





નિરંજન મહેતા
આગલા લેખમાં ‘પિયા’ને લગતાં થોડા ગીતોનો રસાસ્વાદ માણ્યો. ગીતોની યાદી લાંબી હતી એટલે તે લેખમાં જેટલાં ગીતો સમાવી શકાયા તે મુક્યા હતાં. જે ગીતો તેમાં સમાવાયા નથી તેની વિગતો આ લેખમાં મૂકી છે.
૧૯૬૨ની ફિલ્મ ‘સાહેબ બીબી ગુલામ’નું આ રસિક ગીત આજે પણ કર્ણપ્રિય છે.
पिया ऐसो जिया में समाय गयो रे
के तनमन की शुधबुध गवा बेठी
પતિ(રહેમાન)ને આવકારવા શૃંગાર સજતી મીનાકુમારી ઉપર આ ગીત રચાયું છે જેના રચયિતા છે શકીલ બદાયુની અને સંગીતકાર હેમંતકુમાર. મધુર સ્વર ગીતા દત્તનો.
૧૯૬૫ની ફિલ્મ ‘ગાઈડ’ના બધા ગીતો સદાબહાર છે તેમાં એક નૃત્યગીત પિયા ઉપર પણ છે.
पिया तो से नैना लागे रे, नैना लागे रे
जाने क्या होगा अब आगे रे
કલાકાર વહીદા રહેમાન. ગીતના શબ્દો શૈલેન્દ્રનાં અને સંગીત સચિન દેવ બર્મનનું. સ્વર લતાજીનો.
૧૯૬૭મા આવેલી ફિલ્મ ‘રામ ઔર શ્યામ’નું ગીત જોઈએ.
आज सखी रे मोरा पीया घर आये रे
આ નૃત્યગીતના કલાકાર છે મુમતાઝ જેના રચયિતા છે શકીલ બદાયુની અને સંગીતકાર નૌશાદ. સ્વર છે આશા ભોસલેનો.
૧૯૬૮ની ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’માં સ્ત્રીઓની મનોભાવના દર્શાવતો ગરબો છે જે આજના સંદર્ભમાં પણ યથાર્થ છે.
मै तो भूल चली बाबुल का देश
पिया का घर प्यारा लगे
ગરબામાં મુખ્ય કલાકાર છે નુતન. ગીતના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. સ્વર લતાજીનો.
૧૯૭૧ની ફિલ્મ ‘કારવા’ના નૃત્યગીતમાં પિયા માટે તડપતી અદાકારા પોતાની વ્યથા દર્શાવે છે.
पिया तू अब तो आजा
शोला सा मन दहके आ के बुजाजा
નૃત્યગીતના કલાકાર છે હેલન. મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને જેના ગાયકો છે આશા ભોસલે અને આર.ડી. બર્મન.
૧૯૭૩ની ફિલ્મ ‘અભિમાન’માં આવા જ પ્રકારનું ગીત છે
पिया बीना, पिया बीना, पिया बीना, बसिया
बाजे ना, बाजे ना, बाजे ना
જયા ભાદુરી પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. સ્વર લતાજીનો.
૧૯૭૪ની ફિલ્મ ‘દુલ્હન’નું ગીત સુહાગરાતના સંદર્ભમાં છે જે હેમા માલિની જીતેન્દ્રને સંબોધીને કહે છે.
मै दुल्हन तेरी तू दूल्हा पिया
ना छेड़ो अभी डरता है जिया
આનંદ બક્ષીના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. સ્વર લતાજીનો.
૧૯૭૬ની ફિલ્મ ‘ઉધાર કા સિંદુર’નું ગીત છે સવાલ જવાબના રૂપમાં
जन्नत से आई पिया मै तुझे लेने
शुक्रिया जी यहाँ मै हूँ मजे में
સવાલ જવાબ રીના રોય અને જીતેન્દ્ર વચ્ચે થાય છે. જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત રાજેશ રોશનનું. ગાયકો આશા ભોસલે અને મુકેશ.
૧૯૮૧ની ફિલ્મ ‘કુદરત’માં પણ પિયાની પ્રશંસા કરતુ ગીત છે
तूने ओ रंगीले कैसा जादू किया
पिया पिया बोले मतवाला जिया
આ ગીત હેમા માલિની પર રચાયું છે અને રાજેશ ખન્નાને સંબોધાયું છે જેના શબ્દો છે મજરૂહ સુલાતાનપુરીના અને સંગીત આર.ડી. બર્મનનું. સ્વર છે લતાજીનો.
૧૯૯૫ની ‘યારાના’ ફિલ્મમાં માધુરી ગાય છે
लाया बरात लाया घुंगटा उठाने आया
मेरा पिया घर आया ओ रामजी
માયા ગોવિંદના શબ્દોને સંગીત આપ્યું છે અનુ મલિકે જેને કંઠ સાંપડ્યો છે કવિતા કૃષ્ણમૂર્તિનો.
૨૦૦૫ની ફિલ્મ ‘બરસાત’નું ગીત છે
आजा आजा पिया अब तो आजा
મંદિરમાં રમાતા રાસમાં પ્રિયંકા ચોપરા બોબી દેઓલની રાહ જોતી હોય છે ત્યારે આ ગીત મુકાયું છે. સમીરનાં શબ્દો અને નદીમ શ્રવણનું સંગીત. સ્વર અલકા યાજ્ઞિકનો.
કદાચ એકાદ ગીત રહી ગયું હોય તો ધ્યાન ખેંચવા રસિકોને વિનંતી.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com