






તન્મય વોરા
સફળતાની એક વ્યાખ્યા છે “પોતાની શરતે જીવન જીવવાનીઅને માણવાની ક્ષમતા’. પણ મોટા ભાગે તો આપણી સફળતાને આપણે બીજાંની દ્રષ્ટિમાં શોધતાં રહેતાં હોઇએ છીએ, અને પછીથી એ ઝાંઝવાની પાછળની દોટમાં આપણે આપણાં મૂળ મૂલ્યો વિસરી જતાં હોઇએ છીએ.
રાજાની સતત ભાટાઈ કરતાં રહેવાને કારણે ગ્રીક તત્વજ્ઞાની, ઍરિસ્ટીપ્પસને રાજ દરબારમાં આરામદેહ સ્થાન મળી ગયું હતું.
એક દિવસ, ઍરિસ્ટીપ્પસે, બીજા એક ગ્રીક તત્વજ્ઞાની, ડાયોજીનસને મસુર ફાકતા જોયા. એટલે તેમણે સુફિયાણી સલાહ આપી કે “રાજાની ખુશામત કરવાનું શીખી જશો, તો મસૂર ફાકવાના દહાડા નહીં આવે.”
જવાબમાં ડાયોજીનસે રોકડું પકડાવ્યું, “જો મસૂરના સ્વાદની મજા માણતાં આવડી જશે, તો કદી પણ, કોઇની, ખુશામત કરવી નહીં પડે.”
– – – – –
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ
· નેટ જગત પર સરનામું : QAspire.com
· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com