સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. : ડેન્યુબ પરનો નગીનો: માર્ગરેટ ટાપુ

Facebooktwitterredditpinterestlinkedinmail

દર્શા કિકાણી

(૩૦ જૂન, ૨૦૧૯)

આજે સવારનો નાસ્તો મિત્રોના સાથ વગર થોડો ફિક્કો લાગતો હતો! મોટો ડાઈનીંગ હોલ મિત્રો વગર ખાલી લાગતો હતો! નાસ્તો કરી અમે રૂમ પર આવી સામાન પેક કરી લીધો. આમ તો  સાંજે નીકળવાનું હતું  પણ જરૂર પડે તો અત્યારે જ ચેક આઉટ કરી શકાય તેવી અમારી તૈયારી હતી. જો કે હોટલના મેનેજરને પૂછતાં તેણે જણાવ્યું કે અમે શાંતિથી સાંજે ચેક આઉટ કરીશું તો ચાલશે.

‘બુડાપેસ્ટમાં છેલ્લા દિવસે શું વિશેષ કરી શકાય’ ના જવાબમાં અમને બહુ સરસ માહિતી ગાઈડે આપી હતી.  બુડા અને પેસ્ટ વચ્ચેના દક્ષિણે માર્ગરેટ પૂલ (MARGARET BRIDGE) અને ઉત્તરે આર્પડ (ARPAD BRIDGE) પૂલ નામના બે પૂલોની  વચ્ચે આવેલો નાનો માર્ગરેટ ટાપુ (MARGARET ISLAND) અમારી હોટલથી માત્ર અઢી કિ.મી.ના અંતરે આવેલો છે. પ્રવાસીઓ માટે આ વોકિંગ એટલે ચાલી નખાય તેટલું અંતર કહેવાય. અમારી હોટલથી એ જ સાઈડે ચાલતાં ચાલતાં અડધો કલાકે માર્ગરેટ બ્રીજ અને તેના છેડે આ ટાપુ આવેલો છે. અમે તો તાપ-તડકો જોયાં વગર ચાલવાનું શરુ કર્યું. રસ્તો આખો સુંદર ઘટાદાર વૃક્ષોથી છવાયેલો હતો એટલે સીધો તડકો ક્યારેક જ લાગતો. રસ્તા પર દુકાનો, દેવળો, સ્મારકો, બસ-સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન એવું નવું નવું ઘણું જોવાનું હતું. જોતાં જોતાં લગભગ ચાલીસ મીનીટે ડેન્યુબ  નદી પરનો મોટો માર્ગરેટ બ્રીજ આવ્યો. તડકાને લીધે બ્રીજ પાર કરવો જરાક આકારો લાગ્યો. પણ બ્રીજ પૂરો થતાં જ સુંદર અશોક-વાટિકા જેવો ટાપુ દેખાયો. અઢી કી.મિ. લાંબો અને અડધો કી.મિ. પહોળો એવો આ માર્ગરેટ ટાપુ ડેન્યુબ  નદી પરનો નગીનો છે, માણેક છે! શહેરની વચ્ચે આવી અદભુત શાંતિ ક્યાંથી હોય? ટાપુ પર અંદર જવા માટે કોઈ ટિકિટ કે ફી નથી. પ્રવેશદ્વારની પાસે જ પાર્કિંગની વ્યવસ્થા છે. વાહન પ્રવેશદ્વારની પાસે જ મૂકી દેવું પડે. જો કે અમારી પાસે તો વાહન હતું જ ક્યાં? પાર્કિંગની પાસે જ ટાપુનો નક્શો લગાડેલો હતો. બીજી બધી માહિતી પણ હતી.

અંદર જઈએ એટલે પુષ્પોથી લદબદ સુંદર બગીચા અને મ્યુઝિકલ ફાઉન્ટેન સામે જ દેખાય. એક નાનો મઝાનો જાપાનીઝ ગાર્ડન છે. લેન્ડસ્કેપ ગાર્ડનને ફરતો ગોળાકાર ૫ કી.મિ. લાંબો રબર જડેલો સ્પેશિઅલ વોકિંગ ટ્રેક અને રનીંગ ટ્રેક એટલે કે ચાલવાનો અને દોડવાનો રસ્તો બનાવ્યો છે. પાસે સ્પોર્ટસ ક્લબ અને વોટર પાર્ક તથા ઓપન એર સ્વિમિંગ પુલ આવેલાં છે. એક છેડે નાનું દેવળ અને થોડા ઐતિહાસિક અવશેષો છે. ગમે ત્યાંથી નજર નાખો તો તમને નદીનું દર્શન થાય. આટલા અમથા ટાપુ પર જાણે નાનું એવું ઇન્દ્રલોક ખડું કરી દીધું છે!

અમે ટ્રેક પર થોડું ચાલ્યાં અને શાંતિથી અડધો કલાક બેઠાં. દુનિયાના કયા ખૂણે અમે બેઠાં છીએ તે પણ યાદ ના આવે! ત્યાંની પાવક શાંતિ અને સુંદરતાથી અમે અભિભૂત થઈ ગયાં હતાં. હોટલ પર પહોંચતાં હજી કલાક થશે એવી ગણતરીથી અમે મન ન હતું છતાં ઊભા થયાં. બ્રીજ પરનો તડકો હવે જરાય અકળાવતો ન હતો! પાછાં ફરતાં એ જ રેલ્વે સ્ટેશન, બસ-સ્ટેન્ડ, સ્મારકો, દેવળો, દુકાનો … બધું જ પરિચિત લાગતું હતું!

હોટલ પર આવી થોડો આરામ કર્યો, થોડો નાસ્તો કર્યો અને સમય થતાં ટેક્ષી બોલાવી અમે એરપોર્ટ પહોંચ્યાં. રસ્તામાં ટ્રાફિક હેરાન કરશે એવો ડર હતો પણ ક્યાંય કોઈ તકલીફ પડી નહીં. રસ્તા પરના ઐતિહાસિક સ્મારકો અને સુંદર મકાનો જોતાં જોતાં  અમે સમય કરતાં વહેલાં એરપોર્ટ આવી ગયાં. કોઈ નાના શહેરનું હોય તેવું એકદમ સામાન્ય એરપોર્ટ હતું. ભીડ ઘણી હતી અને વ્યવસ્થા એકદમ નીચલા સ્તરની હતી. વરસે-દિવસે લાખો ઇન્ટરનેશનલ પ્રવાસીઓને હેન્ડલ કરતું એરપોર્ટ હોય તે માન્યામાં આવતું ન હતું. સમય થતાં અમારું વિમાન આવ્યું અને અમારી ઘરે આવવાની મુસાફરી શરુ થઈ.

વિમાનમાં વળી પાછો જમવાનો થોડો ગોટાળો થયો. અમારે માટે શાકાહારી ભોજનની વ્યવસ્થા ન હતી. પણ ‘હવે તો ઘેર જ જવાનું છે’ તે વિચારે થોડું ઘણું ખવાય તેવું હતું તે ખાઈને અમે સંતોષ લીધો. વિમાનની સફર એકદમ રૂટીન રહી. અમે ૧૫ દિવસ દીકરા પાર્થના ઘરે પુત્ર-વધૂ રેશ્મા અને પૌત્રી આદ્યા સાથે દુબાઈ રહેવાનાં હતાં એટલે ઈરા અને કુશ દલાલને ગુડબાય કરી અમે દુબાઈ એરપોર્ટ પર ઉતર્યાં. અમારી આ સફર અહીં જ પૂરી થઈ! સફર દરમ્યાન કેટલાં બધાં સુંદર અને મનોરમ્ય સ્થળો જોયાં! એ બધાં સ્થળોનાં માનસ-ચિત્રો જોઈ સહજ બોલી જ જવાય કે ” હરી-ભરી વસુંધરાકા યહ શિંગાર હૈ, યહ કૌન ચિત્રકાર હૈ!”


 દેશનું નામરાજધાની શહેરચલણ
સ્વિત્ઝરલેન્ડબર્નCHF / સ્વિસ ફ્રેંક
લિંચેસ્ટીનવડુઝCHF / સ્વિસ ફ્રેંક
ફ્રાંસપેરીસયુરો
જર્મનીબર્લિનયુરો
પોલેન્ડવોર્સોઝ્લોટી
ઝેક રિપબ્લિકપ્રાગઝેક કોરુના
ઓસ્ટ્રિયાવિએનાયુરો
સ્લોવેક રિપબ્લિકબ્રાટીસ્લાવાયુરો
હંગેરીબુડાપેસ્ટહંગેરિયન ફોરીન

સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

20 comments for “સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. : ડેન્યુબ પરનો નગીનો: માર્ગરેટ ટાપુ

 1. Swati Naik
  November 4, 2020 at 5:37 am

  Very beautifully described.
  Enjoyed this written journey and reminded us our trip.

  • Darsha Kikani
   November 4, 2020 at 8:52 am

   Thanks, Swati! Missed you every time reading and writing this travelogue! I hope to enjoy another tour with you!

   • Vipul mistry
    November 4, 2020 at 9:40 am

    So good:

    • Darsha Kikani
     November 4, 2020 at 12:57 pm

     Thank you, Vipulbhai, for joining the virtual tour!

 2. Gita Joshi
  November 4, 2020 at 9:11 am

  Amazing island!! We missed visiting this & after reading feel that we should go again & see it in person!!

  Your total trip description is so beautiful that we literally visited these countries again!

  Will miss reading your articles.

  Hope to get to enjoy reading articles related to other subjects.

  Thank you Darshaben!

  • Darsha Kikani
   November 4, 2020 at 9:55 am

   Thank you so much 🥰❤️ Gitaben! Thank you for joining the virtual tour….. You yourself are very well traveled and have visited most of these places, but traveling together has special joy!

   This tour series is coming to an end but next one is ready! 🤣😃

  • Bharat Parikh
   November 4, 2020 at 6:16 pm

   Nicely described. One inning of phase wise description comes to an end. Inning no two… compilation into a booklet must begin…now.

   • Darsha Kikani
    November 5, 2020 at 10:52 pm

    Thanks, 👍😍 Bharatbhai! Yes, now on that assignment!

 3. Amrish Thaker
  November 4, 2020 at 9:20 am

  Dear Darsha,
  Excellent job with entire tour and great pictures! Enjoyed our friendship and travel together in Switzerland! Thank you! Great to read and take us back there again!
  Amrish

  • Darsha Kikani
   November 4, 2020 at 9:58 am

   Thank you very much, Amrishbhai! Switzerland tour has proved to be a special landmark in our friendship! May the friendship continue for ever!

  • Manish
   November 4, 2020 at 5:45 pm

   Thank you Darsha for excellent description of your tour.It was very informative and lively tour. In fact I don’t remember the island( mostly not visited during my trip). Great treasure.

   • Darsha Kikani
    November 5, 2020 at 10:54 pm

    Thanks, Manishbhai! Yes, the island 🏝️ is not prime on travellers’ circuit.

 4. Nalini Mankad
  November 4, 2020 at 3:03 pm

  The virtual tour of Margaret Island is like the icing on the cake.Darshaben, even though I have not been to these places,i feel i have seen them all.You have done a great job.

  • Darsha Kikani
   November 5, 2020 at 10:58 pm

   Thanks, Nalini! I am so happy that you joined the virtual tour till the end and enjoyed it. It is not possible to visit each and every place… We have to see some places through someone else’s eyes and enjoy as she enjoys!

 5. Shobha Parikh
  November 4, 2020 at 6:13 pm

  માર્ગરેટ ટાપુના અભૂતપૂર્વ સૌંદર્ય વિશેનું વર્ણન ખૂબ રસપ્રદ રહ્યું. આખા ય પ્રવાસનું વર્ણન ખૂબ માહિતીસભર અને રોમાંચક રહ્યું. ખૂબ ખૂબ આભાર.

  • Darsha Kikani
   November 5, 2020 at 11:01 pm

   Thanks, Shobha! I am so happy that you joined the virtual tour till the end and enjoyed all the places! ☺️🤠😊

 6. Ketan Patel
  November 4, 2020 at 11:06 pm

  ખૂબજ રસપ્રદ શૈલીથી લખેલું પ્રવાસ વર્ણન અમારા જેવા (યુરોપ ન ફરેલા) લોકો માટે એક virtual tour કરતા પણ વિશેષ રહ્યું.

  ટુંકમાં કહું તો યુરોપ “ફરવાની” ખરેખર મઝા આવી…..

  • Darsha Kikani
   November 5, 2020 at 11:06 pm

   Thanks, Ketan! Yes, actually virtual tour is more than a virtual tour if you know the tourists and you have already enjoyed traveling with them! All our previous tours have been as excited, if not more!

 7. MALA and JAYENDRA
  November 5, 2020 at 1:57 am

  👍Well done Darsha. Job completed beautifully and very professionally. Each tour places descriptions and their photos are superb.
  We had a great fun time with you and all
  Our CN FRIENDS. on Switzerland trip
  🙏Thanks again for your hard work.

  • Darsha Kikani
   November 5, 2020 at 11:08 pm

   Thank you so much 🥰❤️😽 Mala and Jaybhai! Your company made the difference! Please also join us for the next tour, after Diwali!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *