૧૦૦ શબ્દોમાં : સુખની શોધ

Facebooktwitterredditpinterestlinkedinmail

તન્મય વોરા

મારો બે વર્ષનો દીકરો હંમેશાં ખુશખુશાલ જ હોય છે. તેની રમતિયળ હાજરી અને સ્ફુર્તિસભર ઉર્જા તેની આસપાસનાંને પણ ખુશ રાખે છે. નાનામાં નાની વાતને પણ કેમ માણવી તે જાણે તે કેમ તે બરાબર જાણતો ન હોય !.

‘આની પાછળનું રહસ્ય શું હશે” એમ વિચારતો હતો એ જ વખતે મને આ વાત જાણવા મળી.

એક માણસે બૌદ્ધ સાધુને પૂછ્યું : ‘મને સુખ જોઈએ છે.’

સાધુએ જણાવ્યું, ‘સૌ પહેલાં ‘મને’ – તમારા અહં-ને દુર કરો, પછી ‘જોઈએ છે’ – અનંત અપેક્ષાઓ-નો ત્યાગ કરો. એટલે જન્મથી જે તમારી પાસે છે તે ‘સુખ’ મળી જશે.’

મારા પુત્રની હંમેશ ખુશખુશાલ મનોસ્થિતિનું રહસ્ય મને સમજાઈ ગયું.

– – – – –

આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com

· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *