





તન્મય વોરા

મઠમાં રહેતી બીલાડી દરરોજ સાધુઓને ધ્યાનમાં વિક્ષેપ પાડતી. ગુરૂએ આજ્ઞા કરીકે સાંજના ધ્યાનના સમયે બીલાડીને બાંધી દેવી. વર્ષો પછી, ગુરુનાં મૃત્યુ પછી પણ બીલાડીને સાંજે સાંજે બાંધી જ રખાતી. પછી તો એ બીલાડી પણ ગુજરી ગઈ. એટલે તેની જગ્યાએ બીજી બીલાડીને પકડીને બાંધી દેવાનું શરૂ થયું. વર્ષો અને સદીઓ જવાની સાથે આશ્રમના વિદ્વાનોએ ધ્યાનના સમયે બીલાડીને બાંધી રાખવાનાં આધ્યાત્મિક કારણો અને તેના ફાયદાઓ પર અનેક વિદ્વતાપૂર્ણ ગ્રંથો પણ લખ્યા.
સંસ્થાઓમાં, અને જીવનમાં પણ, કારણ સમજ્યા વિના જ પરંપરા પાલન સંસાધનોના વ્યયનો મહત્ત્વનો સ્રોત બની જતો હોય છે. બદલતા જતા સંદર્ભની સાથે આપણી વિચારસરણી પ્રક્રિયા પણ તેને અનુરૂપ વિકસતી રહેવી જોઈએ.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ
· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com