લુત્ફ-એ-શેર : મણકો #૧૯

Facebooktwitterredditpinterestlinkedinmail

ભગવાન થાવરાણી

ફરી એક વાર ઉર્દૂ શાયેરાઓ તરફ જઈએ.

હમીદા શાહીન એટલે પાકિસ્તાનની વર્તમાન કવયિત્રીઓમાં એક મોટું નામ. એમનો એક શેર છે :

ફઝા  યૂં  હી  નહીં મલ્ગઝી  હુઈ જાતી
કોઈ તો ખાક – નશીં હોશ ખો રહા હોગા 

( હવા અમસ્તી ધુંધળી-મલીન નથી થઈ રહી. સાચી રીતે જમીનનો હોય એવો કોઈક માણસ અસ્ત પામી રહ્યો હશે ! )

પણ વિચારવા વિવશ કરે એવો એમનો શેર આ રહ્યો :

સડક  કિનારે  ખડે  દરખ્તોં  સે  પૂછતી  હૂં
કોઈ ગુઝરતા ભી હૈ કે બસ આદતન હરે હો ..

કવયિત્રીએ દેખીતી રીતે બિલકુલ નિર્દોષતાપૂર્વક એક સવાલ સડકની કોરે ઊભેલા વૃક્ષોને પૂછ્યો છે, પણ જવાબ એમની પાસેથી નહીં, આપણી પાસેથી માંગ્યો છે. કેટલાક વૃક્ષો – બહુ જ ઓછા – એવા હશે જે ટેવવશ અને બારેય માસ હર્યા-ભર્યા રહેતા હશે. એમની બાજૂમાંથી કોઈ નીકળે કે ન નીકળે એનાથી જેમને ફરક ન પડતો હોય ! કોઈના નૈકટ્ય – સંસર્ગ વિના પણ હરિયાળા રહેવું અસામાન્ય છે અને મુશ્કેલ પણ ! સરેરાશ વૃક્ષને લીલૂંછમ રહેવા માટે કેવળ હવા, પાણી અને પ્રકાશ જ નહીં, માનવીય સંસ્પર્શ, કોઈ એમને જૂએ, કોઈ એમને સ્પર્શે, કોઈ એમની આગળથી પસાર થાય એ જરૂરી છે. એનાથી હર્યા-ભર્યા રહેવાય છે એટલું જ નહીં, એ હર્યા-ભર્યાપણામાં નિખાર પણ આવે છે, એ તાજગી યંત્રવત્ નથી લાગતી .

હવે આ જ વાતને જરા માનવીના સંદર્ભે તપાસી જુઓ ..

2 comments for “લુત્ફ-એ-શેર : મણકો #૧૯

 1. ધર્મેન
  October 4, 2020 at 8:01 pm

  पेड़ परसे यह शेर याद आया….

  बस एक उम्मीद सी
  शायद वो इधर से गुज़रे,
  बस एक जुनून सा
  राहों में पेड़ बोनेका !
  (परवीन शाकिर)

  • Bhagwan thavrani
   October 5, 2020 at 3:08 pm

   વાઆહ સરસ !
   ધન્યવાદ ધર્મેન ભાઈ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *