





– ભગવાન થાવરાણી

મોમિન ખાં ‘ મોમિન ‘ ગાલિબના સમકાલીન હતા. કહે છે, એમના આ શેર પર ગાલિબે પોતાનું આખું દીવાન ન્યોછાવર કરવાની વાત કરી હતી :
તુમ મેરે પાસ હોતે હો ગોયા
જબ કોઈ દૂસરા નહીં હોતા ..
બહરહાલ, આજે મારે ‘મોમિન’ સાહેબના જે શેરની વાત કરવી એ એમની આ જ ગઝલનો બીજો એક શેર છે :
તુમ હમારે કિસી તરહ ન હુએ
વરના દુનિયા મેં ક્યા નહીં હોતા ..
ખતરનાક માસૂમિયતથી શાયરે એક બેહદ દર્દનાક અફસોસને વાચા આપી છે. થવું જ હોય તો દુનિયામાં શું નથી થતું, શું નથી થઈ શકતું, કંઈ વાત અસંભવ છ હવે ? બધું થયું, થઈ રહ્યું છે પણ આ વિડંબના તો જૂઓ. ‘ તમે અમારા કોઈ રીતે ન જ થયા ‘ !
બશીર બદ્ર સાહેબે આ જ કાફિયા, રદીફ અને બહરમાં એક ખૂબસૂરત ગઝલ લખેલી. એ ગઝલના એક ખાસ શેર વિષે હવે પછી ..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
જિયો સર…
વાહહહ
ઝિંદાબાદ