ભગવાન થાવરાણી

નવી પેઢીના કેટલાક ઉર્દૂ શાયરોએ પણ પોતાની અલાયદી અને ઉમદા છબી ઉપસાવી છે. આવા કેટલાક નામોમાં એક છે ઝુબૈર અલી તાબિશ.
એમની શાયરીથી મારો પરિચય આ નાજુક-શા શેરથી થયો અને હું અવાચક થઈ ગયો ! જૂઓ:
કોઈ તિતલી નિશાને પર નહીં હૈ
મૈં બસ રંગોં કા પીછા કર રહા હું..
આ વિધાન પણ છે અને એક સ્તબ્ધ કરી દેનારો ખુલાસો પણ ! આપણે અવાર-નવાર કેટલાક લોકોને ‘પતંગિયાઓ‘ નો પીછો કરતા જોઈએ છીએ અને માની બેસીએ છીએ કે એમનું લક્ષ્ય એ પતંગિયા કે એમનું સૌંદર્ય છે. બધા નહીં, પણ એમાના કેટલાક લોકો – બહુ ઓછા લોકો – દરઅસલ રંગોના દીવાના હોય છે. એમને એ તિતલીઓ પકડવી નથી હોતી. એમને એમની ભૌતિક ખૂબસૂરતી સાથે પણ ઝાઝો સરોકાર નથી હોતો. એ રંગ-ઘેલા હોય છે. આ બન્ને પ્રકારના લોકો બાહ્ય દેખાવે સરખા લાગે છે. ક્યારેક આ મુઠ્ઠીભર લોકોને એવા પતંગિયાઓમાં પણ સૌંદર્ય દેખાય છે જે બહુ રંગબેરંગી ન હોય અને એવા ફૂલોમાં પણ નજાકત જે ફિક્કા અને મુરજાયેલા હોય ..
Waah…. કેટલી નાજુકાઈ થી નાજુક વાત !!!
રંગો ની દુનિયા અદ્ભુત છે પણ વધુ અદ્ભુત છે એ રંગો ને જોવાની તલપ..
આભાર ઊર્મિલાબહેન !