સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર::  યહ કોન ચિત્રકાર હૈ….. ઝમકદાર ઝુરીક

Facebooktwitterredditpinterestlinkedinmail

દર્શા કિકાણી

(૧૫ જુન ૨૦૧૯)

અમે સમયસર એટલે કે બપોરે ત્રણ વાગ્યે ઝુરીક પહોંચી ગયાં. અમારાં ૪ મિત્ર-યુગલ  જે અમેરિકાથી આવ્યાં હતાં  તેઓ અમારી રાહ જોતાં હતાં. અમેરિકાથી જુદા જુદા સમયે મિત્રો પોતાની અનુકૂળતા પ્રમાણે ઝુરીક પહોંચ્યાં હતાં.  અમારાં મિત્રોની આ છેલ્લી બૅચ હતી. અમે  એરપોર્ટ પર ભેગાં થઈ જે ધમાલ અને ધાંધલ કર્યાં છે…… કદાચ જૂનાં મિત્રો મળે ત્યારે સ્થળ અને સમયનું કોઈ ભાન રહેતું નથી તે અમને ત્યારે સમજાયું.

હોટલમાંથી અમને લેવા માટે મોટી વાન આવી હતી. વાનની પાછળ એક ટ્રેલર હતું જેમાં બધાનો સામાન મૂકી દીધો અને અમે મિત્રો વાનમાં બેઠાં. એરપોર્ટની અંદર તો સ્વિત્ઝરલેન્ડની સુંદરતાનો એટલો પરિચય થતો ન હતો.  ઘણાં બધાં સારા ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવું જ તે એરપોર્ટ હતું. પણ જેવાં બહાર નીકળ્યાં કે તરત અમને ચારેબાજુ સુંદરતાનો અહેસાસ થવા લાગ્યો!  અમારી હોટલ શહેરથી થોડી દૂર હતી એટલે આખું શહેર જોતાં-જોતાં અમે હોટલ સુધી પહોંચ્યાં. લીલાંછમ્ ખેતરો, નાની નાની ટેકરીઓ,  ખુલ્લા અને સ્વચ્છ રસ્તાઓ, બેઠી દડીનાં  મકાનો …… મનને ખુશ કરવા આથી વધુ શું જોઇએ? 

અમે હોટલ થેસોનિક પહોંચ્યાં. આ નાની એવી  બુટીક હોટલ છે. માર્યાદિત સંખ્યાનાં સ્યુટ હોય અને દરેક ટ્રાવેલરની અલગ અલગ જરુરિયાત પણ સચવાય તેવો  આગ્રહ હોય તેવી હોટલને બુટીક હોટલ કહે છે. અમને ત્રીજે માળે એક્ઝીક્યુટીવ સ્યુટ આપવામાં આવ્યો હતો. લિફ્ટમાં ત્રીજે માળે પહોંચ્યાં ત્યાં સુધી અમને ખ્યાલ જ ન હતો કે આગળ શું હશે! લિફ્ટ બરાબર અગાસીની સામે જ ખૂલી. સામાન લિફ્ટની બહાર કાઢી અમે અગાસીમાં દોડી ગયાં અને બહારનો નઝારો મન ધરાય ત્યાં સુધી જોયો. સુંદર આસમાની આકાશ, લીલાં ખેતરો, સાપોલિયા જેવા રસ્તાઓ… અગાસીમાંથી પાછાં લિફ્ટ પાસે આવી જમણી બાજુ વળ્યાં. પેસેજમાં બેસવાની વ્યવસ્થા સારી કરી હતી. આગળ જતાં આમને-સામને બે એક્ઝીક્યુટીવ સ્યુટ હતાં જેમાંથી એક અમારો હતો. બારણું બેઠકરૂમમાં ખુલ્યું. ટીવી, સોફા, રાઈટીંગ ટેબલ, ખુરસીઓ  વગેરે સાથેનો બેઠક રૂમ સરસ હતો, પણ આંખે ઊડીને વળગે એવી હતી છાપરામાં ફીટ કરેલી કાચની મોટી બારી જે સ્કાય લાઈટ તરીકે પણ ઓળખાય છે. હજી તો બપોર જ હતી એટલે કાચની બારીમાંથી ભરપૂર પ્રકાશ આવી રહ્યો હતો જે બેઠકરૂમની  સુંદરતામાં વધારો કરતો હતો. યુરોપ અને અમેરિકામાં આ જાતની સ્કાય લાઈટ સામાન્ય છે પણ આપણે માટે તો નવીનતા જ. બેઠકરૂમની એક બાજુ નાનો એવો  બેડરૂમ હતો અને બીજી બાજુ મોટો સરસ બાથરૂમ! અમે તૈયાર થઈ નીચે આવ્યાં અને મિત્રો સાથે બસમાં સ્વિત્ઝરલેન્ડ ટુરની શરૂઆત કરી દીધી!

જેને આપણે સ્વિત્ઝરલેન્ડ કહીએ છીએ તે દેશ સ્વિસ કોન્ફેડરેશન તરીકે પણ ઓળખાય છે. ઊંચાનીચા પર્વતો, હિમાચ્છાદિત શિખરો અને સુંદર સરોવરોનો દેશ એટલે સ્વિત્ઝરલેન્ડ. દેશમાં લગભગ પંદરસો સરોવર આવેલાં છે. સરોવરોની સુંદરતા  હંસ, બતક અને  બીજાં પંખીઓની હાજરીથી અનેક ગણી થઈ જાય!  પશ્ચિમ અને મધ્ય યુરોપનો આ દેશ લેન્ડલોક છે, એટલે કે તેની એક પણ સરહદે સમુદ્ર આવેલો નથી. સ્વિત્ઝરલેન્ડને પાંચ દેશની સરહદો અડકે છે :

પૂર્વે ઓસ્ટ્રીયા અને લિંચેસ્ટીન, પશ્ચિમે ફ્રાન્સ, દક્ષિણમાં ઈટાલી અને ઉત્તરમાં જર્મની આવેલ છે. દેશની રાજધાની છે બર્ન શહેર.  ઝુરીક અને જીનીવા પણ બહુ જાણીતાં શહેરો છે. અહીં ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન અને રોમાન્શ ભાષાઓ બોલાય છે. અને કરન્સી  સ્વિસ ફ્રેન્ક  (CHF)  છે જેની કિંમત આશરે યુએસ ડોલર જેટલી છે. દેશનું ક્ષેત્રફળ લગભગ ૪૧ હજાર ચોરસ કિલોમીટર છે. (ઉત્તર-દક્ષિણ 220 કિલોમીટર અને પૂર્વ-પશ્ચિમ 350 કિલોમીટર). દેશમાં બે મોટી નદી છે રોન (Rhone) અને રાઈન (Rhine). વસ્તી એક કરોડથી પણ ઓછી છે, પણ 100% સાક્ષરતા છે!

સ્વિત્ઝરલેન્ડનો જન્મ 1291માં થયેલો પણ તેનું બંધારણ ઘડાયું 1848માં.  26 કેન્ટોન એટલે કે રાજ્યોમાં આ દેશ વહેંચાયેલો છે.  યુરોપના બીજા દેશોની સરખામણીમાં અહીં  ટેક્સ ઓછા છે. રાજકીય બંધારણમાં   ફેડરલ ગવર્મેન્ટ અને લોકશાહીનું સુંદર સંમિશ્રણ જોવા મળે છે. અમુક નિર્ણયો નાગરિકો જાતે લે છે જ્યારે બાકીના સરકાર પર છોડવામાં આવે છે. દેશની વસ્તી અને ક્ષેત્રફળ પરથી અહીંની આંતરરાષ્ટ્રીય મહત્તાનો ખ્યાલ જલદી ન આવે. રાજકીય તટસ્થતા (NEUTRALITY) ને કારણે ઘણી બધી સરકારી / બિનસરકારી સંસ્થાઓ તથા  યુએન વગેરેનું કેન્દ્ર બન્યું છે જીનીવા શહેર. ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇકોનોમિક પાવરની સાથે સાથે ચીઝ, ચોકલેટ, ચશ્મા અને ઘડિયાળ માટે જાણીતું છે સ્વિત્ઝરલેન્ડ. લીલીછમ ખીણો, કંદરાઓ અને  સુંદર ગામડાઓ તથા હિમાચ્છાદિત પર્વતો માટે જાણીતા આ દેશનું  જીવનધોરણ  ઘણું ઊંચું છે. યુરોપનાં ફેફસાં (LUNGS OF EUROPE) તરીકે પણ ઓળખાય છે. આ દેશ લેખકો, કવિઓ, કલાકારો અને ફોટોગ્રાફર્સ માટેનો માનીતો દેશ છે, તો સાથેસાથે ખેલાડીઓ અને રમતવીરોનો પણ માનીતો દેશ છે. સ્વિત્ઝરલેન્ડ સમૃદ્ધ અને શાંતિપ્રિય દેશ છે. દરેક નાગરિક સમજે છે કે વ્યક્તિસ્વાતંત્ર્યની સાથેસાથે સમાજ અને દેશના હિતનું રક્ષણ પણ એટલું જ મહત્વનું છે.

અમે સૌથી પહેલાં અમારાં મિત્રો નૂતન અને શરદભાઈને નજીકની હોટલમાંથી અમારી સાથે લીધાં. તેઓ એક દિવસ વહેલાં સ્વિત્ઝરલેન્ડ આવ્યાં હતાં. ધીમેધીમે અમારી બસ શહેરના જૂના ઐતિહાસિક વિસ્તારોમાંથી પસાર થઈ રહી હતી. રસપ્રદ માહિતી સાથે અમારા ગાઈડની અસ્ખલિત વાણીનો પ્રવાહ વહેતો હતો.  ઝુરીક શહેર સ્વિત્ઝરલેન્ડ દેશની લગભગ મધ્યમાં લેક ઝુરીક પર વસેલું  છે અને તે  સ્વિસ આલ્પ્સની નજીક છે.  મેટ્રો શહેરની બધી સુવિધાઓ અને અનુકૂળતાઓ અહીં ઉપલબ્ધ છે છતાં શહેરે પ્રાકૃતિક સૌન્દર્ય જાળવી રાખ્યું છે. અનેક આર્ટ ગેલેરીઓ અને મ્યુઝિયમથી સમૃદ્ધ આ શહેર છે. રંગીન કાચથી શણગારેલ ગોથિક જૂનાં મકાનો, મધ્યકાલીન સ્થાપત્યના નમૂના જેવાં દેવળો, ઘણાં દેવળોને માથે ધ્યાન ખેંચે તેવો  ડુંગળીના આકારનો લીલો ગુંબજ,  સમૃદ્ધ બેંકો, ઐતિહાસિક સ્થળો,  ભવ્ય અને  વિશાળ મેન્શનો, હોટલો ….. વર્ણન કરવા શબ્દો ટૂંકા પડે. દરેક મકાન પર ત્યાંની પ્રથા મુજબ મકાન બન્યાનું વર્ષ લખ્યું હોય! સંસ્કૃતિ અને પ્રકૃતિનું બેજોડ મિલન! છેલ્લાં ૬૦૦ વર્ષથી સ્વિત્ઝરલેન્ડ એક પણ યુદ્ધમાં સામેલ થયું નથી. દેશની સમૃદ્ધિનું આ એક મોટું કારણ છે.

શહેરમાં એક લટાર મારવા અમે બસમાંથી ઊતર્યાં. ખોવાઈ જવાની મઝા આવે તેવો ઓલ્ડ ટાઉનનો સ્ક્વેર એટલે કે ચોક હતો જે (ALTSTADT) કહેવાય છે. શહેરના લેન્ડમાર્ક જેવા દેવળના બે મિનારા (Gross Munster) જોયા. જો કે સમયની મારમારીને કારણે અમે ઘણાં સ્થળો ચૂકી ગયાં…. સ્વિસ અને આંતરદેશીય કલાકારોનું પ્રિય એવું Museum of Art, ઊંચાં મકાનો અને ઔદ્યોગિક પ્રગતિવાળું Zurich (West), સુંદર  Zurich Zoo, ૨૫ મીનીટની ટ્રેન સવારી કરી નજીકના પર્વત પરથી શહેરનો નઝારો જોવાની તક ગણાતું ઉટલીબર્ગ, (Uetliberg),અતિ સુંદર રાઈન ફોલ્સ (RhIne Falls),  યુનિવર્સીટીનો બોટનીકલ ગાર્ડન (University  Botanical Garden), Niederdorf, Beyer Clock Museum વગેરે …..

ત્યાંથી અમે ઝુરીક લેક ગયાં. પ્રવાસીઓની ભીડ, પાર્ક કરેલ બસોની ભીડ, લેકમાં ફરતી અસંખ્ય હોડીઓ, લેકની વચ્ચોવચ્ચ સુંદર મોટો ફુવારો! શું જોઈએ અને શું ભૂલીએ? મિત્રો સાથે વાતો કરતાં કરતાં અમે ધીમે ધીમે ચાલતાં હતાં ત્યાં તો અહો વૈચિત્ર્યમ! અમારા અમદાવાદના પાડોશી કે જેઓ વર્ષોથી અમેરિકા રહે છે તેઓ અમને વીસ વર્ષે ઝુરીક લેકને કિનારે મળ્યાં! એમની સાથે ઘણી બધી ખાટીમીઠી વાતો કરી અને કુદરતની કરામત માણી! પાછાં જતાં રસ્તામાં COOP નામના ઘણા સ્ટોર બસમાંથી અમે જોયાં.  દ્રાક્ષ, નારંગી જેવા ફળો અને વાઈન પ્રોડક્ટ્સ ઉત્પાદન કરનાર તરફથી કોઈ પણ વચેટની હાજરી વગર સીધા વાપરનાર સુધી પહોંચાડનાર આ ચેઈન હતી, આપણા સહકારી ભંડાર જેવો.

શહેર એટલું તો સુંદર અને મોહમયી હતું કે પાછા ફરવાનું મન તો થાય જ નહીં. પણ સમય થતાં અમે બસમાં બેસી ‘મહારાણી’ નામની ભારતીય હોટલે જઈ સરસ રીતે જમ્યાં અને અમારી હોટલે પાછાં આવ્યાં. હોટલમાં જ અમને એક મોટો રૂમ બે કલાક માટે મળ્યો હતો. બધાં ત્યાં ભેગાં થયાં. ગોલ્ડન જૂબિલી પ્રસંગની ઉજવણી કરી. એકબીજાને પ્રાસંગિક ભેટો આપી, હાજર ન રહી શકનાર મિત્રોને પણ યાદ કર્યાં. ગીત-સંગીત અને નૃત્ય-ગરબાની મહેફિલ જામી! બીજા દિવસે વડુઝ (લિંચેસ્ટીન) જવાનું હતું એટલે દિવસ બદલાય તે પહેલાં જ બધાં પોતપોતાની રૂમમાં પાછાં ફર્યાં.

સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

26 comments for “સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર::  યહ કોન ચિત્રકાર હૈ….. ઝમકદાર ઝુરીક

 1. Bharat Parikh
  September 11, 2020 at 9:16 am

  Nice pictures. …and description. I gathered a feeling that I am having a virtual tour to Switzerland.

  • Darsha Kikani
   September 11, 2020 at 2:28 pm

   Thank you, Bharatbhai! Please join us twice a week for this virtual tour!

 2. Kush Dalal
  September 11, 2020 at 11:10 am

  Beautifully written series of travelogue with breathtaking pictures. Would love to read again n again.

  • Darsha Kikani
   September 12, 2020 at 3:01 pm

   Thanks, Kushbhai, for traveling with us, off- line and on-line! It was a great trip!

 3. Gita Joshi
  September 11, 2020 at 11:14 am

  So beautiful & detailed description of your trip !! To read it in Gujarati added more fun being our mother tongue! Also few paras reminded me of our trip of Switzerland in 2008. I feel it’s time to revisit this country again.
  Thank you Darshaben for this beautiful article!!

  • Darsha Kikani
   September 12, 2020 at 3:04 pm

   Thanks Gitaben, for joining us for this on-line tour! You yourself are very well traveled and hence could appreciate this virtual tour more! Join us every Wednesday and Friday! 😊

 4. Ketan Patel
  September 11, 2020 at 1:47 pm

  ઝુરિક નું પ્રવાસ વર્ણન પણ સ્વિત્ઝરલેન્ડ ની રમ્યતા જેવું જ રહ્યું – સવારે જૂના મિત્રો સાથે એરપોર્ટ પર જ ધાંધલ ધમાલ થી પ્રવાસ નો રોમાંચક પ્રારંભ અને રાત્રે ચિયર્સ સાથે સુવર્ણ જયંતિ ની ઉજવણી… ભાઈ ભાઈ, ભાઈ ભાઈ – અને તેમાં પણ “ખોવાઈ જવાની મજા આવે” જેવા વાક્યો એ રંગ લાવી દીધો

  • Darsha Kikani
   September 11, 2020 at 2:38 pm

   પ્રવાસમાં અમારી સાથે જોડાવા માટે આભાર, કેતન!

 5. Nalini Mankad
  September 11, 2020 at 5:33 pm

  Enjoyed every bit as usual.

  • Darsha Kikani
   September 11, 2020 at 5:51 pm

   Thank, Nalini! Join us for next episode, next week!

 6. Sharad Kulkarni
  September 11, 2020 at 6:28 pm

  Re-lived the Zurich day!
  Sharad

  • Darsha Kikani
   September 12, 2020 at 2:59 pm

   First day was your day! Thanks, Sharadbhai! Join us every Wednesday and Friday!

 7. Dr Heena Rachh
  September 11, 2020 at 8:27 pm

  Inspired to take up the trip 💞😍

  • Darsha Kikani
   September 12, 2020 at 2:57 pm

   Thanks, Heenaben! Enjoyed your company! Please join us every Wednesday and Friday!

 8. Shobha Parikh
  September 11, 2020 at 9:10 pm

  પ્રવાસના સવિસ્તર વર્ણનની સાથે સાથે સ્વિત્ઝર્લેન્ડ વિશેની માહિતી પ્રભાવિત કરી ગઈ.

  • Darsha Kikani
   September 12, 2020 at 2:56 pm

   Thanks, Shobha! We would love to enjoy your company every Wednesday and Friday!

 9. Kalpana
  September 12, 2020 at 5:29 am

  સરસ માહિતી સાથે સુંદર વર્ણન! તમારી સાથેની tour રસપ્રદ રહી.આભાર દર્શાબહેન!

  • Darsha Kikani
   September 12, 2020 at 2:54 pm

   Thanks, Kalpana ben! Please join us every Wednesday and Friday!

 10. Mala & Jayendra
  September 12, 2020 at 7:56 am

  Darsha,
  Excellent story. All Incidents are covered nicely and in details. While reading, we felt that we were back in Switzerland with our CN friends.
  That vacation is a lifetime memory.
  Thank you for everything.
  Mala & Jayendra

  • Darsha Kikani
   September 12, 2020 at 2:53 pm

   Yes, that is the purpose of this travelogue! I am also traveling with you and other friends again and again! Life time experience! Join us again every Wednesday and Friday!

 11. Manish Buch
  September 12, 2020 at 9:03 am

  સુંદર વર્ણન, મિત્રો સાથે પ્રવાસ ની મજા જ કંઈક ઔર છે.

  • Darsha Kikani
   September 12, 2020 at 2:50 pm

   Thanks!

 12. Manish Buch
  September 12, 2020 at 9:06 am

  મિત્રો સાથે પ્રવાસ ની મજા જ કંઈક ઔર છે. વર્ણન એટલું સારું છે કે યાદોં તાજી થઈ ગઈ

  • Darsha Kikani
   September 12, 2020 at 2:50 pm

   Thanks ! Keep traveling with us, Manish bhai!

 13. Amrish thaker
  September 12, 2020 at 5:18 pm

  Excellent way to write! Remembered all great memories! Nice selection of pictures! Thanks for doing such a nice job!
  Amrish

 14. Toral
  September 12, 2020 at 8:56 pm

  What a beautiful country! Enjoyed the journey to memory land👍

Leave a Reply to Darsha Kikani Cancel reply

Your email address will not be published. Required fields are marked *