લુત્ફ–એ–શેર : મણકો # ૭

Facebooktwitterredditpinterestlinkedinmail

ભગવાન થાવરાણી

મને અત્યંત પસંદ શેરોની વાત હોય અને એમાં બશીર બદ્ર ન આવે એ અસંભવ છે. ખરેખર તો, ગાલિબ પછી અન્ય કોઈ શાયરના સૌથી વધુ શેરો કહેવતરુપ બની ચુક્યા હોય તો તે બશીર સાહેબ છે. દુર્ભાગ્યવશ આજે તેઓ એટલી હદે વિસ્મૃતિનો શિકાર બની ચુક્યા છે કે સ્વયં પોતાની રચનાઓ પણ ઓળખી નથી શકતા !

એમના બે-ચાર શેર ઉદાહરણ તરીકે પ્રસ્તુત કરવા એ મારા જેવા એમના પરમ ભાવક માટે મુશ્કેલીભર્યો પડકાર છે, છતાં, લો કરું કોશિશ :

કુછ તો મજબૂરીયાં રહીં હોંગી
યું  કોઈ   બેવફા  નહીં  હોતા ..

         ( કંઈક મજબૂરી-સમું ચોક્કસ હશે
           અમથું  તે  કોઈ દગો  દેતું  હશે ! )

ઉજાલે  અપની  યાદોં  કે હમારે  સાથ રહને દો
ન જાને કિસ ગલી મેં ઝિંદગી કી શામ હો જાએ

            (  દીવડા  થોડાક   યાદોના  ભલે  સાથે  રહ્યા
              શી ખબર ક્યારે અને ક્યાં સાંજ જીવનની પડે ! )

આવા સેંકડો શેર એમના ભાવાનુવાદ સહિત ટાંકી શકાય, પણ હવે મજબૂરન વળીએ આજના મુખ્ય શેર ભણી.

એમની એક આખી ગઝલ અને વિશેષત: એનો મત્લો મને અતિપ્રિય છે :

દુઆ  કરો  કે  યે  પૌધા  સદા  હરા  હી  લગે
ઉદાસિયોં મેં ભી ચહેરા ખિલા – ખિલા હી લગે

ઈશ્વર કરે, વગર માગ્યે જ બધાંને આ વરદાન મળે ! પરંતુ આ ગઝલનો જે શેર મને સહુથી વધુ ગમે છે તે આ :

યે જાફરાની પુલોવર ઉસી કા હિસ્સા હૈ
કોઈ જો દૂસરા પહને તો દૂસરા હી લગે

શાયરના જિગરમાં વસેલા કોઈ  ‘ ખાસ જણ ‘ ની આ વાત છે. ( દરેક જણ એવું નસીબદાર હો ! ) . આ ખાસ વ્યક્તિ જાફરાની એટલે કેસરી રંગનું પુલોવર યા સ્વેટર પહેરે છે. ક્યારેક આવા વસ્ત્ર – વિશેષ અમુક લોકોના સમગ્ર વ્યક્તિત્વ સાથે એ હદે ભળી જાય છે કે એ વિના એમની કલ્પના કરવી અસંભવ લાગે ! એટલું જ નહીં, અન્ય કોઈ એ વસ્ત્ર પહેરે તો ય અડવું-અડવું લાગે ! જાણે કે પેલા વસ્ત્ર પર એ વ્યક્તિ – વિશેષનો જ વિશેષાધિકાર હોય અને એ કલ્પના પર આપણી સરમુખત્યારી હોય !

આખરે કવિનું કામ જ એક કલ્પનાનું સામ્રાજ્ય રચવાનું છે જેનો સમ્રાટ અને પ્રજા બન્ને સ્વયં એ


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

1 comment for “લુત્ફ–એ–શેર : મણકો # ૭

 1. નીતિન વ્યાસ
  July 14, 2020 at 4:36 pm

  ખુદા હમકો ઐસી ખુદાઈ ન દે
  કે હમ કે સીવા ઔર કોઈ દિખાઇ ન દે
  સરળ હિન્દી ભાષા માં લખતા કવિ શ્રી બશીર બદ્ર નાં ચંદ ચુનંદા શેર વાંચવા ની મજા આવી.
  આભાર,

Leave a Reply to નીતિન વ્યાસ Cancel reply

Your email address will not be published. Required fields are marked *