





ભગવાન થાવરાણી

ઉર્દૂ શાયરોમાં ખાસ્સી સંખ્યામાં બદાયુની છે. સૌથી વિખ્યાત શકીલ બદાયુની ઉપરાંત ફાની, અસદ અને ખાસ તો ફહમી બદાયુની . નાની બહરના શેરો – ગઝલોમાં ફહમી સાહેબ લાજવાબ છે. એમનો એક સીધો – સાદો શેર જુઓ :
હમારા હાલ તુમ ભી પૂછતે હો !
તુમ્હેં માલૂમ હોના ચાહિયે થા ..
કેવી સરળ છતાં ધારદાર વાત ! એ મહેણું છે, ફરિયાદ છે, ઠપકો છે, વેણ છે, નિરાશા છે, શું નથી ! ‘ તું ઊઠીને ! તું પણ મારો હાલ પૂછીશ ? તારી પાસેથી આ આશા નહોતી રાખી. તને તો મારા હાલની પ્રતિક્ષણ ખબર હોવી જોઈતી હતી ! ‘
અને આ જ વાત ફહમી સાહેબ જરા જૂદા અંદાઝમાં કઈ રીતે કરે છે એ જૂઓ :
પૂછ લેતે વો બસ મિઝાજ મેરા
કિતના આસાન થા ઈલાજ મેરા ..
આ બન્ને શેરોનો જાણે જવાબ વાળતા હોય તેમ, એક ગુમનામ શાયર લખે છે :
અગર વો પૂછ લેં હમ સે
કહો – કિસ બાત કા ગમ હૈ
તો ફિર કિસ બાત કા ગમ હૈ
અગર વો પૂછ લેં હમ સે
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
Very nice and effective. 🙏👌🙏