ્રવાસી તરીકે માણેલી આ સાચા અર્થ માં “સ્વપ્નિલ સફર” ના વર્ણનાત્મક રૂપ નો ઇંતેજાર ભાઈ પિનાકીને વધારી દિધો … દર્શાબેન આખા દિવસ ની થાકી જવાય એવી રઝળપાટ પછી પણ દિવસ ની સમીક્ષા લખવા નું ક્યારેય ન ચૂકે. આવી એમની લેખન પ્રવૃત્તિ પ્રત્યે ની લગન એમના પ્રવાસ વર્ણનો ને ઉત્કૃષ્ટ કક્ષા એ પહોંચાડે છે.

  • Darsha Kikani
   January 16, 2021 at 4:42 pm

   Thanks, Dilipbhai and Pinakin!

   The tour was interesting because of you and Rita! The write up has become more interesting because of Pinakin! Kudos! 👍👍

 4. Jayendra Shah
  January 16, 2021 at 10:05 am

  Very nice “Prathavana” by Pinakin! Eager to read more.

  • Darsha Kikani
   January 16, 2021 at 4:43 pm

   Thanks, Jayendrabhai!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *