બંદિશ એક રૂપ અનેક (૭૧) : મરાઠી ગીત “घेई छंद मकरंद”

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ

આ શ્રેણી માં આજે માણીયે મરાઠી નાટ્ય સંગીત ની એક લોકપ્રિય બંદિશ, ” घेई छंद, मकरंद, प्रिय हा मिलिंद”. સાલ ૧૯૬૭ અને નાટક “”कट्यार काळजात घुसली”. – કાળજે ઘુસી કટાર;

આ મૂળ મરાઠી પદ ની શબ્દ રચના:

घेई छंद मकरंद… घेई छंद मकरंद
प्रिया हा मिलिंद… प्रिया हा मिलिंद
मधुसेवनानंद… मधुसेवनानंद
स्वच्छंद हा धुंद… स्वच्छंद हा धुंद
घेई छंद मकरंद… घेई छंद…
मिटता कमलदल… मिटता कमलदल…
मिटता… मिटता… मिटता… मिटता रे…
मिटता… मिटता… मिटता…
मिटता कमलदल होई बंदी हा भृंग
परी सोडीना ध्यास… परी सोडीना ध्यास… परी सोडीना ध्यास  

घेई – મેળવવું, પ્રાપ્ત કરવું, અહીં ચૂસવું યોગ્ય લાગે છે, स्वच्छंद, मिलिंद– સ્વછ્ન્દ ભમરો, मकरंद – ફૂલ ; मधुसेवनानंद– મધુ રસ પ્રાપ્ત કરવાનો આનંદ , छंद – ટેવ, कमलदल मिटता –  (સંધ્યા સમયે) કમલની પાંખડીનું બંધ થવું  

કવિતા સરળ છે, આ જ વિષય ઉપર સંસ્કૃત અને હિંદીમાં પણ રચનાઓ વાંચવા મળે છે. એક સ્વચ્છંદ અને કમળનાં ફૂલમાંથી રસ ચૂસવાનો શોખીન ભમરો, રસ ચૂસવાની ક્રિયા માં એટલો મસ્ત  છે કે એ ભુલી જાય છે કે સુરજ આથમે કમળની પાંખડીઓ બિડાય જશે અને તેમાં તે કેદ થઇ જશે.

સાલ ૧૯૬૭ના અરસામાં પૂના ખાતે એક સુંદર સંગીત નાટક મંચસ્થ થયું “कट्यार काळजात घुसली”. – કાળજે ઘુસી કટાર; સુમધુર સંગીત, નાટ્યતત્વોથી ભરપૂર વાર્તા અને ઉત્કૃષ્ટ અભિનયને લીધે નાટકની ભરપૂર પ્રશંસા થઇ અને વર્ષોમાં નાટકના એક હજાર કરતાં વધારે શૉ થયા.

પરંપરાગત ભારતીય સંગીતને અનુસરતાં બે ઘરાણા વચ્ચેના ઝગડાને કેન્દ્રમાં રાખી નાટ્ય લેખન શ્રી પુરુષોત્તમ દારવહેકરનું હતું, નાટકના પ્રાણ સમું સંગીત પંડિત જિતેન્દ્ર અભિશેકીએ સ્વરબદ્ધ કરેલું. અને સ્ટેજ ઉપર નાટકમાં ગવાતાં પદો પોતે ગાયેલાં.  ખાંસાહેબ આફતાબ હુસેન બરેલીવાલા તરીકે મુખ્ય ભૂમિકા શ્રી વસંતરાવ દેશપાંડેએ અને શ્રી ભારગમ આચરેકરે  ભાનુશંકર શાત્રી નો પાઠ ભજવેલો. ત્રીજી અગત્યની ભૂમિકા, સદાશિવ, જે શાસ્ત્રીજીનો વિદ્યાર્થી છે તેમાં શ્રી પ્રસાદ સાવકર હતા. 

“घेई छंद, मकरंद, प्रिय हा मिलिंद”: રાગ – ધાની અને સલગવરલી. 

આ બંને રાગ કાફી થાટના છે અને ખાસ કરીને કર્ણાટકી સંગીતમાં વિશેષ ગવાય છે. આ રાગ ભીમપલાસીને ઘણો મળતો આવે છે, જયારે  સલગવરલી દરબારી ને મળતો આવે છે.

મજાની વાત તો એ છે કે ૧૯૬૭ માં નાટકમાં આ રચના રાગ ધાની અને  સલગવરલીમાં ગાવામાં આવી હતી, જ્યારે ૨૦૧૫ માં બનેલી ફિલ્મમાં આ બંદિશ ભીમપલાસી અને દરબારીમાં પેશ કરવામાં આવી છે. 

નાટકની વાર્તા પ્રમાણે શાસ્ત્રીજી અને ખાં સાહેબ વચ્ચે કોઈ સ્પર્ધા નથી, પણ ખાં સાહેબ ને પોતાની ગાયકી અને ઘરાણાનું અભિમાન છે. પ્રથમ શાસ્ત્રીજી ગાય છે, પરોઢે દૂર મંદિર માં કોઈ ભગવાનની લીન  થઇ આરતી ગાતું હોય ને  તેવો અહેસાસ થાય છે, પણ ખાં સાહેબ એ માહોલ તોડવા અને પોતાની બાહોશી દેખાડવા એજ બંદિશ પોતાની રીતે રજુ કરે છે.  ખાં સાહેબ ની ગાયકી પણ બહુ સરસ છે, તાન અને અન્ય હરકતો દાદ માંગી લે તેવી છે….પણ તેમાં તેમનું અભિમાન નજરે ચડે છે. 

વધુ સમજવા માટે પ્રથમ સાંભળીયે આ બંદિશ આજ નાટક પર આધારિત સાલ ૨૦૧૫માં બનેલી ફિલ્મમાં રજૂઆત: 

શ્રી શંકર મહાદેવન શાસ્ત્રીજીની ભૂમિકા માં, તેઓ પોતે જ ગાય છે, જયારે ખાં સાહેબ ની ભૂમિકા શ્રી સચિન પડેગાંવકર છે જેને પ્લેબેક પંડિત જિતેન્દ્ર અભિશેકી એ આપેલ છે. 

નાટકમાં આ બંદિશ સભામાં એક પછી એક એમ બે ગાયકો, જુદા જુદા રાગ માં પેશ કરેછે: 

પ્રથમ સાંભળીયે પંડિત શ્રી જિતેન્દ્ર અભિશેકી પાસેથી નાટકમાં રજુ થયેલી રચના: 

એ જ નાટક માં ડો. વસંત રાવ દેશપાંડે:

આજ નાટક ફરી ભજવાયું ત્યારે તેમાં ગાયક શ્રી અમોલ બાવડેકર

પંડિત શ્રી જિતેન્દ્ર અભિશેકીના સુપુત્ર શ્રી શૌનક અભિશેકી:

ડો. વસંત રાવ દેશપાંડેના સુપુત્ર શ્રી રાહુલ દેશપાંડે સાથે સંગતમાં શ્રી ઝાકીર હુસેન :

આ નાટક મરાઠી રંગમંચ પાર વરસોથી ભજવાય છે. રજુઆત ગાયક પંડિત ચંદ્રકાન્ત લીમયે 

શ્રી સુરેશ વાડકરના સ્વરમાં: 

૧૫ વર્ષનાં શ્રેયા આયરની સ્ટેજ પર રજૂઆત 

શ્રી અશ્મિષ્ટા કાર, રાગ ધાની નાટકમાં જે રીતે ગવાયું છે -એક સરસ પ્રસ્તુતિ:

શ્રી સ્નિતી મીશ્રા 

શ્રી શંકર મહાદેવન સંગીત અકાદમીનાં વિદ્યાર્થીઓની સુંદર રજુઆત:

કુ.. અંજલિ અને નંદિની ગાયકવાડ 

નૃત્યાંગનાં શ્રી સાઈ તેજસ્વિની પ્રસાદ 

શ્રી સોનિયા પરચુરે અને સાથી કલાકાર 

દિલ્હીનાં શ્રી આનંદીતા સંતરા 

પ્રખ્યાત બંસરી વાદક પંડિત શ્રી કેશવ ઘીડે

ફ્યૂઝન સંગીત માં પ્રવીણ ગણાતા શ્રી અભિજિત પોહંકર સાથે શ્રી રાહુલ દેશપાંડે 

બ્રાઝિલના શ્રી કાર્લોસ સાલદાહના એક ચિત્રકાર, ફિલ્મ દીર્ગદર્શક, સંગીતજ્ઞ વગેરે બહુમુખી પ્રતિભા ધરાવતા અને ખાસ કરીને એનિમેટેડ સિનેમા –  अनुप्राणित चलचित्र માટે ઓસ્કાર એવોર્ડ થી નવાજિત, તેમણે  એક ખુબ સરસ ફિલ્મ બનાવી “રિયો” ,  રંગબેરંગી પક્ષીઓ, મુખ્યત્વે એમેઝોનની વિશાળ વનરાઇઓ માં જોવા મળતો  Spix’s macaw, જંગબારી પોપટ જેવું પક્ષી, જે સમૂહ માં જોવા મળે છે, ગીત સંગીતથી ભરપૂર 3D IMAX નાં વિશાળ પડદા પર આ ફિલ્મ જોવાનો  લ્હાવો લેવા જેવો છે.

તેના એક ખૂબસૂરત ગીત નો મૂળ રેકર્ડ થયેલો ધ્વનિ દૂર કરી “ઘેય છંદ  મકરંદ” બંધ બેસાડ્યો છે:  વિડિઓ જોવાની મજા પડે તેવો છે: (કોપીરાઇટના કાયદાની  બેઅદબી બદલ માફી સાથે)

“घेई छंद मकरंद” જેવો શ્લોક શાળામાં સંસ્કૃત વર્ગમાં ભણ્યા હોઇએ એવું યાદ છે. ભાવનગરની હાઇસ્કૂલમાં અમને શ્રી ગિરીજાશંકર શાસ્ત્રીજી સંસ્કૃત ભણાવતા, શુભાષિતો શીખવાડે અને ખાસ કરીને તેનો મર્મ શબ્દચિત્ર દ્વારા યાદ રહી જાય તેમ સમજાવે. તેમણે પંકજમાં બીડાયેલા ભમરા નો શ્લોક સમજાવેલો, જે હવે યાદ નથી. પણ તેનો બીજો ભાગ હમણાં ફરી વાંચવા મળ્યો:

रात्रिर्गमिश्यति भविष्यति सुप्रभातं भास्यनुदेष्यति हसिष्यति पद्कजश्री I
इत्यं विचिन्तयति कोशगते द्विरेफ़् हा हन्त हन्त नलिनी गज उज्जहार II

“રાત્રી પુરી થતાં દિવસ આવશે (ઉગશે), સુરજ ફરી આવશે, કમળ ફરી ખિલશે” – એવું કમળમાં બંધ (કેદ) ભમરો વિચારી રહ્યો હતો તેજ સમયે એક મસ્ત હાથી એ કમળના છોડ ઉખાડી ને ફેંકી દે છે….

अस्तु I


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com  સરનામે કરી શકાશે.

7 comments for “બંદિશ એક રૂપ અનેક (૭૧) : મરાઠી ગીત “घेई छंद मकरंद”

 1. October 24, 2020 at 2:44 am

  વાહ! પહેલા ત્રણ કલાકારો વધારે ગમ્યાં. જીતેન્દ્ર અભિષેકી અને વસંતરાવ દેશપાંડેના પ્રોગ્રામ કેલિફોર્નિઆમાં અમે (૧૯૮૩ આસપાસ} મરાઠી ગ્રુપ સાથે મળી, ગોઠવેલ ત્યારે સાંભળેલાં.

  • નીતિન વ્યાસ
   October 24, 2020 at 8:29 am

   સ્નિતી મિશ્રા ને સાંભળો

 2. ભરત ભટ્ટ
  October 24, 2020 at 10:29 am

  ખુબ સરસ નીતિનભાઈ.હંમેશ તમે નાવીન્યતમ લેખો રજૂ કરો છો.આ વખતે મરાઠી ગીત પર. અભિનંદન

 3. Dipak Dholakia
  October 24, 2020 at 5:56 pm

  रात्रिर्गमिश्यति भविष्यति सुप्रभातं भास्यनुदेष्यति हसिष्यति पद्कजश्री I
  इत्यं विचिन्तयति कोशगते द्विरेफ़् हा हन्त हन्त नलिनी गज उज्जहार II
  લેખ વાંચવાની શરૂઆત કરતાં મને પણ આ શ્લોક યાદ આવ્યો હતો. પરંતુ પાઠફેર છે. મારી પાસે પ્રમાણે છેઃ

  रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं।
  भास्वानुदिष्यति हसिष्यति प॑कजश्री॥
  इत्थं विचारयति कोशगते द्विरेफे।
  हा हन्त हन्त नलिनीं गज् उज्जहार॥
  થોડોક ફેર છે. બાકી મૂળ વાત લેખની. હંમેશની જેમ આહ્લાદક રહ્યો.

 4. Mukesh Bhatt
  October 25, 2020 at 11:10 am

  Mu Nitin Bhai, As usual, a well researched presentation. Superb… liked it much as we have seen this movie KATARI KALJAAT GHUSALI.

  Became spellbound in listener bh to various artistes singing Ghei Chand ..

  Hats off to you!!

 5. Hasmukh Doshi
  October 28, 2020 at 11:14 am

  Thanks for the મનોરંજન.

 6. October 28, 2020 at 3:01 pm

  maza padi gai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *