સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર::  યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર

Facebooktwitterredditpinterestlinkedinmail

દર્શા કિકાણી

(૧૭ જુન ૨૦૧૯)

સવારે વહેલાં તૈયાર થઈ સરસ બ્રેકફાસ્ટ કર્યો. તાજી નારંગીનો જ્યુસ મશીનની મદદથી  જાતે કાઢીને લેવાનો હતો. અમારા માટે નવો અનુભવ હતો જે ખૂબ યાદગાર બની ગયો. તાજા જ્યુસ સાથે બીજી અનેક વાનગીઓ હતી. ભરપેટ નાસ્તો કરી બસમાં ગોઠવાયાં. બે કલાકની બસની સફર હતી. અદભૂત સ્વિસ આલ્પ્સ અને સુંદર સરોવરોની  હાજરીમાં અમે બે કલાકની અકલ્પ્ય સફર કરી. રસ્તામાં ૧૭ કી.મિ લાંબી ગોથાર્દ ટનલમાંથી પસાર થયાં. આ ટનલ યુરોપની લાંબામાં લાંબી અને વિશ્વની બીજા નંબરની લાંબી ટનલ છે. ટનલમાં વચ્ચે વચ્ચે ઈમરજન્સી એઝીટ અને બીજી સગવડો તો હોય જ. અમે જે રસ્તે જઈ રહ્યાં હતાં તે ઈટલી અને સ્વિત્ઝરલેન્ડ દેશની બોર્ડર છે. આપણા મગજમાં તો ભારત-પાકિસ્તાનની બોર્ડરનો જ ખ્યાલ હોય એટલે બે મિત્ર દેશો વચ્ચે એક શાંત સરોવર કે સુંદર પર્વત બોર્ડર તરીકે હોય તે માની શકાય? લેક સ્વિસ તરીકે ઓળખાતું ચોખ્ખા નીતર્યા પાણીનું સરોવ સરોવરમાં તરતાં હંસ અને બીજાં પંખીઓ, કિનારે આવેલ નાનાં નાનાં ગામો, ગામમાં કામ કરતાં માણસો…. આ બધું  પિક્ચર પોસ્ટકાર્ડમાં દોરેલ ચિત્ર છે કે વાસ્તવમાં ત્યાં આવેલ છે તે સમજાતું ન હતું! અમે અનિમેષ નજરે તે જોઈ રહ્યાં.

અમે એક ગામમાં વળ્યાં. આલ્પ્રોસ નામની ચોકલેટની ફેક્ટરીમાં ગયાં. ફેક્ટરીનું બિલ્ડીંગ ઈટાલિયન  સ્ટાઈલમાં બન્યું હતું. બહાર સરસ લીલોછમ બગીચો હતો.  અમે આખી  ફેક્ટરી અંદરથી ફરીને જોઈ. જાતજાતની ચોકલેટ બનતા પણ જોઈ. ઘણી ચોકલેટ ચાખી, ખાધી. પણ અમારી સફર હજી લાંબી હતી એટલે ભારત લઈ જવા અત્યારથી ચોકલેટ ખરીદવી ફાવે તેમ ન હતું. સ્વિત્ઝરલેન્ડ ચોકલેટ માટે પ્રખ્યાત પણ અત્યારે ખરીદી કરાવી પાલવે તેમ ન હતું. અમારામાંથી ઘણાં મિત્રોએ ચોકલેટ ખરીદી. અઠવાડિયા પછી ઈસ્ટ યુરોપની ટુરમાં હીટ વેવમાં (ગરમીના મોજામાં) ફસાયાં ત્યારે અમને અમારી સમજદારી પર માન થયું!

આલ્પ્રોસ ચોકલેટની ફેક્ટરીમાંથી નીકળી અમે આગળનો રસ્તો પકડ્યો. જાણે  આલ્પ્સ પર્વતની સાથે સાથે સફર કરતાં હોઈએ તેવું લાગે. લગભગ ૩૦ જેટલાં પર્વતોનો સમૂહ છે આ સ્વિસ  આલ્પ્સ રેંજ. ઘણી જગ્યાએ શિખરો ૧૦,૦૦૦ ફૂટ જેટલી ઊંચાઈ પર છે.સામાન્ય રીતે સ્વિસ  આલ્પ્સ રેંજ હિમાચ્છાદિત જ રહે છે. તેના પર કોઈ લીલોતરી થતી નથી. નીચે એક સરોવર પૂરું થઈ બીજું સરોવર ક્યાં શરુ થાય તે આપણને ખબર પણ ન પડે! અમે લેક લુગાનો પર આવેલ ‘લુગાનો’ (LUGANO) ગામમાં આવી લાગ્યાં. ત્યાંની ભાષામાં ‘લુગાન’ એટલે પણ સરોવર! લુગાનો ગામ આવ્યું છે તો સ્વિત્ઝરલેન્ડમાં પણ ગામમાં બિલકુલ ઈટાલિયન  ફ્લેવર છે! જો કે લુગનો સરોવરનો બીજો છેડો ઈટાલીમાં પડે છે ! કાફે, પીઝેરિયા, રસ્તાઓ…. બધું ઈટાલિયન વધુ લાગે. ચાલતાં ચાલતાં ગામમાં ફરવાની મઝા આવે એવું ગામ છે. બસમાંથી ઊતરી થોડું ચાલ્યાં પણ આજનું આકર્ષણ હતું મિનિએચર વિશ્વ! કાયમની જેમ જ સમય મર્યાદિત હતો અને જોવાનું ઘણું હતું! અમે પહોંચ્યાં સ્વિસ મિનિએચર વર્લ્ડમાં (SWISS MINIATURE WORLD) એટલે કે અજાયબનગરીમાં. સ્વાદિષ્ટ અને શુદ્ધ શાકાહારી ભોજન અમારી રાહ જોતું હતું. મિનિએચર વર્લ્ડમાં જ આવેલી રેસ્ટોરાંમાં અમે પહેલાં જમી લીધું. રેસ્ટોરાંની કાચની મોટી બારીઓમાંથી બહારના સુંદર માહોલનો ખ્યાલ તો આવતો જ હતો. જમીને અમે બહાર મોટા બગીચામાં આવ્યાં. સ્વિત્ઝરલેન્ડના ૧૨૦ જોવાલાયક સ્થળો અહીં નાની સાઈઝના (૨૫ મા ભાગના) બનાવીને ગોઠવ્યાં હતાં. ૧:૨૫ના કદનાં આ બધાં મોન્યુમેન્ટ સાચાં મોન્યુમેન્ટની માપેમાપ બનાવેલ કોપી છે અને ચાલુ, હરતી-ફરતી સ્થિતિમાં છે! અહીં મહેલો, કેસલ, ચર્ચ, કેથેડ્રલ, નાનાં, મોટાં તથા ભવ્ય મકાનો, આજુબાજુ ફરતાં માણસો, પર્વતો, પૂલો, સરોવરો, મહાકાય વહાણો અને ૩૫૦૦ મીટર લાંબી રેલ્વે લાઈન, ૧૮ ટ્રેનો, ટ્રાફિક સિગ્નલ્સ, કેબલ કાર, બસ …. આખું સ્વિત્ઝરલેન્ડ સમાવી લીધું છે આ નાના સ્વિસ મિનિએચર વર્લ્ડમાં! બાળકો જ નહીં મોટેરાંઓ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય એવી  છે આ નાનકડી અજાયબનગરી! બહુ મઝા આવી ગઈ આ અજાયબ દુનિયામાં!

અમારે રાત સુધીમાં તાશ થઈ ઝર્મેટ(ZERMETT) પહોંચવાનું હતું એટલે સમયસર બસમાં બેસી ગયાં. અમારી ગણતરી પ્રમાણે ચાર કલાકનો રસ્તો હતો. સારા વાહનો અને સારા રસ્તાઓ એટલે ધાર્યા મુજબની મુસાફરી થાય. અજાયબ દુનિયા જોયાના ઉત્સાહમાં અમારી વાતો ખૂટતી ન હતી. બસની મુસાફરીને યાદગાર બનાવવા કુશ અને ઈરાએ  સી.એન.વિદ્યાલયનાં સ્થળો, પ્રસંગો, જૂનાં શિક્ષકો, તેમની ખાસિયતો વગેરેને આવરી લેતી સરસ ક્વિઝ રમાડી. જૂની યાદો, જૂનાં સંસ્મરણો, જૂના દિવસો….. વળી કોડીઓ અને લખોટીઓ ઇનામમાં આપી અમને સૌને તેમણે સ્કુલે જતાં બાળકો બનાવી દીધાં!

બસ કલાકેક ચાલી હશે ત્યાં એક નાના રસ્તે તે ઊભી રહી ગઈ. અમે તો રમતમાં અને આસપાસની સુંદરતામાં ખોવાયેલાં હતાં. કંઈ તકલીફ હશે એવું તો વિચારમાં પણ આવે નહીં. ડ્રાઈવરભાઈ નીચે ઊતરી પાછા આવ્યા પણ બસ ચાલુ કરી નહીં. હવે ખ્યાલ આવ્યો કે કંઈક તકલીફ છે. ડ્રાઈવરભાઈના કહેવા મુજબ સ્નોસ્લાઈડ થવાથી આગળનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. તેમણે બસને પાછી વળી બીજે રસ્તે લીધી….. પણ આ શું? આ રસ્તો પણ બંધ! આપણે માટે તો ‘સ્નોસ્લાઈડ’ શબ્દ પણ નવો અને અનુભવ પણ નવો! ડ્રાઈવરભાઈ એક-પછી-એક રસ્તો લેતા ગયા અને જરૂર લાગે બદલતા ગયા.  છેવટે દેશનો મોટાભાગનો મધ્ય અને દક્ષિણ વિસ્તાર ફરી ઇન્ટરલેકન અને બર્ન શહેરોને બહારથી અડકી લગભગ ૮ કલાકની બસ-મુસાફરી કરી અમે રાત્રે ૧૦.૩૦ વાગે તાશ પહોંચ્યાં. સ્વિત્ઝરલેન્ડ દેશનો આટલો સુંદર ગ્રામ્યવિસ્તાર જોવાનો અમને અણધાર્યો અને અમુલ્ય લાભ મળ્યો. લાખો રૂપિયા આપીને પણ આવી સફર કરવા ના મળે! તાશ અમારી બસ છોડી ટેક્ષી કરી અમે સામાન લઈ ઝર્મેટ બેઝ  સ્ટેશને પહોંચ્યાં. મોડું તો બહુ થઈ ગયું હતું પણ આગળથી જાણ કરી હતી એટલે અમારા માટે ઇલેક્ટ્રિક વાહનની વ્યવસ્થા થઈ હતી જેમાં બેસી અમે ૧૧.૩૦ વાગે હોટલે પહોંચ્યાં. ઝર્મેટમાં ફક્ત લોકલ ઇલેક્ટ્રિક વાહનો જ માન્ય છે. બહારનાં વાહનો અને પેટ્રોલથી ચાલતાં વાહનો અમાન્ય છે! એક સાથે બાવીસ જાણ રાતના મોડાં હોટલ પર આવતાં સ્ટાફ પણ અટવાઈ ગયો હતો. જેમ તેમ કરી બધાં પોતપોતાની રૂમમાં ગોઠવાયાં. જો કે રાતના આટલાં મોડાં પણ અમારે માટે ફૂડ પેકેટ તૈયાર રાખ્યાં હતાં! બધાં મિત્રો સાથે હતાં. વળી ઘણાં મિત્રો મુસાફરી કરવા ટેવાયેલ અને પરિપક્વ હતાં. બધાંએ મગજ ઠંડુ રાખ્યું અને હસતાં હસતાં જે થઈ રહ્યું હતું અને પોતાના કાબુની બહારનું  હતું તેનો સ્વીકાર કરી તે સંજોગોની પણ મઝા માણી. જો થોડાંક મિત્રો પણ ગભરાયાં હોત કે અકળાયાં હોત તો આ મુશ્કેલ સમય વધુ મુશ્કેલ બની ગયો હોત. એક અનુભવી ટુર મેનેજરને છાજે તે રીતે  મિલિન્દભાઈએ પણ ગીતો ગાઈ અને રમુજી ટુચકા તથા  મિમિક્રીથી મનોરંજન પૂરું પાડ્યું.


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

24 comments for “સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર::  યહ કોન ચિત્રકાર હૈ….. અજાયબનગરી અને ગ્રામ્યવિસ્તારની સફર

 1. Gita Joshi
  September 18, 2020 at 11:55 am

  I m so happy to go through the description of your trip & it’s a real/ virtual trip for me. Also I m reliving our trip done in 2008.
  Thanks for sharing, please keep doing this for people like us.

  • Darsha Kikani
   September 18, 2020 at 2:16 pm

   Thank you very much, Gitaben! The purpose of sharing this travelogue is happiness! Keep reading, be happy!

 2. Kush Dalal
  September 18, 2020 at 12:07 pm

  The travel description flows so smoothly..!!
  As if the author is sitting in front of us and
  Narrating..!! Congratulations.

  • Darsha Kikani
   September 18, 2020 at 2:18 pm

   Thanks, Kushbhai! This description is specifically for you n Ira and games by you! Enjoy and keep reading!

 3. Ketan Patel
  September 18, 2020 at 12:44 pm

  રમણિય પ્રદેશ, અત્યંત મનોહર ફોટોગ્રાફ્સ અને સ્નિગ્ધ શબ્દો માં પ્રવાસ વર્ણન – મન પ્રફુલ્લિત થઇ ગયું

  • Darsha Kikani
   September 18, 2020 at 2:20 pm

   આભાર, કેતન!
   Keep reading and keep enjoying!

 4. Mona
  September 18, 2020 at 12:46 pm

  Amazing 🤩🤩👍👍👏👏nice description 🤩🤩

  • Darsha Kikani
   September 20, 2020 at 11:10 pm

   Thanks, Mona! Keep reading and keep enjoying!

 5. Bharat Parikh
  September 18, 2020 at 1:41 pm

  Enjoying the both the description of the tour and the virtual tour.

  • Darsha Kikani
   September 18, 2020 at 2:22 pm

   Thanks, Bharatbhai! Keep reading, keep enjoying the virtual tour !

  • Sharad Kulkarni
   September 18, 2020 at 6:53 pm

   Good coverage of extended road travel! The miniatures covered some man made monuments, not covered by us other wise, so was a good overall picture! The night transfer at Tasch was quite interesting too!

   • Darsha Kikani
    September 19, 2020 at 12:04 am

    Thanks, Sharadbhai! Yes, Tasch was an experience!

 6. Amrish Thaker
  September 18, 2020 at 2:02 pm

  Dear Darsha,
  Very well written, reliving our experience and a great day together! Beautiful selection of pictures! Though I know the whole trip by heart with all minute details, you write so well, I am anxiously waiting for the next episode!
  Great job again!
  Amrish

  • Darsha Kikani
   September 18, 2020 at 2:25 pm

   Thank you very much, Amrishbhai! The whole trip was so special…. Keep reading and keep enjoying!

 7. Nalini Mankad
  September 18, 2020 at 4:32 pm

  Enjoyed sailing through the flawless description of the tour.Miniature museum’s pictures are awesome.

  • Darsha Kikani
   September 19, 2020 at 12:10 am

   Thanks, Nalini! The miniature world was really amazing!

 8. mona
  September 18, 2020 at 4:37 pm

  In depth description complemented by beautiful pictures. Very rightly said, when you are traveling with a big group, attitude of each one plays an important role in enhancing the joy of traveling.

  • Darsha Kikani
   September 19, 2020 at 12:12 am

   Thanks, Mona! The group was excellent! All school friends from US and India!

 9. Toral
  September 18, 2020 at 6:44 pm

  Beautiful pictures! Re-visited mini world through your writing.

  • Darsha Kikani
   September 19, 2020 at 12:09 am

   Thanks,Toral! The miniature world was really amazing!

 10. Shobha Parikh
  September 18, 2020 at 10:49 pm

  પ્રવાસનું વર્ણન એટલું રોચક હતું કે જાણે પ્રત્યક્ષ નજારો જોતા હોઈએ એવો ભાસ થાય…!

  • Darsha Kikani
   September 19, 2020 at 12:07 am

   Thanks, Shobha! Please join us for all the episodes of the virtual tour!

   • NOZER CHINOY
    September 19, 2020 at 9:39 am

    Dear Darshan
    The photos and description gives us a live feeling of the tour. By just reading your article it highlights how much you would have enjoyed and cherish each and every moment. I know traveling is a passion for both of you.
    Best wishes

    • Darsha Kikani
     September 19, 2020 at 11:22 pm

     Thanks, Chinoy! Yes, both of us love traveling. But in Corona time, it’s not possible. Sharing our experiences is the best option! 😊 Keep reading!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *