ફરી કુદરતના ખોળે :માનવતા ની વાત: પ્રદુષણ અને ‘ઘર ચકલી’નો ખોરાક

Facebooktwitterredditpinterestlinkedinmail

જગત કીનખાબવાલા

માનવતાનો સંદેશ આજે એક અલગ જ અભિગમથી આગળ વધી રહ્યો છે ; ત્યારે એ જ ખ્યાલ નથી રહેતો કે કઇ દિશામાં ધ્યાન આપવું !

આપણે ઘણીવાર આપણા સગાવહાલાનું કે જ ધ્યાન સરખી રીતે નથી રાખી શકતા ત્યારે આ ચકલીઓની શું વાત કરીએ ! એ પણ દિવસો હતાં જ્યારે ચકલીઓ આપણાં ઘરનાં આંગણનું એક અભિન્ન અંગ હતી. સવાર પડતાંની સાથે જ મસ્ત ઉમંગની લહેર લાવે એ આપણી પેલી ટચુકડી ચકલી !

માનવીઓનાં માળા બનાવતા બનાવતા ચકલીઓનાં માળા ક્યાંય ખોવાઈ ગયા એનો ખ્યાલ રહ્યો.

આજકાલ ચકલીઓને જીવવા માટે નથી રહ્યાં બહુ ઝાડવા કે નથી રહ્યા પાણીઆરા. ઉપરથી આભમાંથી વરસતી ગરમીએ પૃથ્વીને રોટલીના તવા જેવી તપાવી દીધી છે. આસપાસ વધતા જતાં ટ્રાફિકથી ઘોંઘાટ વધતો રહ્યો છે અને હવામાન અત્યંત પ્રદૂષિત થઈ રહ્યું છે.

આ બધી જ મુશ્કેલીઓ ઔદ્યોગિક ક્રાંતિ અને અંધાધૂંધ વિકાસની હોડના લીધે થવા લાગી છે અને દિનપ્રતિદિન સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે.

અતિશય એડવાન્સ્ડ ટેકનૉલોજી માનવ સમાજને નડતરરુપ બને છે અને આજે આઝાદ માનવ એના રાષ્ટ્રમાં પણ માનવ પોતાના જીવન પરનો કાબૂ ગુમાવી રહ્યો છે.

પર્યાવરણ વિષે લોકો વિશ્વભરમાં ખૂબ ચર્ચાઓ કરે છે પણ તેનો કોઈ ઠોસ ઉકેલ નથી લાવી શકતા. પરિસ્થિતિ કથળી રહીં છે. નિરાકરણ ફક્ત કાગળ પર આકાર લઈ રહ્યાં છે અને જે સમાધાન દેખાય છે તેમા ખર્ચા વધુ દેખાય છે !મોટ પાયે વાર્તાઓ થાય છે અને જોવા જઈએ તો સાચા અર્થમાં ઘણું ઓછું કામ થાય છે.

તમારી આજુબાજુ પક્ષીઓ દેખાતા હોય તો તમારે એમ સમજવું કે તમે સારા તંદુરસ્ત વાતાવરણમાં નથી જીવી રહ્યાં!

CO2 અને પ્રદુષણ

દર વર્ષે આપણે તાપમાનનો વધારો વધતો અનુભવીએ છે , તેનો સીધો સંદર્ભ ગ્લોબલ વોર્મિંગ સાથે છે. કાર્બન ડાયોક્સાઈડ અને પ્રદૂષિત તત્વોનાં વધારાને લીધે તાપમાનમાં પણ વધારો નોંધાય છે.

ગ્રીન હાઉસ ગેસ એ ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ છે. તે ઉર્જાને શોષીને તેને ચારે દિશાઓમાં ફેલાવે છે , જેથી ધરતીની સપાટી અને નીચાણવાળા પ્રદેશોનું વાતાવરણ ગરમ થઈ જાય છે.

છેલ્લા 19 વર્ષમાંથી 18 સૌથી ગરમ વર્ષ 2001 પછી રેકોર્ડ થયા છે. વૈશ્વિક જમીનનું તાપમાન 1880 થી 1 ડિગ્રી વધી ગયું છે.

જલવાયુ પરિવર્તનને નાથવા CO2માં ઘટાડો એક મહત્વપૂર્ણ પહેલુ હોઇ શકે છે કારણ કે ગ્રીન હૉઉસનો અડધો ભાગ CO2 જ હોય છે.

પ્રાકૃતિક રીતે જો CO2 ઘટાડવું હોય તો તે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા દ્વારા તે થઈ શકે છે. પાંદડા સૂર્ય પ્રકાશ અને પાણીની મદદથી જે ઉર્જા ઉત્પન્ન કરે છે, પણ ઝાડવાની સંખ્યા વિકાસની ઝુમ્બેશથી ઘટતી જાય છે. તેથી પર્યાવરણની સમસ્યાઓ વધી રહી છે.

ચકલીઓ પર વરસતું કાળઝાળ હવાનું પ્રદૂષણ:

એક અંદાજ મુજબ અમેરિકામા 5 કરોડ પક્ષીઓ દર વર્ષે મૃત્યુ પામે છે. અલબત્ત , ચોંકાવનારી બાબત એ છે કે રોજનાં આશરે 1,37,000 પક્ષીઓ મોતને ઘાટ ઊતરે છે.

1970ની સાલથી આજ સુધીમાં ફક્ત અમેરિકામાં CO2 અને પ્રદૂષિત તત્વોનાં વધારાથી 70 કરોડ જેટલાં પક્ષીઓ અંદાજે મૃત્યુ પામ્યા છે.

જોકે આવો કોઈ ડેટા ભારત માટે ઉપલબ્ધ નથી પણ ભારતમાં પરિસ્થિતિ વણસી રહી છે. ભારતનાં તમામ શહેરોમાં હાલત ઘણી ખરાબ છે.

Co2નાં પ્રમાણમાં વધારાને લીધે બાજરી,ઘઉં,ભાત જેવા તમામ અનાજમાથી પોષક તત્વોનો નાશ થતો ગયો છે. કોઈ વ્યક્તિ શારીરિક ક્ષમતાથી વધારે ન ખાઈ શકે જેનાં લીધે લોકો કુપોષણનાં શિકાર બની રહ્યાં છે.

સતત ખુલ્લામા રહેવું અને વધતા જતાં CO2નાં પ્રમાણથી, તેમ જ તાપમાનનાં વધારાથી નાના પક્ષીઓનાં જીવન પર વધ ગંભીર અસર થઈ રહી છે.

CO2નાં વધુ પ્રમાણને લીધે પાકમાં આયરન , ઝીંક અને પ્રોટીનનાં સ્તર 20%સુધી ઘટી શકે છે ને આના લીધે ચકલીઓ, બીજા પક્ષીઓ અને જીવજંતુ પર પણ અસર થઈ શકે છે.

આ સદીનાં અંત સુધીમાં તો ચોખા અને અન્ય અનાજ હાલનાં વિટામિન Bનાં સ્તરને ટકાવી જ નહીં શકે. પ્રોટીન અને બીજા મિનરલ્સમાં પણ એવું જ થશે !

કુપોષણના પરિણામો:

નવજાત ચકલીઓ ખૂબ જ નાજુક ને કમજોર હોય છે, તેમની પાંખો તેમના શરીર કરતા મોટી હોય છે અને તેમાં કુપોષણનો ઉમેરો એ અલગથી ! આ બધી તકલીફથી ચકલીઓને વસવાટમાં તકલીફ પડવા લાગી છે .

વધુ પડતું CO2 વૃક્ષો માટે હાનિકારક છે. તેના લીધે ઝાડવાનાં નાઈટ્રોજનનાં સ્તરમાં વધઘટ થતાં તેમનો વિકાસ અટકી જાય છે. વધુ પડતું ધુમ્મસ પ્રકાશ માટે અવરોધ બને છે અને તેથી તેઓ ફોટોસિન્થેસિસની પ્રક્રિયા નથી કરી શકતા.

વસંત ઋતુ પછી ચકલીઓને વધુ ખાોરાક જોઈએ. ચકલીઓનાં માળા પરનાં ભૂખ્યા પરિવારને જીવવા માટે પુષ્કળ ખાવાનું જોઈએ. તમારા દ્વારા નાખેલા અનાજનાં દાણાં અમુક પક્ષીઓ માટે જીવન અને મૃત્યુ વચ્ચે મધ્યસ્થીનું કામ કરે છે. માળિયે મૂકેલું ચકલીઓનાં દાણાનું વાસણ અનાજથી ભરીને મૂકો તો તમે તરત થોડાંક સમયમાં જ પક્ષીઓનાં કલરવનો આહ્લાદક અનુભવ કરશો. જો તમને ખબર હોય કે ચકલી એનું ભોજન ક્યાં ક્યાં શોધે છે તો તમે પક્ષીઓનાં સંપર્કમાં જરુર આવી શકો છો.

તેઓને પોતાનાં ચયાપચયની પ્રક્રિયા માટે (metabolism) વિશાળ માત્રામાં ખાદ્ય પદાર્થ જોઈએ.

જેમ જેમ ગ્રીન હૉઉસ ગેસ વધે છે, તેમ તેમ તાપમાન પણ વધે છે. તેનાં લીધે બીજી તકલીફો ઊભી થતી જાય છે. હવામાનનું સંતુલન પણ બગડી જાય છે જેનાં લીધે દરિયાનાં સ્તરમા વધારો, ચક્રવાત , તોફાન , ઉગ્ર ગ્રીષ્મ ૠતુ જેવી કુદરતી આફતોજન્મે છે.

પક્ષીઓની પાનખર

ટ્રોપીકલ પક્ષીઓનાં પાંખો બદલવાની ચોક્કસ ઋતુ નથી હોતી. જેમ માણસનાં વાળ અને નખ પ્રોટીન અને કેરાટીનથી બનેલા છે તેમ જ પક્ષીઓની પાંખ પણ તેની જ બનેલી છે. તેથી જ્યારે પાંખોને નુકસાન થાય છે ત્યારે તેને નવા પીંછા દ્વારા બદલવામાં આવે છે. પાંખ બદલવાની ક્રિયાને મોલટીઇંગ(molting) કેહવાય છે.

ચકલીઓ પોતાના પીંછાને ગરમીમાં ખંખેરી નાંખે છે. ઓગસ્ટ આવે ત્યારે વજન વાળા પાંખોથી શરીર ને ગરમ રાખે છે.

ઓગસ્ટમા પાંખોનું વજન 0.9 ગ્રામ હોય છે અને સપ્ટેમ્બરનાં અંત સુધીમાં તે 1.5 ગ્રામ થઈ જાય છે.

પાંખ બદલવી અને માળો બાંધવો બન્ને કામ એક સમય પર નથી થઈ શકતું કારણ કે તે કાર્યોમા ઘણી ખરી ઉર્જા વપરાઈ જાય છે , તેથી તેમનાં માટે સારુ ભોજન અતિ આવશ્યક છે ખાસ કરીને વસંત ઋતુ પછી !

નવી પાંખો માટે ખૂબ ઉર્જા જોઈએ. તેથી ચકલીઓ નવી પાંખો અને માળો બનાવવું એ બન્ને કાર્ય સાથે નથી કરતી.

હવે તમે વિચારી શકો છો કે હવામાનમાં બદલાવનાં કારણે પક્ષીઓની પાનખર અને તેનું માળા બનાવવાનો સમયકાળ એક જ થઈ ગયો ને તેથી તેઓ સ્વસ્થ નથી રહી શકતાં !

કોઈ પણ ચકલીને લુપ્ત થવા દેવી ન જોઈએ. આપણે સૌએ ચકલીઓની સંખ્યા વધારવા સતત પ્રયાસ કરવા જોઈએ નહીં તો બીજી પ્રજાતિઓની જેમ આપણે ચકલીઓને પણ ગુમાવી દઈશું !

મેં 2008 થી 1 લાખ જેટલી શિશુ ચકલીઓનાં અમારા આપેલા માળામા જન્મ લઈ અને તેની સફળતાને ડોક્યુમેન્ટ કરી છે , જેમાં અમે સમગ્ર દેશ અને વિદેશમાં આ માળાઓ મોકલ્યા છે. આજ દિવસ સુધી અમે 1. 25 લાખ થી વધારે માળાઓનું નિશુલ્ક વિતરણ કર્યું છે.

“Save the Sparrows” પુસ્તકની હમણાં ત્રીજી આવૃત્તિનું અનાવરણ કરાયું છે.

મારૂ Save the Sparrows નું કામ ISRN – “સંસ્કૃતિ મંત્રાલય” ભારત સરકાર દ્વારા 36 રાજ્યની 36 ભાષાઓમા અનુવાદ કરેલું છે અને સમગ્ર દેશમા તેનું પરિભ્રમણ કર્યું છે.

લોકો જાગૃત બને અને જ્ઞાન મેળવે તે માટે હુઁ “સેવ ધી સ્પેરોસ” નામની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બનાવી રહ્યો છું .


શ્રી જગત કીનખાબવાલાનો સંપર્ક  shivanand_ceo@hotmail.com   પર થઈ શકશે

6 comments for “ફરી કુદરતના ખોળે :માનવતા ની વાત: પ્રદુષણ અને ‘ઘર ચકલી’નો ખોરાક

 1. vimla hirpara
  July 10, 2020 at 2:31 am

  નમસ્તે જગનભાઇ, આપની વાત બરાબર છે. એક સમયે મે જોયેલા પક્ષીઓ.સવારમાં કબુતરોના ટોળા, પરોઢની આલબેલ પુરતો કુકડો, ચકલીઓ, કવચીત આવતા પોપટ, બપોરે ગાતી કોયલ.લેલા ને ખાસ તો શિયાળામાં શિસ્તબધ્ધ ઉડતા કુંજપક્ષીઓની કતારો, સાંજે આંગણાનો મુલાકાતી કળાયેલ મોર ને ઢેલ,રાત્રે બોલતા હોલા ને ચીબરીઓ, તેતર ને કાબર ,ટીટોડીઓ, સમડી ને બાજ. કેટલા ગણાવું? આજે તો એને માત્ર ચિત્રમાં જ જોવાના.
  વિકાસની આંધળી દોટ, પંખીઓના રહેઠાણ ને ખોરાકની કારમી અછત કદાચ દુનિયામાથી પંખીઓને નામશેષ કરી દેશે.

  • Jagat. Kinkhabwala
   July 13, 2020 at 4:32 pm

   પ્રણામ વિમળાબેન,
   ભારત વર્ષમાં આખા દેશમાં ૧૭ પક્ષી કોમન બર્ડ્સ છે જે આખા દેશમાં જોવા મળે છે. આ માનવ વસાહત આજુબાજુ રહેતા પક્ષી છે. આજે તેમાંના કેટલા જોવા મળે અને કેટલાને માણસ ઓળખી શકે!
   સહ અસ્તિત્વ માં બધા જીવ સાથે માનવે જીવવાનું છે અને નહિ કે એકલા!
   વિકાસ સાથે આપણે સર્વતવા વિનાશ તરફ જય રહ્યા છીએ અને જીવવું દોહ્યલું બની ગયું છે જે પર્યાવરણ ના પ્રશ્નો આપણે અનુભવી રહ્યા છીએ.
   કુદરતની રચના એટલી અદભુત છે કે રોજ રોજ નવું જાણવા મળે. કુદરત આગળ માણસ ખુબ વામણો છે. આવડતમાં અને કાબેલિયતમાં આટલા નાના પક્ષીની જરૂરિયાત, ખાસિયત અને અચંબો પમાડતી વાત જાણી માણસ વિચારતો થઇ જાય છે.
   હજુ પણ એવું કહેવાય છે કે પૃથ્વી પરના બહુ બધા જીવ ને માણસ જોઈ પણ નથી શક્યો અને બહુ બધાનો અભ્યાસ બાકી છે.

   પક્ષી જગત બહુ અજાયબ છે.
   આભાર ,
   Jagat. Kinkhabwala.
   98250 51214.

 2. jigna
  July 20, 2020 at 4:16 am

  bahu saras lekh

  • Jagat. Kinkhabwala
   July 21, 2020 at 12:24 pm

   પ્રણામ વિમળાબેન,
   ભારત વર્ષમાં આખા દેશમાં ૧૭ પક્ષી કોમન બર્ડ્સ છે જે આખા દેશમાં જોવા મળે છે. આ માનવ વસાહત આજુબાજુ રહેતા પક્ષી છે. આજે તેમાંના કેટલા જોવા મળે અને કેટલાને માણસ ઓળખી શકે!
   સહ અસ્તિત્વ માં બધા જીવ સાથે માનવે જીવવાનું છે અને નહિ કે એકલા!
   વિકાસ સાથે આપણે સર્વતવા વિનાશ તરફ જય રહ્યા છીએ અને જીવવું દોહ્યલું બની ગયું છે જે પર્યાવરણ ના પ્રશ્નો આપણે અનુભવી રહ્યા છીએ.
   કુદરતની રચના એટલી અદભુત છે કે રોજ રોજ નવું જાણવા મળે. કુદરત આગળ માણસ ખુબ વામણો છે. આવડતમાં અને કાબેલિયતમાં આટલા નાના પક્ષીની જરૂરિયાત, ખાસિયત અને અચંબો પમાડતી વાત જાણી માણસ વિચારતો થઇ જાય છે.
   હજુ પણ એવું કહેવાય છે કે પૃથ્વી પરના બહુ બધા જીવ ને માણસ જોઈ પણ નથી શક્યો અને બહુ બધાનો અભ્યાસ બાકી છે.

   પક્ષી જગત બહુ અજાયબ છે.
   આભાર ,
   Jagat. Kinkhabwala.
   98250 51214.

 3. Jagat. Kinkhabwala
  July 21, 2020 at 12:26 pm

  સહ અસ્તિત્વ માં બધા જીવ સાથે માનવે જીવવાનું છે અને નહિ કે એકલા!
  વિકાસ સાથે આપણે સર્વતવા વિનાશ તરફ જય રહ્યા છીએ અને જીવવું દોહ્યલું બની ગયું છે જે પર્યાવરણ ના પ્રશ્નો આપણે અનુભવી રહ્યા છીએ.
  કુદરતની રચના એટલી અદભુત છે કે રોજ રોજ નવું જાણવા મળે. કુ

  પક્ષી જગત બહુ અજાયબ છે.
  આભાર ,
  Jagat. Kinkhabwala.
  98250 51214.

 4. Jagat. Kinkhabwala
  July 21, 2020 at 12:27 pm

  સહ અસ્તિત્વ માં બધા જીવ સાથે માનવે જીવવાનું છે અને નહિ કે એકલા!

  પક્ષી જગત બહુ અજાયબ છે.
  આભાર ,
  Jagat. Kinkhabwala.
  98250 51214.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *