બંદિશ એક, રુપ અનેક – ૬૯ – "મહમદ શાહ રંગીલે"

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ

મોગલ સમયનાં આ ચિત્રમાં સ્વામી હરિદાસજી મિયાં તાનસેનને શહેંનશાશ અકબરની હાજરીમાં રાગ મલ્હાર શીખવાડે છે.

ભારત માં સાલ ૧૬૫૮ થી ૧૭૦૭ સુધી મોગલ બાદશાહ ઔરંગઝેબ નું રાજ હતું, કટ્ટર વાદી અને ઝનૂની.

એક દિવસ તેના મહેલ પાસેથી એક જનાજો નીકળ્યો, મૈયતમાં ઘણા માણસો હતાં.

બાદશાહ ઔરંગઝેબે દરવાનને ફરમાન કર્યું, “તાપસ કરી ને કહે કે આ કોનો જનાજો જઈ રહ્યો છે”

દરવાને પાછા આવી જવાબ આપ્યો,

” જનાબ, એતો બધા ગવૈયા અને સંગીતકારો છે પોતાનાં વાદ્યોનો જનાજો કબ્રસ્તાન તરફ લઇ જાય છે.”

“અચ્છા એમ છે”, ઔરંગઝેબે જવાબ આપતાં કહ્યું, ” તેમને કહેજો કે કબર જરા ઊંડી ખોદે”.

આ ઔરંગઝેબનો પ્રપૌત્ર રોશન અખ્તર અથવા તો મહમદ શાહ. સંગીત અને નૃત્ય નો શોખીન। ઘણા રાગોની બંદિશો તેના સમય માં બની.

બાદશાહ મહમદ શાહ

રાગ મલ્હાર

વર્ષા ઋતુ સાથે વણાયેલો રાગના ઘણા પ્રકારો છે. તેમાં શુધ્ધ મલ્હાર મુખ્ય છે, બીજા છે મેઘ મલ્હાર, રામદાસી મલ્હાર, ગૌડ મલ્હાર, સુર મલ્હાર, દેશ મલ્હાર, નેટ મલ્હાર, છાયા અને અરુણ મલ્હાર, મીરા કી મલ્હાર અને મિયાં કી મલ્હાર, વગેરે ।

કહેવાય છે કે પ્રાચીન કાળ, એટલે કે ઈસ્વીસનની પંદરમી સદી પહેલાં શુધ્ધ મલ્હાર, મેઘ મલ્હાર અને ગૌડ મલ્હાર પ્રચલિત હતા. મોગલ સમય, એટલે કે માધ્યકાલીન, ૧૫ થી ૧૮ મી સદી, અને અર્વાચીન, ૧૯મી સદી પછીના સમયમાં મલ્હારનાં બીજા સ્વરૂપો ઉમેરાયાં । તાનસેનના સમય દરમ્યાન મિયાં મલ્હારનો ઉલ્લેખ વાંચવા મળે છે.

રાગ મિયાં મલ્હારમાં ગવાતી ઘણી પ્રચલિત બંદિશોમાં ની એક છે, “મહંમદ શાહ રંગીલે” .

સંગીત શાળામાં શીખવતા રાગોમાં મલ્હાર અને તેના વિવિધ પ્રકારોમાં મિયાં કી મલ્હારની ઓળખ સાથે બીજી બંદિશો સાથે “મહમદ શાહ રંગીલે” શરૂઆતમાં શીખવવામાં આવે.છે,

શબ્દો સરળ અને યાદ રહીજાય તેવા:

મહમદ શાહ રંગીલે રે
મહમદ શાહ રંગીલે રે

ગાવત આજ પ્રેમ રાગ
સૂર બડે નશીલે
મહમદ શાહ રંગીલે રે

તેરે બિન જી ના સકું
લેકિન અબ ક્યા મૈં કરું
સાંસ સાંસ કહેતા આજ
જીલે….જીલે

મહમદ શાહ રંગીલે રે

બલમ તુમ બીન

મૈં ક્યા કરું બદરિયા
નિત ના સુહાવે
ઉમડ ઘુમડ ઘન છાયે
નૈના ઝરા લગાયે
તરસાવે સદા રંગીલે કો
સુખદાયી ચમક બીચ દરાવે
મહમદ શાહ રંગીલે રે

રાગ મિયાં કી મલ્હાર માં આ પ્રચલિત બંદિશ પહેલાં સાંભળીયે શ્રી સવાઈ ગાંધર્વના સ્વરમાં:

સાલ ૧૯૩૪નું રેકોર્ડિંગ। ઉસ્તાદ શ્રી આમિર ખાં સાહેબ

પંડિત ભીમસેન જોષી, તાનપુરા પાર સંગતમાં શ્રી રશીદ ખાં નજરે પડેછે:

અનેક પુરસ્કારો થી સન્માનિત શ્રી કંકણા બેનરજી

પંડિત વ્યંકટેશ કુમાર

પંડિત અજય પોહંકર

નવોદિત કલાકાર શ્રી વિરાજ જોષી, પંડિત ભીમસેન જોષીના પૌત્ર

નવોદિત ગાયક શ્રી લલિત દેશપાંડે

શ્રી શુભાંગી સહલાકર

શ્રી અચીંત્ય પ્રહલાદ વિલંબિત બાદમાં દ્રુત તીનતાલ માં

બંદિશ: “કરીમ નામ ટેરો”, “બોલે રે પાપીહર” અને “મહંમદ શાહ રંગીલે રે”

શ્રી હિમાંશુ સ્વામી

BBC પર પ્રસારિત “ખયાલી ગાયકી” શ્રુંખલા માં શ્રી સૈયદ્દ નકવી

હિન્દી ફિલ્મ માં બંદિશ “મહમદ શાહ રંગીલે”:

બે ફિલ્મમાં આ બંદિશ સાંભળવા મળી.

સને ૧૯૫૮ શ્રી શ્રીનાથ ત્રિપાઠી (S.N.Trpathi) એ ફિલ્મ ની પટકથા લખીં, પોતે ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર, સાથો સાથ સંગીતકાર – એ ફિલ્મ “નદીર શાહ” . તેમાં સુમન કલ્યાણ પૂર અને મહમદ રફીએ ગયેલું ગીત “મહમદ શાહ રંગીલે”

૧૯૬૩ માં બનેકી ફિલ્મ “જબ સે તુમ્હે દેખાહૈ” સંગીતકાર શ્રી દત્તારામ, ગાયક શ્રી મન્નાડે

સરગમ સંગીત સ્પર્ધા વિજેતા શ્રી અભિજિત ઘોષાલ શ્રી મન્ના ડે ને અંજલિ આપતા:

કોહિનૂર ની વાત

લગભગ ૫૦૦૦ વર્ષ પહેલાંની કથા કહેતા વિષ્ણુ પુરાણ માં એક અખંડ સ્વયં પ્રકાશિત મણિ નો ઉલ્લેખ છે, તેને સંસ્કૃતમાં श्यामन्तक અથવા स्यमंतक मणि – સૂર્ય દેવનું આભૂષણ કહેવામાં આવ્યું છે. યાદવોનાં ગુરુ સત્યજિત, જે સૂરજ દેવના પુજારી હતા, તેમની આરાધનાના ફળ રૂપે દેવ પ્રસન્ન થયા. એમની આંખ એ મહાદર્શન એ સમયે જોઈ શકતી ન હતી એટલે સત્યજિતે સૂર્ય દેવ ને પ્રાર્થના કરી કે ભગવાન આપ થોડા સુક્ષ્મ સ્વરૂપે દર્શન આપો જેથી હું આપણે જોઈ શકું. અને બીજી પ્રભાતે સૂર્ય દેવ મણિ સ્વરૂપે નદી ને કાંઠે પ્રગટ થયા.મહાભારત કાળમાં આ રત્ન દાનવીર કર્ણ પાસે હતું એવો પણ ઉલ્વેખ છે.

આ स्यमंतक मणि એજ કોહિનૂર એવી કોઈ આધારભૂત માહિતી મળતી નથી.

મહંમદ શાહ, બાદશાહ ઔરંગઝેબ નો પ્રપૌત્ર,ખાજુસ્તા અખતર અને ક્વાદસીયા બેગમ નો પુત્ર, બેગમ જેમ મહંમદ શાહ રુપાળો. બીજા બાદશાહની સરખામણી એ એકદમ મૃદુ. સાહિત્ય, કવિતા, સંગીત, ચિત્રકલા વગેરે સંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વધુ રસ, સાથોસાથ જિંદગી એટલે મોજ મસ્તી અને મજા. બીજા મોગલ બાદશાહોએ ઉભા કરેલા સામ્રાજ્ય કરતાં નાનાં પણ જેને બરાબર સાંભળી શકાય, પ્રજા ને સુખેથી રાખી શકાય એવું અને એવડું જ રાજ્ય હોવું જોઈએ એમ માનવાવાળો, સરખામણી એ તેનાં પૂર્વજો કરતા ઘણો માનતાવાદી હતો. દિલ્હીને સુઘડ અને સંસ્કારી નગરી બનાવી, પ્રજામાં તેની લોકપ્રિયતા વધી. મીર તકી મીર જે તેના માર્ગદર્શક હતા તેણે તો એ સમયના દિલ્હી માટે લખ્યું, “દેહલી જો એક શહર થા આલમ મેં ઈન્તિખાબ…..”

“સદા રંગીલા” કહેવાતા આ બાદશાહે ચિત્રકારો પાસે પોતાની ઐયાશીના પણ ચિત્રો દોરાવેલાં. જે મોગલ સમયનાં ખુબ જ વિવાદાસ્પદ લઘુચિત્રોમાં ગણના પામેલ છે.

પોતાની મોજ મસ્તીમાં રહેવા ટેવાયેલા બાદશાહ મહંમદ શાહ ‘રંગીલા’ને જ્યારે નાદીર શાહે જંગ માટે આવાહન આપતો ખત મોકલ્યો ત્યારે વાંચ્યા વિના તેને શરાબની પ્યાલીમા બોળી દીધો અને એક ઘૂંટ લેતાં કહ્યું,”इस में मिठास नहीं है। “

પોતાના પ્યારા દિલ્હી ને બચાવવા તે સૈન્ય ને લઈને કરનાલ પહોંચ્યો. સને ૧૭૩૯ ના કરનાલ નાં યુદ્ધમાં પર્સીયા (ઈરાન)થી ફૌજ લઈને આવેલા નાદિર શાહ સામે મહંમદ શાહનું સૈન્ય બુરી રીતે હારી ગયું. નાદિર શાહના સૈનિકોએ દિલ્હીમાં કત્લેઆમ ચલાવી, શહેર ને અને પ્રજા ને લૂંટી લીધી. રત્ન જડિત મયુર સિંહાસન અને સાથે કિંમતી હીરો “કોહિનૂર” પણ પોતાની સાથે લઈ ગયો.

ઈસવીસનની ૧૩મી સદીમાં આંધ્ર પ્રદેશ માં આવેલ ગન્તુર ની ખાણ માંથી મળેલ આ બહુમૂલ્ય હીરો જડ્યો ત્યારે ૭૯૪ કેરેટ, એટલેકે ૧૫૮.૬ ગ્રામ એટલે કે પાશેર જેટલા વજનનો હતો.

રાણી વિક્ટોરિયાએ પોતાના મુગટમાં જડવા માટે તેને નેધરલેન્ડના ઝવેરી પાસે કટ કરાવી લંબગોળ બનાવડાવ્યો.

અત્યારે બ્રિટિશ રાજા કે રાણી માટેના આ મુગટમાં જડાતા કોહિનૂર નું વજન ૧૦૫.૬ કેરેટ, એટલે કે ૨૧ ગ્રામ જેટલું છે.

ગોંડલનાં મહારાણી શ્રીમતી નંદકુંવરબાએ સને ૧૮૯૩માં વિશ્વ પ્રવાસ કરેલો અને તે પ્રવાસનું વર્ણન કરતુ એક દળદાર પુસ્તક પણ લખ્યું છે. વિલાયતમાં રાજ કુટુંબ તરફથી મળેલા આમંત્રણને માન આપી ને તેઓએ મહારાજા શ્રી ભગવતસિંહજી સાથે રાણીના દરબારમાં હાજરી આપેલ. તેઓ દરબારના જબજસ્ત ભભકાથી અંજાય જતા નથી..પણ રાણી વિક્ટોરિયા એ પ્રવેશ કરે છે ત્યારે માથે મુગટમાં કોહિનૂરને ચમકતો જોઈ નોંધ કરતી વખતે લેખિકાનું દેશાભિમાન દેખાય આવેછે, પોતાના દેશનાં દિદાર અને અવદશા વિચાર કરે છે :

આ મહારાણીએ લૂંટેલા હીરાથી પોતાનો મુગટ સજાવ્યો છે.

મહારાણી નંદકુંવરબાએ લખેલ પ્રવાસ કથાનું દળદાર પુસ્તક,”ગોમંડળ પરિક્રમ” સાલ ૧૯૦૨માં પ્રકશિત થયેલું. વર્ષ ૨૦૦૯માં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી એ અલભ્ય પુસ્તકનું પુનઁ:મુદ્રણ કરવામાં આવ્યું। તે ગ્રંથની પ્રસ્તાવના પદ્મશ્રી શ્રી ભોળાભાઈ પટેલે લખી છે. જે અકાદમી ના મુખપત્ર “શબ્દસૃષ્ટિ” માં સાલ ૨૦૦૯ના જુલાઈ મહિનાના અંકમાં પ્રસિધ્ધ થયેલી। થોડી માહિતી તેમાં થી સાદર સાભાર લીધી છે.


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

11 comments for “બંદિશ એક, રુપ અનેક – ૬૯ – "મહમદ શાહ રંગીલે"

 1. ભાવના દેસાઇ
  August 22, 2020 at 1:18 am

  વાહ. સુંદર, કર્ણ્પ્રિય અને માહિતી સભર.

 2. ભારત ભટ્ટ
  August 23, 2020 at 5:22 am

  મહમદ શાહ અને કોહિનૂર હીરા પર ખુબ સરસ માહિતી .અભાર નીતિનભાઈ.

 3. નીતિન વ્યાસ
  August 23, 2020 at 5:53 am

  શ્રી ભાવનાબેન, આપના પ્રતિભાવ બદલ આભાર.

 4. નીતિન વ્યાસ
  August 23, 2020 at 5:53 am

  શ્રી ભાવનાબેન, આપના પ્રતિભાવ બદલ આભાર.

  • Bhagwan thavrani
   August 27, 2020 at 5:36 pm

   ઉત્તમ અને માહિતિપૂર્ણ આલેખ ! જબ્બરદસ્ત સંશોધન !
   હમણાં સત્યજિત રાયની ફિલ્મ ‘ શતરંજ કે ખિલાડી ‘ વિષે અભ્યાસ કરતાં લખનૌના વાજીદ અલી શાહ વિષે વિગતે વાંચવાનું થયું. એમનું ચરિત્ર અને અભિગમ બિલકુલ મહંમદ શાહ રંગીલેને આબેહૂબ મળતું આવે ! જાણે એક જ વ્યક્તિએ બે અલગ-અલગ પરિવેશમાં જન્મ લીધો હોય !

   આભાર !

 5. Prasanna Kane
  August 24, 2020 at 6:37 pm

  Enjoyed the music in its entricacies for the theme bandish.It was also pleasure to note the Mahamad Shah was gr,grand son of Aurangzeb the enemy of music.

  Nitin I thank you for the compilation !!

 6. RIDDHI DESAI
  August 28, 2020 at 11:39 pm

  Excellent article accompanied with different singers! Very good research. Thank you.

 7. Kirtidev Bhatt
  August 29, 2020 at 12:19 am

  Nitin…..This was very good with deep research about that time and music. I wonder where do you find such details!
  Any way, congratulations for your interest and ability to stick to one subject. Thanks. Kirtidev

 8. Hasmukh Doshi
  August 29, 2020 at 7:59 am

  Excellent. Enjoyed. I was born in Gondal in 1943. The palace is converted into a museum. They had a cement (concrete) road between Gondal and Rajkot. My Grandmother had a license to run a KG school under British rule.
  ‘ભગવદ્ગોમંડલ’ જેવા અદ્વિતીય જ્ઞાનકોશની ગુજરાતી પ્રજાને
  ભેટ ધરનાર ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજીને
  ભાવપૂર્વક અર્પણ…

 9. Vijay shah
  August 29, 2020 at 10:45 am

  A very informative research by Nitinbhai, As always,

 10. HEMANT GAJARAWALA
  September 24, 2020 at 7:09 am

  Absolutely fantastic. The mighty Mogul kingdom ended up in ultimate tragedy as the last emperor, Bahadur Shah Zafar died alone in the prison and the guard found his dead body on the floor. His Gazals are so full of emotions that it sends chills as you listen to his words. You have done great compilation of music and I will always be thankful to you. Keep it up…

Leave a Reply to નીતિન વ્યાસ Cancel reply

Your email address will not be published. Required fields are marked *