





નિરંજન મહેતા
પિયા શબ્દ વાંચતા જ આપણને આપણા પ્રિય પાત્રની યાદ આવી જાય. એવા કેટલાક ફિલ્મી ગીતો મળ્યા છે જેમાં આ શબ્દનો ઉપયોગ કરાયો હોય. શોધતા શોધતા ઘણા ગીતો મળ્યા એટલે થોડાક ગીતો આ લેખમાં અને બાકીના હવે પછીના લેખમાં.
‘પિયા’ સાથે મિલન પરનાં ગીતોમાં ગઈ પેઢીનું આ ગીત નાનાં મોટાં સહુને ગમતું.
पिया मिलन को जाना
આ સ્વર પંકજ મલ્લિકનો છે એમ આજે પણ ભાગ્યે જ કહેવું પડે. કપાલ કુડલા (૧૯૩૯) ના આ ગીતની પ્રસિદ્ધિ કેટલી હશે કે તે પછી ૧૯૪૪ની ફિલ્મ ‘માય સિસ્ટર’ માં જન્મ દિવસની ખુશાલીમાં યોજાયેલી એક પાર્ટીઆં પણ આ ગીતને જ પ્રસ્તુત થતું બતાવાયું છે, જે કાનન દેવીએ ગાયું છે. અહી ગીતની અંતિમ પંક્તિઓમાં કે એલ સાયગલને બડે માલિકનું કહેણ આવે છે. એ જ્યારે એમને મળવા જઈ રહ્યા છે ત્યારે પાછળ ‘પિયા મિલનકો જાના’ સુચકપણે ગવાયા કરે છે.
૧૯૪૩ની ફિલ્મ ‘કિસ્મત’નું આ ગીત હિંદી ફિલ્મનાં સિમાચિહ્ન ગીતોમાં ગણાય છે.
पपीहा रे पपीहा रे
मेरे पिया से कहीओ जा
પ્રદીપજીના બોલને અનિલ બિશ્વાસના સંગીતમાં પ્રદીપજી અને પારૂલ ઘોષે ગાયેલ છે. ગીત મુમતાઝ શાન્તિ પર ફિલ્માવાયેલું છે.
૧૯૪૯ની ફિલ્મ ‘પતંગા’માં એક બહુ જ તે વખતનું પ્રચલિત અને આજે પણ માણવાલાયક ગીત છે.
मेरे पिया गए रंगून
वहा से आया है टेलीफून
નાટકના ભાગ રૂપે આ ગીત મુકાયું છે જેના કલાકારો છે ગોપ અને નિગાર સુલતાના. ગીતના શબ્દો છે રાજીન્દર ક્રિશ્નના અને સંગીત સી. રામચંદ્રનું. ગાનાર કલાકારો શમશાદ બેગમ અને સી. રામચંદ્ર
૧૯૫૨ની ફિલ્મ ‘આશિયાના’નું આ ગીત લતા મંગેશકર તેમ જ મદન મોહનની શ્રેષ્ઠ રચનાઓમાં અગ્ર હરોળમાં સ્થાન પામે છે.
मेरे पियासे जा के कह दे कोई
वीवन का सहारा तेरी याद है
નરગીસ પર ફિલ્માવાયેલાં આ ગીતના સંગીતકાર મદન મોહન અને ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ છે.
૧૯૫૪માં આવેલી ફિલ્મ ‘બુટપોલીસ’માં એક સડક નૃત્ય છે જેમાં બેબી નાઝને પૂછવામાં આવે છે કે તે ક્યા જાય છે ત્યારે તે કહે છે
जाऊ पीया के देश ओ रसिया मै सज धज के
આમ એક નવોઢાના ભાવો વ્યક્ત કરતાં આ ગીતના રચયિતા છે શૈલેન્દ્ર (જેમણે પર્દા પર પણ ગીતને અભિનિત કર્યું છે) જેને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાનાર કલાકારો આશા ભોસલે અને તલત મહેમુદ.
૧૯૫૩ની ફિલ્મ ‘ચાચા ચૌધરી’નું ગીત જોઈએ.
मेरे पीया छेड़े जिया
धीरे से आके ठंडी हवा
मेरे पिया
દિવાસ્વપ્નમાં રહેલી શશીકલા આ ગીતના કલાકાર છે જેના શબ્દો છે રાજીન્દર ક્રિશ્નનાં અને સંગીત મદનમોહનનું. સ્વર છે આશા ભોસલેનો.
૧૯૫૫ની સદાબહાર ફિલ્મ ‘ઝનક ઝનક પાયલ બાજે’માં મીરાબાઈનું ભજન છે જે સંધ્યા પર ફિલ્માવાયું છે.
जो तुम छोडो पिया मै नाही छोडू रे
આ ગીતમાં પ્રભુને પિયા માની ભાવ વ્યક્ત કરાયા છે. ગીતને સંગીત આપ્યું છે વસંત દેસાઈએ અને સ્વર લતાજીનો.
આ જ ભજન ૧૯૮૧માં આવેલી ફિલ્મ ‘સીલસીલા’માં પણ મુકાયું છે પણ તે જરા જુદા ઢાળમાં રચાયું છે. આ ગીત જયા ભાદુરી ઉપર રચાયું છે જેને સંગીત આપ્યું છે શિવહરીએ. ગાયિકા લતાજી.
૧૯૫૬ની ફિલ્મ ‘તૂફાન ઔર દિયા’માં પિયાના વિરહની વેદના વણી લેવાઈ છે.
पिया ते कहां गयो
निहरा लगा
પરાદા પર નંદા પર ફિલ્માવાયેલ મીરાબાઈ દ્વારા લખાયેલ આ ગીતને વસંત દેસાઈની સ્વરરચનામાં લતા મંગેશકરે ગાયેલ છે.
૧૯૫૬ની ફિલ્મ ‘તાજ’માં પિયા સાથે નૈનાનું મિલન થવાથી શરીરમાં જે રણ્ઝણાટ થઈ આવે તે ગીતના પૂર્વાલાપમાં રજુ થયું ચે, જે મૂળ ગીત ચલી ગોરી પી સે મિલન કો ચલી (એક હી રાસ્તા (૧૯૫૬) પ્રેરિત જણાય છે )ક એપછી આ પૂર્વાલાપન પથી પ્રસ્તુત ગીત બન્યુંં હશે! મરઘી પહેલી ઈંડું પહેલું જેવો આ કૂટ પ્રશ્ન આપ્ણી ચર્ચાનો વિષય નથી)
तुम संग लागे पिया नैना मोरे
પરદા પર વૈજયંતિમાલા માટે હેમંત કુમારની રચનામાં રાજેન્દ્ર કૃષ્ણા બોલને લતા મંગેશકરે સ્વરદેહ બક્ષ્યો છે.
૧૯૫૭ની ફિલ્મ ‘એક સાલ’નું ગીત છે
छूम छूम चली पिया के देश
मै सपने नए सजा के
આ નૃત્ય ગીત રચાયું છે મધુબાલા પર જે પોતાના મનોભાવ વ્યક્ત કરે છે. ગીતના શબ્દો પ્રેમ ધવનના અને સંગીત રવિનું. સ્વર લતાજીનો.
૧૯૫૮ની ફિલ્મ ‘રાગિની’માં એક પ્રણયગીત છે
पिया मै हूँ पतंग तू डोर
मै उड़ती चारो और
કલાકારો છે પદ્મિની અને કિશોરકુમાર. ગીતના શબ્દો છે જાન નિસાર અખ્તરના અને સંગીત ઓ.પી. નય્યરનું. સ્વર છે આશા ભોસલે અને કિશોરકુમારના.
૧૯૫૮ની જ એક અન્ય ફિલ્મ છે ‘ફાગુન’ જેનું આ સુમધુર સંગીતને કારણે બહુ પ્રહાલિત છે.
पिया पिया ना लागे मोरा जिया
आजा चोरी चोरी ये बैयाँ गोरी गोरी
तड़प उठी रे तेरे प्यार को
આ ગીતના કલાકાર છે મધુબાલા. શબ્દો છે કમર જલાલાબાદીના અને સંગીત ઓ.પી, નય્યરનું. ગાનાર કલાકાર આશા ભોસલે.
૧૯૫૯ની ફિલ્મ ‘મૈ નશે મેં હું’માં એક જુદા જ પ્રકારનું પિયાને લગતું ગીત છે
गैर की गलिमा पिया तूने मेरा नाम लिया
मुझे बदनाम किया हाय हाय हाय
આ નૃત્યગીત હેલન પર છે જેમાં માલાસિંહા છદ્મવેશમાં અને ગીતની શરૂઆતમાં તેમ જ વચ્ચે વચ્ચે નિશી પણ દેખાય છે. શૈલેન્દ્રના શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિશને. ગાનાર કલાકાર આશા ભોસલે.
બાકીના ગીતો હવે પછીના લેખમાં …
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
1 comment for “‘પિયા’ને લગતાં ફિલ્મીગીતો (૧)”