





નિરંજન મહેતા
આજકલ એટલે હાલમાં, હમણાં. આને આવરી લેતા કેટલાક ગીતોનો આનંદ આ લેખ દ્વારા કરશો.
૧૯૫૮ની ફિલ્મ ‘સિતારો સે આગે’મા ગીત છે
आज कल परसों में खिले जब सरसों
विदेशी प[पिया आ जाना भूल न जाना
આ નૃત્યગીતના કલાકાર છે વૈજયંતીમાલા. શબ્દો છે મજરૂહ સુલાતાનપુરીના અને સંગીત સચિન દેવ બર્મનનું. ગાનાર કલાકાર આશા ભોસલે.
૧૯૫૮ની અન્ય ફિલ્મ ‘ફિર સુબહ હોગી’નું ગીત રાજકપૂર પર રચાયું છે. તેને રહેમાન કોઈ પાર્ટીમા લઇ જાય છે અને ત્યાંની નૃત્યાંગનાને નૃત્ય કરતા જોઈ તે ગાય છે
आसमां पे है खुदा और जमीं पर हम
आज कल वोह इस तरफ देखता है कम
સ્વર મુકેશનો અને શબ્દો સાહિર લુધિયાનવીનાં. સંગીત ખય્યામનું.
૧૯૬૪ની ફિલ્મ ‘બેટી બેટે’નું ગીત એક હાલરડાના રૂપમાં છે
आज कल मे ढल गया दिन हुआ तमाम
तू भी सोजा सो गई रंगभरी शाम
જમુના આ હાલરડું ગાય છે. ગીતમાં આગળ સુનીલ દત્ત પણ સાથ આપે છે. શૈલેન્દ્રનાં શબ્દો અને શંકર જયકિસનનું સંગીત., સ્વર લતાજી અને રફીસાહેબના.
૧૯૬૬ની ફિલ્મ ‘દિલ્લગી’
આ એક પાર્ટી ગીત છે જેમાં માલા સિંહા યુવાનોની ફેશન ઉપર કટાક્ષ કરે છે
ये आजकल के लडके लिखते ना पढ़ते है
और फेशन फिर भी देखो
સાથી કલાકાર સંજયખાન. મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને સ્વર છે ઉષા મંગેશકરનો.
૧૯૬૭ની ફિલ્મ ‘જોહર ઇન બોમ્બે’નું આ યુગલ નૃત્યગીત છે જેના કલાકારોની જાણ નથી થતી. કટાક્ષમય ગીતના શબ્દો છે
आज कल के सभी नवजवान बड़े झूठे .
અસદ ભોપાલીના શબ્દો અને ઉષા ખન્નાનું સંગીત. સ્વર આશા ભોસલે અને ઉષા મંગેશકરના.
૧૯૬૮ની ફિલ્મ ‘બ્રહ્મચારી’નું આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે.
आज कल तेरे मेरे प्यार के चर्चे है हर जबान पर
सब को मालुम है और सब को खबर हो गई
આ નૃત્યગીતના કલાકાર છે શમ્મીકપૂર અને મુમતાઝ. શબ્દો હસરત જયપુરીનાં અને સંગીત શંકર જયકિસનનું. સ્વર છે સુમન કલ્યાણપુર અને રફીસાહેબના.
૧૯૭૧ની ફિલ્મ ‘કલ આજ ઔર કલ’, જેમાં ત્રણ પેઢીએ કામ કર્યું છે, તેનું ગીત છે
टिक टिक टिक चलती जाये घड़ी
कल आज और कलकी जुड़ती जाए कड़ी
ફિલસુફીભર્યું આ ગીત રણધીર કપૂર, બબીતા અને રાજકપૂર પર રચાયું છે. નીરજનાં શબ્દો અને સંગીત શંકર જયકિસનનું. ગાનાર કલાકારો આશા ભોસલે, કિશોરકુમાર અને મુકેશ.
૧૯૭૮ની ફિલ્મ ‘ઘર’નું ગીત એક ખુશાલીનું ગીત છે.
आज कल पाँव जमीं पर पड़ते नहीं मेरे
बोलो देखा है कभी मुझे उड़ते हुए
મુક્ત અભિનય છે રેખાનો જેને વ્યક્ત કર્યો છે લતાજીએ. ગીતના શબ્દો ગુલઝારના અને સંગીત આર.ડી. બર્મનનું.
૧૯૮૬ની ફિલ્મ ‘નગીના’નું આ ગીત પ્રણયલક્ષી છે.
आज कल याद कुछ रहता नहीँ
एक बस आप की याद आने के बाद
શ્રીદેવીને સંબોધીને રિશીકપૂર આ ગીત ગાય છે જેને સ્વર મળ્યો છે મહમદ અઝીઝનો. શબ્દો આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.
૧૯૯૦ની ફિલ્મ ‘સૈલાબ’નું આ ગીત તે સમયે તેની કોરીઓગ્રાફીને કારણે એકદમ પ્રચલિત થયું હતું અને માધુરીની અદાકારીએ તેમાં ચાર ચાંદ લગાડ્યા હતા. આજે પણ તે માણવા લાયક છે.
उलज़ी है किस जाल में तूं
है आज कल किस हाल में तूं
જાવેદ અખ્તરના શબ્દોને સંગીત આપ્યું છે બપ્પી લાહિરીએ. સ્વર છે અનુપમા દેશપાંડેનો.
૨૦૦૦ની ફિલ્મ ‘ચલ મેરે ભાઈ’માં એક પાર્ટીમા સમૂહગીત છે જેમાં યુવાન અને યુવતીઓ એકબીજાની છેડતીરૂપ ગાય છે
आज कल की लड़कियाँ कमाल करती है
किसी को दिल में रखती है
किसी को दिल में रखती है, किसी पे मरती है
ગીતના કલાકારો સંજય દત્ત, કરિશ્મા કપૂર અને સલમાનખાન. ગીતના શબ્દો છે સમીરના અને સંગીત આનંદ મિલિન્દનું. ગાનાર કલાકારો પૂર્ણિમા, સોનુ નિગમ અને વિનોદ રાઠોડ.
૨૦૦૬ની ફિલ્મ ‘વોહ લમ્હે’નું આ ગીત પાર્શ્વગીત રૂપે મુકાયું છે.
क्यों आजकल नींद कम ख़्वाब ज्यादा है
નીલેશ મિશ્રના શબ્દો અને પ્રીતમનું સંગીત. ગાનાર કલાકાર કે.કે. જેના પર આ ગીત રચાયું છે તે કલાકારો છે કંગના રનૌત અને શાઈની અહુજા.
૨૦૦૮ની ફિલ્મ ‘હાલ એ દિલ’નું ગીત આજકાલની છોકરીઓની ફેશન પર કટાક્ષ કરતુ ગીત છે.
कुडिया दे जलवे फैशन नु आग लगे आज कल दे फैशन नु
આ પંજાબી ભાષાના શબ્દોવાળું રેપ ગીત છે જેને શબ્બીર અહમદે લખ્યું છે. સંગીત પ્રીતમનું. ગાનાર કલાકારો હાર્ડ કોર અને લાભ જનુજા. રચાયું છે અધ્યયન સુમન, અમિતા પાઠક અને નકુલ મહેતા ઉપર.
૨૦૦૯ની ફિલ્મ ‘વેક અપ સીડ’માં પણ એક પાર્શ્વગીત ગીત છે
आज कल जिंदगी मुझ से है कह रही
तू जो मेरी माने तो चल दीवाने
રણબીર કપૂર અને કોંકણા સેન શર્મા ઉપર આ ગીત રચાયું છે જેના શબ્દો છે જાવેદ અખ્તરના અને સંગીત શંકર એહસાન લોયનું. શંકર મહાદેવનનો સ્વર.
૨૦૧૪ની ફિલ્મ ‘પુરાની જીન્સ’નું ગીત પણ યુવાઓ પર રચાયું છે જેમાં દિલની વાત કહેવાઈ છે.
दिल आज कल मेरी सुनता नहीं
दिल आज कल पास रहेता नहीं
નવયુવાન કલાકારો આદિત્ય સીલ અને ઇઝાબેલે આમાં દેખાય છે. ગીતના શબ્દો પ્રશાંત ઇન્ગોલેના અને સંગીત રામ સંપથનું. ગાનાર કલાકાર કે.કે.
આશા છે રસિકો આ બધા ગીતો માણશે.
અન્ય ગીતો છે પણ તે ઓડીઓ રૂપમાં છે તેથી અહી નથી મુકાયા.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
Good collection of “AAJKAL SONGS”
आज की मुलाकात बस इतनी,
कर लेना बातें कल चाहे जितनी
Film: BHAROSA;
inFilm: Bharosa “AAJ-KAL , split in two different lines shows different meaning.