વારાણસી- ‘શિવ’માંથી ‘શંકર’ બનેલ મહાદેવનું ‘ઘર’ : પૂર્વ તૈયારીઓ અને પ્રથમ દર્શન

Facebooktwitterredditpinterestlinkedinmail

દર્શા કિકાણી

વારાણસીનો કંકર કંકર,
ભક્તોને મન શંકર શંકર !
તિમિર ભર્યું છે અંદર અંદર,
અજવાળો મમ અંતર અંતર !
ના જાણું હું જંતર મંતર,
કૃપા કરો હે શંકર શંકર !

એક દિવસ સવારે છાપામાં ‘અમદાવાદ-વારાણસી-અમદાવાદ’  વિમાન સફરની લોભામણી જાહેરખબર વાંચી. સપ્તાહમાં બે વાર ફ્લાઈટ અમદાવાદથી વારાણસી જતી. સફરનો સમય બપોરનો ચાર વાગ્યાનો અને સફર માત્ર બે કલાકની. તે જ ફ્લાઈટ વારાણસીથી તરત  અમદાવાદ પાછી ફરતી. કિંમત વાજબી હતી. જાહેરખબરનું પાનું મેં પતિદેવ રાજેશને બતાવ્યું. વર્ષોથી  હિંદુ સંસ્કૃતિના પરમધામ સમા વારાણસી જવા વિચારેલું પણ સંજોગો અનુકૂળ ન હોય એટલે તે એક સપનું બની રહી ગયેલું. વારાણસીની કેટલીય દંતકથાઓ વાંચેલી, સાંભળેલી. અવારનવાર પરદેશથી આવતાં પ્રવાસીઓ પણ કાયમ વારાણસી જવા ઇચ્છા રાખે, એટલે એક ગ્લેમર ‘વારાણસી’ નામ સાથે જોડાયેલ. વળી ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં રાજકીય રંગ પણ વારાણસી પર ચડેલો તે વધુમાં!

વિમાન-સફરની વિગતો વાંચી અમે બંને ઉત્સાહમાં આવી ગયાં. વળી કુંભનો મેળો પણ ચાલતો હતો. તે લાભ પણ અનાયાસ મળશે એમ વિચાર્યું. પછી તો વારાણસીની માહિતી નેટ ઉપર શોધવી શરૂ  કરી. ‘વારાણસી’ પ્રવાસના સ્થાન તરીકે દેશી પ્રવાસીઓ કરતાં પણ  વિદેશી પ્રવાસીઓમાં વધુ લોકપ્રિય છે. રહેવા, ફરવા, ખાવા-પીવા, દર્શન કરવા…. બધી સગવડોની માહિતી અને બુકિંગ ઓન-લાઈન ઉપલબ્ધ છે, અનેક વિકલ્પો સાથે! એક પછી એક સગવડો શોધતાં ગયાં. રહેવા માટે નાની નોન એ.સી. હોટલોથી શરૂ કરી બાદશાહી ફાઈવસ્ટાર હોટલો સુધીના વિકલ્પો આંગળીનાં ટેરવે હાજર! પણ અમને કોઈએ ‘હોમ-સ્ટે’ એટલે કે કોઈ સ્થાનિક ગૃહસ્થને ઘેર પ્રવાસીઓને રહેવાની સગવડ મળે તો ત્યાં રહેવાની ભલામણ કરી હતી. ‘હોમ-સ્ટે’ના પણ અસંખ્ય વિકલ્પો હાજર હતા. નેટ ઉપરથી જ જરૂરી માહિતી એકઠી કરી. બીજા પ્રવાસીઓના મંતવ્યો વાંચ્યાં.  રાજેશે એક ઘેર ફોન કર્યો. વાતચીત કરવામાં બહુ મઝા આવી નહીં. બીજો નંબર લગાડ્યો. બહુ સરળતાથી વાત આગળ વધી. એક જ દિવસ માટે અત્યારે પેમેન્ટ કરવાનું હતું. બાકીનું ત્યાં ગયાં પછી. સવારના ચા-પાણી-નાસ્તા સાથે રહેવાની સગવડ હતી. બાકી આસપાસ ફરવા માટે ગાડીની, એરપોર્ટ લાવવા-મૂકવા ટેક્ષીની, ગંગા આરતી માટે હોડીની, ગલી-ગલીમાં ભમવા માટે સ્થાનિક ગાઈડની એવી બીજી ઘણી સગવડો તેમની પાસે હતી, પણ દરેક સગવડ માટે  તમારે અલગથી ચાર્જ આપવો પડે. જો કે આવી સ્પષ્ટતા આગળના પ્લાનિંગ માટે ઘણી જરૂરી હોય છે.  અમે એક રાત રહેવાનું બુકિંગ કરાવી દીધું. વિમાન-સફરની ‘અમદાવાદ-વારાણસી-અમદાવાદ’ની ટિકીટો બુક કરાવી દીધી. ગુરુવારે બપોરે ચાર વાગે અમદાવાદથી નીકળી સોમવારે રાત્રે પાછાં અમદાવાદ આવવાની ટિકીટો લીધી હતી.

લોકલ સાઈટ સીઈંગ અને પગપાળા ફરવા માટે ‘રૂબરૂ’ નામની સંસ્થા સાથે વાત કરી. તેમની સગવડો એકદમ પ્રોફેશનલ લાગતી હતી. જોકે ભાવ ડોલરમાં હતા! રહેવાની સગવડ નક્કી કરી લીધી હતી એટલે સ્થાનિક યજમાનની સલાહ સારી મળતી હતી. તેમની સલાહ મુજબ અમે ઓન-લાઈન દર્શન અને પૂજા તથા અભિષેક વગેરેની વ્યવસ્થા કરી લીધી. મંદિરની ઓન-લાઈન સગવડો બહુ સારી લાગી. બધાં પેમેન્ટ પણ ઓન-લાઈન બહુ સહેલાઈથી થઈ ગયાં અને રસીદોના પ્રિન્ટ-આઉટ પણ ઘરે જ કાઢી લીધાં. અમે તો ચાર જ કલાકમાં જાણે વારાણસી જવા તૈયાર થઈ ગયાં. ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતાં કરતાં એટલો તો ખ્યાલ આવી જ ગયો કે કુંભમાં જવાની અને બીજી સગવડો ત્યાં જઈને સરળતાથી  થઈ શકશે. વળી અમારા યજમાન પણ સગવડો પૂરી પાડવામાં કાબેલ લાગતા હતા. વારાણસી માટેની આટલી તૈયારી કરી અમે અમારી પર્સનલ તૈયારીમાં લાગી ગયાં.

ફેબ્રુઆરી-માર્ચના દિવસો હતા અને ઠંડીની વકી હતી એટલે ગરમ કપડાં લીધાં. પાંચ-છ દિવસ માટે પ્રવાસને અનુકૂળ કપડાં, દવાઓ, થોડા નાસ્તા વગેરે ભેગું કરી લીધું. એક પાડોશીનું પિયર વારાણસીમાં, એટલે તેમની પાસેથી પણ ઘણી માહિતી મળી રહી. નેટ પર તો વારાણસીની ઢગલો માહિતી મળી… મંદિર, ગંગા-ઘાટ, ગંગા-આરતી, ગંગામાં નૌકા-વિહાર, ત્યાંની કુંજ ગલીઓ, ત્યાનું પ્રખ્યાત ચાટ, લિસ્ટ તો લાંબુ થતું જ ગયું! મને શોપિંગનો શોખ ઓછો પરંતુ શોપિંગ માટે પણ વારાણસી લોકપ્રિય સ્થળ છે!  

જોતજોતામાં ગુરુવાર તો આવી ગયો! અમે સમયસર એરપોર્ટ પહોંચી ગયાં. સામાન બહુ હતો નહીં એટલે ચેક-ઈન પણ સરળતાથી પતી ગયું. કલાક મળ્યો વારાણસીની માહિતી વાગોળવાનો! ઉત્તર પ્રદેશનું પવિત્ર વારાણસી શહેર વિશ્વનાં સૌથી વધુ પ્રાચીન શહેરોમાંનું એક છે.  બનારસ કે કાશી નામે પણ ઓળખાતું તે પ્રસિદ્ધ શહેર માત્ર હિંદુ ધર્મ નહીં પણ બૌધ્દ્ધ અને જૈન ધર્મોનું પણ મોટું ધામ ગણાય છે. કબીરપંથીઓ માટે પણ વારાણસીનું  મહત્ત્વ ખરું. વારણા અને અસિ નામે બે નદીઓની વચ્ચે વસેલું શહેર એટલે વારાણસી! પુરાણોમાં કાશી નામે વારાણસીનો સંદર્ભ મળે છે. કહેવાય છે કે ૫૦૦૦ થી પણ વધુ વર્ષો પહેલાં શિવે આ કળા-નગરી અને વિદ્યા-નગરી એવી કાશી વસાવેલી.

સમય થતાં અમારી ફ્લાઈટ ઊપડી. કોઈ પણ લોકલ વિમાની સફર જેવી બે કલાકની સામાન્ય સફર રહી. અમે લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતર્યાં ત્યાં તો યજમાને મોકલેલ ટેક્ષી-ડ્રાઈવરનો  ફોન આવી ગયો. એરપોર્ટ નાનું અને સાવ સામાન્ય હતું. ઇન્ટરનેશનલ પ્રવાસીઓ ઘણાં રહેતાં હશે પણ એરપોર્ટમાં કોઈ નવિનતા હતી નહીં. ટેક્ષી-ડ્રાઈવર તરત જ મળી ગયા અને અમે સરળતાથી વારાણસી શહેર બહારના ઔદ્યોગિક વિસ્તારમાં  આવી ગયાં. એરપોર્ટ શહેરથી ૨૫-૩૦ કી.મિ. દૂર છે. શિયાળાના ટૂંકા દિવસને લીધે અંધારું જલદી થઈ ગયું હતું. વારાણસી શહેરની પહેલી સીટી રાઈડ અમારી ધારણા મુજબની ના રહી. ટેક્ષી-ડ્રાઈવર યજમાને જ મોકલેલ હતા એટલે ઘર સામે લાવીને જ ટેક્ષી ઊભી રાખી. મોટા આર્મી ઓફિસરનો ઊંચીકોટવાળો મોટો જૂનો બંગલો હતો. માલિક બદલાયા હતા પણ નામ અને ઠાઠ તો જૂનાં જ હતાં.

ટેક્ષી આવવાનો અવાજ સાંભળી યજમાન બહાર આવી ગયા. નાના બગીચામાં થઈ લાઈનસર આવેલી ચાર રૂમમાંથી અમને છેલ્લી રૂમ પર લઈ ગયા. સામાન બહાર જ હતો ત્યાં ડીનર માટે પૂછી લીધું અને આવતી કાલના પ્રોગ્રામ માટે થોડી માહિતી આપી દીધી. આસપાસના વિસ્તારની જરૂરી માહિતી આપી અને રાતના મોડે સુધી ફરવામાં પણ કોઈ તકલીફ નથી તેમ જણાવ્યું. યજમાનનું કુટુંબ પહેલા માળે રહેતું હતું. જમવાની વ્યવસ્થા પણ ત્યાં જ હતી.  રૂમ  ખોલી સામાન લઈ અમે અંદર રૂમમાં આવ્યાં. શું ભવ્ય રૂમ હતો! જૂનું બાંધકામ જ કાયમ રાખ્યું હતું. ૨૮-૩૦ ફૂટ લાંબો અને ૧૦ ફૂટ પહોળો રૂમ ત્રણ ભાગમાં વહેંચાયેલો હતો. પહેલા ભાગમાં બેસવાની સુંદર વ્યવસ્થા હતી. પછી ડબલ બેડ અને છેલ્લે સામાન મૂકવાની વ્યવસ્થા અને યુટીલીટી એરિયા તથા બાજુમાં બાથરૂમ. ફર્નીચર જૂના સમયનું એન્ટીક સ્ટાઈલમાં હતું. રંગ-રોગાન અને લાઈટ વગેરે સાંપ્રત સ્ટાઈલમાં હતું. રહેવાની વ્યવસ્થા જોઈ અમે ખુશ ખુશ થઈ ગયાં. સામાન મૂકી ફ્રેશ થઈ અમે તો વારાણસીમાં ફરવા નીકળી પડ્યાં. રાત તો પડી જ ગઈ હતી પણ રેસીડેન્સીઅલ વિસ્તાર હતો એટલે જરાય બીક જેવું ન હતું. અમદાવાદની નાની-નાની પોળ જેવી ગલીઓ હતી. ગલીમાંથી મુખ્ય રસ્તા પર આવી અમે લગભગ ૩ કી.મિ. પગપાળા ચાલી વારાણસીની પહેલી ઝલક મેળવી લીધી. જો કે હજી સુધી કંઈ એટલું નવિન કે ઉત્તેજક દેખાયું ન હતું.

કાશી વિશ્વનાથ મંદિર અને કબીર આશ્રમ :

સવારે નાહી-ધોઈ તૈયાર થઈ ગયાં. કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અને અભિષેક માટે ૧૧.૦૦ વાગે જવાનું હતું. જરાક વહેલાં પહોંચાય તો આસપાસ બધું જોવા મળે તેવી લાલચ હતી. અમે નાસ્તો કરવા યજમાનને ઘેર ગયાં. રસોડાની બહાર ૧૨-૧૪ માણસો બેસી શકે તેવો મોટો ડાઈનીંગ રૂમ હતો. બે વિદેશી પ્રવાસીઓ દેશી નાસ્તો કરી રહ્યાં હતાં. ગરમાગરમ સ્ટફ પરાઠા અને દહીં, ટોસ્ટ-બટર અને જ્યુસ, ચા-દૂધ-કૉફી, કોરા નાસ્તા અને ફળો….. યજમાને જ પેટ ભરીને નાસ્તો કરી લેવાની સલાહ આપી જેથી આખો દિવસ ફરી શકાય અને બપોરે બહાર ખાવું ન પડે. યજમાન એટલે કે હરીશભાઈ. તેઓ આઈ.આઈ.ટી. માં ભણેલા એટલે રાજેશ સાથે તરત જ પીચ પડી ગઈ.  હરીશભાઈ સિંધી અને પાછા વેપારી એટલે વાતચીતમાં  એકદમ કુશળ. વિદેશી પ્રવાસીઓથી તેમનું ઘર ધમધમે, એટલે ‘સારામાં સારી સર્વિસ આપી યોગ્ય દામ લેવા’ તેવી તેમની વેપારી પોલીસી. ક્યાંય કશી કચાશ દેખાય નહીં.

નાસ્તો કરીને મંદિર જવા નીકળ્યાં. ચાલીને મુખ્ય રસ્તા પર આવી અમે રીક્ષા કરી લીધી. પણ રીક્ષા તો થોડે સુધી જ ચાલી! બધા રસ્તાઓ વાહનો માટે બંધ છે. જ્યાં જવું હોય ત્યાં પગપાળા જ જવું પડે. ઠેર ઠેર પોલીસ વ્યવસ્થા સરસ હતી. માહિતી આપતાં બૂથ પણ હતાં. સ્થાનિક લોકો પણ બહુ મિલનસાર લાગ્યાં. ટૂંકમાં પ્રવાસી ભક્તોને કોઈ તકલીફ પડે તેવું ન હતું. પૂછતાં પૂછતાં અમે વિશ્વ વિખ્યાત કાશી વિશ્વનાથ મંદિરના રસ્તે આવી ગયાં. મંદિરની આસપાસનો મોટો રેસીડેન્સીઅલ વિસ્તાર, મંદિરના વ્યવસ્થાપકોએ જૂનાં મકાનો ખરીદી-તોડી, ત્યાં મંદિર પરિશરના વિસ્તરણનું કામ ચાલુ કરેલ છે. તોડેલાં ઘણાં જૂનાં મકાનોમાં પણ ઘર-મંદિર દેખાય છે. કદાચ આ તોડફોડને કારણે હશે, પણ કાશી વિશ્વનાથ મંદિરની ભવ્યતા નજર આવતી ન હતી.  મંદિરમાં સાર્વજનિક દર્શન માટે ખાસ્સી મોટી લાઈન હતી. અમારી પાસેની પૂજા-અભિષેકની રસીદો બતાવી પણ અંદર જવા તો લાઈનમાં જ ઊભા રહેવું પડશે તેમ લાગ્યું. મંદિર સંકુલમાં આવેલ  પૂજાપાની એક દુકાનમાંથી જરૂરી વસ્તુઓ લઈ બુટ-ચપ્પલ અને મોબાઈલ સહીતનો બધો સામાન ત્યાં મૂકી અમે લાઈનમાં લાગી ગયાં. આગળથી તૈયારી કરી હોવાં છતાં આવી મોટી લાઈનમાં જોતરાવું પડ્યું એટલે મન થોડું ખાટું થઈ ગયું હતું !

લાઈન ઝડપથી અને વ્યવસ્થિત રીતે આગળ વધતી હતી. મંદિરની થોડાંક નજીક પહોંચ્યાં ત્યાં તો પૂજા-અભિષેક માટે અલગ વ્યવસ્થા દેખાઈ. ત્યાં અમારી રસીદો બતાવી એટલે તરત અંદર પ્રવેશ મળી ગયો. મંદિરના જ એક યુવાન પૂજારી / સ્વયંસેવકે અમારી રસીદ પ્રમાણે પૂજા-અર્ચનાની બધી વ્યવસ્થા કરી આપી. તેઓ જ જાણે અમારા મંદિરના યજમાન હોય તે રીતે દૂધ, પાણી, પુષ્પો, અબીલ, ગુલાલ, કંકુ, શ્રીફળ  વગેરે અનેક વસ્તુઓ એક મોટા થાળમાં ભરીને લઈ આવ્યા. સંસ્કૃતમાં શ્લોકો બોલી તેમણે વિધિસર સરસ પૂજા કરાવી. એમના કહેવા મુજબ, યુવાન પૂજારીઓ માટે મંદિરમાં જ વિધિસર પૂજા, અભિષેક અને જરૂરી અનુષ્ઠાનો માટે તાલીમ અને અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેવું કોઈ ભક્ત પેમેન્ટ (ઓન-લાઈન કે ઓફ-લાઈન)  કરે  કે તરત એક પૂજારી \પંડો\ તાલીમાર્થી તેમને એલોટ કરી દેવામાં આવે. મંદિર પ્રવેશ બાદ અત-થી-ઈતિ સુધીનું ભક્તોનું ધ્યાન તેઓ રાખે. વધારાની કોઈ રકમ / ભેટ તેમને  આપવાની જરૂર નહીં. અમારી પૂજા અને ત્યારબાદનો અભિષેક બહુ સરસ રીતે થઈ ગયો. તેમણે જ અમને આખું મંદિર, જ્ઞાન-કૂવો, ગર્ભગૃહ વગેરે સરસ રીતે બતાવ્યું અને તેનું મહત્વ સમજાવ્યું. બાર જ્યોતિર્લિંગોમાંનું આ એક મહત્વનું લિંગ છે. માતા ભગવતી સાથે ભગવાન શંકર હોય તેવું આ અનોખું મંદિર છે. મુખ્ય શિવલિંગ કાળા ચમત્કારિક પથ્થરનું બનેલ છે. મંદિર પર સોનાનું છત્ર છે અને કહેવાય છે કે છત્ર જોઈ શ્રદ્ધાળુ ભક્તો મનોકામના કરે તો તે જરૂર પૂર્ણ થાય છે. અનેક વિદેશી રાજાઓની લૂંટ-ફાટ પછી ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. બહુ સંતોષ અને આભારની લાગણી સાથે અમે અભિષેક કરીને  મંદિરમાંથી બહાર નીકળ્યાં.

બપોર તો પડી જ ગઈ હતી. શિયાળો છતાં બપોરની ગરમી તો હતી. અમે બજારમાં આંટો માર્યો. સ્થાનિક હસ્તકળાની રંગીન વસ્તુઓથી દુકાનો ઊભરાતી હતી. ખાણી-પીણીની પણ ઘણી દુકાનો હતી. હમણાં ખરીદી કે ખાવાપીવામાં સમય બગાડવા કરતાં અમને  ઘાટ પર જવાનું યોગ્ય લાગ્યું. ઘાટ એટલે નદીના પાણી સુધી પહોંચવા બનાવેલ પગથિયાં. વારાણસી તેના અનેક સુંદર ઘાટ માટે જાણીતું છે.  બપોરના તડકા છતાં ગંગાઘાટ પર તો બહુ ભીડ હતી. અનેક પ્રવૃત્તિઓથી ધમધમતું વાતાવરણ એકદમ રંગીન હતું! ઠેરઠેર નાગાબાવાઓ ચલમ ફૂંકતા અડ્ડો જમાવી બેઠા હતા. કોઈ તમને ચલમ પીવડાવે તો કોઈ તમારું ભાવિ જોઈ આપે! તેમની તો દુનિયા જ અલગ! એક વિદેશી બાવા પાસે તેમનાં વિદેશી ચેલા-ચેલીઓની ભીડ જામી હતી. નાનાં બાળકો શિવજીના પોઝમાં સરસ રીતે ગોઠવાયેલાં હતાં. સામાન મૂકવા, પાર્કિંગ કરવા, બેસવા, પાણી પીવા, વોશરૂમ વગેરે માટે સરકારી વ્યવસ્થા (નગર સમિતિ) ઘણી સારી હતી. ગંગાનદીના પાવન નીર પર થઈને પવનની લહેરો વહી રહી હતી. ભીડ અને ગરમી છતાં બેસી રહેવાનું મન થાય તેવી જગ્યા હતી.  અહીંની પ્રખ્યાત આદુ-ફુદીનાવાળી ચા પીધી. ઘરનો નાસ્તો હતો જોડે એટલે તેને ન્યાય આપ્યો. કલાક ત્યાં જ બેઠાં. કદાચ સાંજે આવ્યાં હોત તો ઘણી ભીડ થઈ ગઈ હોત. આટલી શાંતિથી બેસાત નહીં.

થોડુંક ચાલી અને જ્યાંથી રીક્ષા મળી ત્યાંથી રીક્ષા કરી અમે ઘેર(!?) પાછાં આવ્યાં. થોડો આરામ કરી સાંજે કબીર આશ્રમ જવા નીકળ્યાં. સ્થાનિક લોકોમાં આ આશ્રમ બહુ જાણીતો લાગ્યો નહીં. બે-ત્રણ ઓટો રીક્ષાએ ત્યાં જવાની ના પડી દીધી. વારાણસીના ભરચક ભીડવાળા વિસ્તારોમાંથી એક પેડલ રીક્ષા લઈ અમે આશ્રમ નજીક પહોંચ્યાં. મેઈન રોડ પર અમને ઉતારી દીધાં. એક સાંકડી અંધારી ગલીમાં, બે-ત્રણ વાર પૂછતાં પૂછતાં,  લગભગ અડધો કી.મિ. ચાલી અમે કબીર આશ્રમ પહોંચ્યાં ત્યારે રાત પડી ગઈ હતી. આશ્રમ પ્રવાસીઓ માટે બંધ થઈ ગયો હતો. લાઈટો પણ અડધી-પડધી બંધ કરી દીધી હતી.  અમને મુસાફરોને જોઈ સંસ્થાના એક વડીલ કર્મચારીએ અમને આશ્રમમાં આવકાર્યાં.

સંસ્થાના કર્મચારીએ અમને બહુ પ્રેમથી આશ્રમ બતાવ્યો. આશ્રમમાં વચ્ચે સરસ મોટો પ્રાર્થના-ખંડ હતો અને ચારે બાજુ ઠેર ઠેર ભક્તિ આંદોલનના પ્રતીક જેવાં સુંદર પૂતળાં રાખેલાં હતાં. સૌથી વધારે ધ્યાન ખેંચે તેવું પૂતળું હતું ગાડું ભરીને પુસ્તકો લાવેલ સર્વનંદાનું.   દીવાલ પર કબીરની કવિતાઓ અને દોહાઓ લખેલાં હતાં. સૂફી સંત કબીરનો જન્મ વારાણસીમાં  ૧૩૯૮માં થયો હતો. ક્રાંતિકારી સુધારક તરીકે જ્ઞાનભરી આધ્યાત્મિક વાતોથી દુનિયાને જગાડનાર કબીરનો આશ્રમ જોઈ અને તેમની વાતો સાંભળી અમે આનંદમાં આવી ગયાં. આશ્રમના કર્મચારીએ અમારી સાથે બહુ વાતો કરી. આશ્રમમાં રાતવાસો કરવા આગ્રહ કર્યો. આ સ્થળ રેગ્યુલર પ્રવાસ સર્કિટમાં નહીં હોય એટલે લોકોની ભીડભાડથી બિલકુલ મુક્ત અને શાંત હતું. અમારે ત્યાં રાત્રે રહેવું ન હતું એટલે એક સરસ આશ્રમ જોયાની ભાવના લઈ અમે નીકળ્યાં. પાછાં વળતાં તો ઘણી તકલીફ પડી. સાયકલ રીક્ષામાં લગભગ દોઢ કલાકે અમે ઘેર પહોંચ્યાં. અમારા યજમાન દર પંદર મિનિટે ફોન કરી અમારી ખબર કાઢતા!  ઘેર પહોંચીને પહેલાં તો  રાતના આટલું મોડું બહાર નહીં જવાની વોર્નિંગ અમને મળી ગઈ! આવતી કાલે કુંભ મેળામાં જવાનો પ્રોગ્રામ હોવાથી વહેલાં ઊઠી તૈયાર રહેવાં કહ્યું. વાહ! જો બીજા કોઈ પ્રવાસી હશે તો એમની સાથે અથવા અમે બે જ, પણ કાલે કુંભમેળો નક્કી !


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

15 comments for “વારાણસી- ‘શિવ’માંથી ‘શંકર’ બનેલ મહાદેવનું ‘ઘર’ : પૂર્વ તૈયારીઓ અને પ્રથમ દર્શન

 1. December 9, 2020 at 6:46 pm

  बहुत ही सुंदर वर्णन बहुत ही रुचिकर तरीके से किया है आपने कि आनंद आ गया. 2012 में की वाराणासी की यात्रा भी याद आ गई.
  पर कबीर आश्रम का हमें पता नहीं था, नहीं तो हम अवश्य ही जाते. हम अस्सी घाट और गंगा आरती के दर्शन कर, दूसरे दिन लमही के लिए निकल गए थे, जो साहित्य सम्राट प्रेमचंद जी की जन्मस्थली है.
  पुनः साधुवाद 👏👏आपको, इस सुंदर और ज्ञान वर्धक लेख के लिए🙏💕🙏💕🙏💕🙏💕🙏💕

  • Darsha Kikani
   December 10, 2020 at 7:52 pm

   Thanks, Manjuji! 👍
   Varanasi is a beautiful place and there is so much to experience and enjoy…. You need minimum 4 to 6 days to get the real taste of the place!

 2. Rajesh
  December 9, 2020 at 7:31 pm

  વાહ! ફરી જવાનું મન થઇ ગયું! એકદમ યાદગાર પ્રવાસ હતો!!!

  • Darsha Kikani
   December 9, 2020 at 7:34 pm

   Thank you so much !😌💖

 3. Jayendra Shah
  December 9, 2020 at 10:12 pm

  🙏🏻🙏🏻 Jai Mahadev 🙏🏻🙏🏻.
  Really enjoyed this article of your Varanasi trip for the Shiv Darshan. You have explained in detailed your experience from the start to the end. Very interesting.
  It brings back our memories of family trip to Banaras/Varanasi in 2009. 🙏🏻🙏🏻
  Mala & Jayendra

  • Darsha Kikani
   December 10, 2020 at 7:54 pm

   Thanks, Mala and Jaybhai! Varanasi is a beautiful place! This is only the first part…. Wait for the forthcoming write up!

 4. December 10, 2020 at 12:59 am

  ઘણા વર્ષો થયા વારાણસીની મુલાકાતને, એ મુલાકાતને લઈને વારાણસીની મનમાં એક ઈમેજ હતી. આજે એ વારણસીની ગલી, ઘાટ ફરી યાદ આવી ગયા.

  • Darsha Kikani
   December 10, 2020 at 9:35 am

   Very true! We also have very positive image of Varanasi and would like to visit the place again! Thanks for sharing your experience! ☺️❤️

 5. તોરલ
  December 10, 2020 at 7:33 am

  સુંદર વર્ણન. પૂજાની વ્યવસ્થા, દર્શન અને અભિષેક વિશે વાંચીને જવાનું અને જોવાનું મન થઈ ગયું. આભાર.

  • Darsha Kikani
   December 10, 2020 at 9:36 am

   In your next visit to India, you should reserve 4 days for Varanasi! Thanks 👍👍

 6. Ketan Patel
  December 10, 2020 at 10:16 pm

  Day one in Varanasi was interesting !
  Anxious about your visit to Kumbh Mela…..

  • Darsha Kikani
   December 11, 2020 at 8:29 pm

   Thanks, Ketan! 👍
   Yes, Remaining days were more interesting!

 7. December 13, 2020 at 7:42 am

  આપનું ‘વારાણસી’નું પ્રવાસ વર્ણન વાંચ્યું. રજૂઆત બહુ જ સરસ છે. ઘણું નવું જાણવા મળ્યું. આગળનાં પ્રકરણો વાંચવા ખૂબ આતુર છું.

  • Darsha Kikani
   December 14, 2020 at 5:02 pm

   Thanks, Pravinbhai! It was a short but memorable tour. Varanasi has a lot to offer. Minimum 5-6 days required to get a feel of the place. Thanks for reading and responding.

 8. Kush Dalal
  January 8, 2021 at 10:27 am

  What a detailed n interesting description of one of the most ancient city of the world.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *