





તન્મય વોરા

જે પી મૉર્ગન પાસે એક વ્યક્તિ પરબીડિયું લઈને આવ્યો. તેણે કહ્યું કે આમાં સફળતાનું ખાત્રીબંધનું સૂત્ર જણાવ્યું છે. હું તમને તે ૨૫૦૦૦ રૂપિયામાં વેંચી શકીશ.
મૉર્ગને કહ્યું,’એમાં જે કંઈ છે તે જો મને પસંદ પડશે તો હું તને તેં કહ્યા એટલા પૈસા ચૂકવી આપીશ.’
તેમણે પરબીડિયું ખોલ્યું. તેની અંદર એક કાગળ હતો, તે કાગળ પર બે વાક્યો લખ્યાં હતાં મૉર્ગને લખાણ વાંચ્યું. ખરેખર તો, નજર માત્ર કરી, હસીને એ વ્યક્તિની સામે જોયું. પછી તરત ૨૫૦૦૦ રૂપિયા ચૂકવી આપ્યા.
એ લખાણ આ મુજબ હતું –
૧. આજે તમે જે કંઈ કરવા ધારો છો તેની સવારે યાદી બનાવો.
૨. અમલ કરવા લાગો.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ
· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com