સમાજ જીવન : કોરોના પહેલાં, સાથે અને પછી

Facebooktwitterredditpinterestlinkedinmail

દર્શા કિકાણી

૧૯૧૮ની સ્પેઈન-ફ્લુની મહામારીને એક આખી સદી વીતી ગઈ છે. આજે ૨૦૧૯-૨૦૨૦માં આપણે ઓચિંતી જ આવી ગયેલી કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યાં છીએ. છેલ્લા ૪-૫ મહિનાથી વિશ્વના અનેક દેશોમાં અને છેલ્લા ૨ મહિનાથી ભારતમાં આપણે ઘણી તકલીફો વેઠી રહ્યાં છીએ. આપણા વડાપ્રધાનની કુનેહ અને અગમચેતીથી જાનહાની કંટ્રોલમાં છે. વિકસિત દેશો કરતાં ભારત ઘણું આગળ છે તે હવે આપણે અને આખું વિશ્વ જાણે છે. ભારતની, આયુર્વેદની, યોગ-પ્રાણાયામની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. પણ સામાન્ય નાગરિકની જિંદગી છિન્નભિન્ન થઈ ગઈ છે. પહેલાં ક્યારેય ન સાંભળેલા શબ્દો LOCKDOWN, ISOLATION, SOCIAL DISTANCE આપણે મજબૂરીથી જીવી રહ્યાં છીએ!

બંધ બારણે મધ્યમવર્ગ અને નીચલાવર્ગનાં નાગરીકો કાલ કેવી જશે તે વિચારતાં પણ ડરે છે. ખાધેપીધે સુખી વર્ગ મોબાઈલ અને ટીવીમાં નિતનવા પ્રોગ્રામો માણવાની ચેષ્ટામાં છે. ડોકટરો, સરકારી સ્ટાફ અને સફાઈ કામદારો પોતાના જીવના જોખમે જનતાને મદદ કરવા તત્પર છે. ક્યારેક ઘાતક વિરોધનો સામનો પણ કરવો પડે છે. સામાજિક સંસ્થાઓ લોક-સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આ માત્ર રોગને લગતી કટોકટી નથી, આ તો આર્થિક, સામાજિક અને રાજકીય કટોકટી પણ છે.

માણસ એક સામાજિક પ્રાણી છે. MAN IS A SOCIAL ANIMAL. બાળપણથી સંભાળેલ આ ઉક્તિનો આજે ઊંડો અર્થ સમજાય છે. લાંબા સમય માટે પોતાના ઘરમાં જ કેદ થયેલ માણસો શું અનુભવે છે? દાદા-દાદી, મમ્મી-પપ્પા અને બાળકો સાથેના હર્યાભર્યા પરિવારને કુટુંબની ખરી પરિભાષા સમજાય છે. દાદા-દાદી પાસે પૈસાની સાથેસાથે અનુભવોનો અને સદગુણોનો પણ ભંડાર ભર્યો છે તે સમજાય છે. તો વડીલોને પણ નવી ટેકનોલોજીના લાભ ખ્યાલમાં આવે છે. મહારાજ/ કામવાળા વગર જાતમહેનત જિન્દાબાદનો મહિમા ઘરમાં બધાંને સમજાય છે! જાતે કરેલી રસોઈનો સ્વાદ કેટલો અનેરો છે! અરે, પપ્પાને પણ શાક કાપતાં આવડે છે! ઘરેથી જ ઓફિસનું કેટલું બધું કામ કરી શકાય છે! બાળકો પણ ઘરમાં સાફસૂફી કરી શકે છે! કાશ, આ નવી આવેલી સમજણ કોરોનાની સાથે જ વિદાય ના થઈ જાય!

‘હુંતો’ અને ‘હુંતી’ વાળા નાના ઘરમાં એકબીજાનો પરિચય ફરી થાય છે! ઓહ, તને આવું સરસ રાંધતા આવડે છે! ચાલ, આજે તો હું જ તને શાક સમારી આપું. તું કપડાં મશીનમાં નાંખી દે, હું સુકવી દઈશ. અરે, તમે તો મારું આટલું બધું ધ્યાન રાખો છો! જેવા સંવાદો સામાન્ય થઈ ગયા છે. આશા રાખીએ કે તે લાંબુ જીવે!

કામમાં પ્રવૃત્ત લોકો તો ઘણાં સક્રિય થઈ ગયાં છે. કવિઓ, લેખકો, ચિત્રકારો, સંગીતકારો રોજ નવીન રચનાઓ લઈ હાજર થાય છે! નવી ટેકનોલોજી અને સોશિઅલ મીડિયા કોઈ પણ રોકટોક વિનાનું તૈયાર મંચ પૂરું પડે છે. માણસો પોતાની ટેલેન્ટ કે આવડત દુનિયા સામે બહુ સહેલાઈથી રજુ કરી શકે છે. જોડકણાં જેવી કવિતાઓ અને ઉટપટાંગ વાર્તાઓનો રાફડો ફાટ્યો છે! કહેવાતાં ગુરુઓનાં ભાષણો અને વિચારોની વિડીઓ મીડિયામાં સતત હાજર જ છે. જેની પાસે વેડફવા માટેનો સમય છે તેને માટે આવા મનોરંજનની કોઈ ખોટ નથી! આ સક્રિયતા રચનાત્મક અને દીર્ઘ કાલીન બની રહો તેવી શુભેચ્છા!

સોશિઅલ મીડિયા અને વોટ્સેપ જેવી એપ્સ પર સામાન્ય યુવાન પણ ૮-૧૦ ગ્રુપનો સભ્ય હોય અને એક્ટિવ માણસો તો ૩૦-૪૦ ગ્રુપના સભ્યો હોય. દરેક ગ્રુપમાં અવનવી પ્રવૃત્તિઓ ચાલે. સમય બગાડવાની જાણે હોડ બકાય! જો કે રચનાત્મક પ્રવૃત્તિઓ પણ ઘણી થાય છે. પોતે જઈ આવેલ સ્થળોના ફોટાઓ પોસ્ટ કરી ‘શોધી કાઢો’ જેવી રમતો, શાસ્ત્રીય સંગીતની કલીપ મૂકી અમુક ચોક્કસ રાગનાં ગીતો શોધવાની રમતો, સંગીતની મહેફીલો અને ઘણી ચીલાચાલુ રમતો પણ ખરી. સમય વેડફવો છે કે કંઈ નવીન અને રચનાત્મક કરવું છે તે તમારે પસંદ કરવાનું! પ્રલોભનો ઘણાં છે, નક્કી તમારે કરવાનું છે!

માણસને સમજાયું છે કે ઘરે રહી મજાનું જીવન જીવવું સહેલું અને સરળ છે, અને વળી સસ્તું પણ! માત્ર ૩ જોડ કપડાંમાં ૩ મહિના નીકળી જશે! (મોં પરનો આ માસ્ક લાંબો સમય ટકી જશે!) અને હોટલ-થીએટરનો ખર્ચો બચ્યો તે નફામાં! આખું કુટુંબ સાથે બેસી ગરમાગરમ નાસ્તા સાથે રોજની એક ફિલ્મ જોઈ શકે છે – બિલકુલ મફતમાં! રોજ નવી સ્વાદિષ્ટ વાનગીઓ જાત-મહેનતના ભાવમાં હાજર છે! ન બહાર જવાની ચિંતા છે કે ન કોઈ મહેમાન આવવાની ભીતી! લગ્ન સમારંભો, સામાજિક પ્રસંગો, મેળાવડાઓ….બધું બંધ! ન તૈયાર થવાની માથાકૂટ, ન ભેટ સોગાદની ચિંતા! માણસ પોતાને માટે જીવતાં શીખ્યો છે, ક્યાંક ભૂલી તો નહીં જાયને? કપડાં-ઘરેણાનો ખોટો ચળકાટ હજી માંડ વિસારે પાડ્યો છે! બુટીક અને બ્યુટીપાર્લરના ધક્કા માંડ બંધ થયા છે! બહાર ભટકવાને બદલે ભીતર ભણી ડોકિયું કરતાં તે હજી હમણાં જ શીખ્યો છે, યાદ તો રાખશેને?

કોર્પોરેટ મીટીંગો અને વેબિનાર પણ ઘેર બેઠાં સમયસર થાય છે! ક્યાંય દોડાદોડ કરવાની જરૂર નહીં. એજેન્ડા પ્રમાણે ચર્ચા થાય, સમયનો બિલકુલ બગાડ નહીં. અંગત મીટીંગ માટે પણ ઝૂમ અને તેના જેવાં અનેક પ્લેટફોર્મ મળી રહે છે. આવી મીટીંગો માટે અમુક શિષ્ટાચાર પાળવો જરૂરી છે. કોણ ક્યારે બોલે, કેવી રીતે બોલે, કયા વિષય પર બોલે વગેરે.પરદેશથી અહીં આવે ત્યારે ફોન પણ ન કરતા મિત્રો અને સંબંધીઓ આવી મીટીંગોમાં પ્રેમથી અડધાં અડધાં થઈ જાય! કાશ કોરોના પછી ભારત આવે ત્યારે આ બધાંનું ભારતીય શિષ્ટાચાર મુજબ સુખદ મિલન થાય!

જે જ્ઞાન-પિપાસુ છે તેને માટે તો આંગળીનાં ટેરવે સરસ્વતીમૈયા હાજર છે. કેટકેટલી યુનિવર્સીટીમાં ઓનલાઈન પ્રોગ્રામ ઓફર થઈ રહ્યાં છે અને યુ ટ્યુબ પર અસંખ્ય વિડીઓ હાજર છે. તમારે શું શીખવું છે? નવી ભાષા? ગણિત? વિજ્ઞાન? કાયદાશાસ્ત્ર? સંગીત? ચિત્રકામ? ફોટોગ્રાફી? રસોઈ? કોઈ પણ વિષય ઉપર જરૂરી માહિતી ઉપલબ્ધ છે. શિક્ષણ પ્રણાલીમાં ધરમૂળથી ફેરફારો આવી રહ્યા છે!

બેન્કિંગ અને ઇન્વેસ્ટમેન્ટની રીત-રસમ પણ બદલાઈ ગઈ છે. ઓન લાઈન સગવડો અને જ્ઞાન મળી રહે છે, તેનો લાભ લો. ઘણી બઘી માહિતી નેટ પર મળે છે તે વાંચો, માહિતગાર થાઓ અને નિર્ણય લો.

કોરોનાનો એક મોટો ફાયદો એ થયો કે લોકો સમજી શક્યાં કે સુખરૂપ જીવન જીવવા કેટલી ઓછી આવશ્યકતા છે. શું આપણે આટલું શીખીશું? અને શીખેલું યાદ રાખીશું? આ નવી જીવન-પદ્ધતિને નવું અભિયાન બનાવીશું?

  1. 1. ૪-૬ મહિના માટે જરૂરી પૈસા ઘરમાં હાજર રાખો. તેનું વ્યાજ ગણશો નહીં. બાકીના ઇન્વેસ્ટમેન્ટને લગતા નિર્ણય પૂરતી માહિતી મેળવી જાતે જ લો.
  2. 2. દૂર રહેતાં સગાવહાલાં કરતાં ઘરમાં સાથે રહેતાં કુટુંબીઓ અને નજીકનાં પડોશીઓ વધુ કામ આવશે. જરૂરના સમયે મિત્રો વધુ સાથ આપશે.
  3. 3. આનંદથી જીવો. પૈસા હોય તો જાતે જ જરૂરિયાતવાળા લોકોને બને તેટલી મદદ કરો. સમાજને ઉપયોગી બનો. ઊંચી લાઈફ સ્ટાઈલમાં ખેંચાશો નહીં. પોતાના માટે જીવો, દુનિયા માટે નહીં.
  4. 4. ભારતનો સનાતન ધર્મ (હિંદુ ધર્મ) અને તેની સાથે સંકળાયેલ જૈન/શીખ જેવા ધર્મો ઊંડી વૈજ્ઞાનિક સમજણ પર રચાયા છે. સમજાય નહીં તો પણ તેનું પાલન કરો. માનસિક ચિંતન તથા શારીરિક કસરતો અને યોગ/પ્રાણાયામ નિયમિત કરો. બહાર નહીં, ભીતર ભણી વળો.
  5. 5. ઘરના શુદ્ધ ભોજનને પહેલી પસંદ બનાવો. ઘરકામમાં મદદ કરો. જે કામ જાતે કરી શકો તે જાતે જ કરો, બીજા પર નાખશો નહીં. આવી રહેલા બદલાવને અપનાવશો તો જીતી જશો.
  6. 6. સ્વચ્છ, સાદા અને પર્યાવરણને અનુરૂપ વસ્રો પહેરો. ભડકીલા વસ્ત્રો, દાગીના, બુટીક અને બ્યુટી પાર્લરનો જરૂર હોય તો જ ઉપયોગ કરો. SOCIAL DISTANCE ને કાયમ માટે અપનાવી લો. પરદેશની યાત્રાઓ તથા સામાજિક મેળાવડાઓ યોજવાનું અને તેમાં હાજર રહેવાનું ટાળશો.
  7. 7. પર્યાવરણનું જતન કરો. પૃથ્વી તમારી નથી, તમે અહીં ફક્ત થોડા સમયના મહેમાન છો.
  8. 8. નવી ટેકનોલોજીનું પ્રેમથી સ્વાગત કરો. આ તો ઘેર બેઠાં ગંગા છે. કોઈની પણ મદદ વગર, તમે ઘેર બેઠાં ઘણું કરી શકો છો. રોજ કંઈક નવું શીખો અને શીખવો, નવું જાણો, નવાં લોકોને મળો. તમારી કુનેહ, સૂઝ અને આવડત દુનિયા સુધી લઈ જાવ. તમે માનો છો તે કરતાં બહુ સહેલું છે. બસ, હિંમત કરો અને શરૂ કરો!


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ –
darsha.rajesh@gmail.com

41 comments for “સમાજ જીવન : કોરોના પહેલાં, સાથે અને પછી

  1. કિશોર બી ત્રિવેદી 'થરાદરી'
    May 6, 2020 at 11:23 am

    વાહ! ખૂબ જ સરસ

    • Darsha Kikani
      May 7, 2020 at 10:41 am

      આભાર, કિશોરભાઈ!

      • પ્રકાશ સલારિયા
        May 11, 2020 at 8:05 pm

        આ લેખ એ પરિસ્થિતિ ની સમીક્શા છે. જેમ કોઈ પણ સમીક્ષા માં આગળ શું કરવું જોઈએ તેનું વિવરણ હોય છે તેમ આમાં (1) દરેક ફકરા ના અંતે, શું થવું જોઈએ તેનું વર્ણન છે અને (૨) અંતે આચાર સંહિતા છે.
        અભિનંદન
        સલારિયા

    • જગત કીનખાબવાલા
      May 10, 2020 at 3:33 pm

      ખુબ સરસ લેખ લખ્યો છે દર્શા. આજે લોક ડાઉન ના સમયમાં તેનાજ વિશે આગવો લેખ છે.
      હમેશ પ્રમાણે આનંદ થયો.
      લખતા રહેશો અને લાભ આપતા રહેશો

  2. May 6, 2020 at 11:27 am

    સરસ વિચાર્યું અને લખ્યું છે દર્શનાબેન. વાંચનારને માર્ગદર્શન મળશે. કોરોના મહામારીએ નવી દિશાઓ ખોલી છે પણ વિવેક અને જાણકારી વિના એ જોખમી પણ બનશે!

    • Darsha Kikani
      May 7, 2020 at 11:24 am

      સાવ સાચી વાત, વિજયભાઈ!

  3. kalpana Raghu Shah
    May 6, 2020 at 11:37 am

    V.true. A C and B C!

    • Darsha Kikani
      May 7, 2020 at 11:26 am

      Yes, Kalpanaben! We have new AC and BC now! Before Corona and after Corona !

  4. Surendra M Shah
    May 6, 2020 at 11:40 am

    Yes we are a generation which has seen both lives of family and also of multi huge family get together and also tiny two people as well as old age too
    Now we all have to change ASAP to new life requirements of joint family life as well as taking care of elders and how to boost our immunity and remain towards ultimate goal of life to meet the supreme

    • Purvi Mehta
      May 6, 2020 at 12:34 pm

      દર્શાબેન,
      ખૂબ જ સમયોચિત અને સચોટ આર્ટિકલ… કહેવાય છે
      ‘ સવારનો ભૂલ્યો સાંજે પાછો ફરે તો એને ભૂલ્યો ન કહેવાય…’
      હવે આપણે પાછાં ફર્યાં છીએ તો ફરી ભૂલાનાં પડીએ એની કાળજી રાખવી રહી…

      કોરૉના પહેલા અને સાથેના જીવનનું તમે ખૂબ જ બારીક અને ઝીણવટભર્યું અવલોકન કર્યું છે… અને સાથે સાથે આ પ્રાપ્ય સમજણ અને બદલાવને કેવી રીતે ટકાવી રાખવા એ વિશે પણ અસરકારક સુચનો પૂરાં પાડ્યાં છે…

      આભાર
      પૂર્વી મહેતા

      • Darsha Kikani
        May 7, 2020 at 11:29 am

        આભાર, પૂર્વી! આપણે ઘણું શીખવાનું બાકી છે! ક્યારે શીખીશું?

  5. Ketan Patel
    May 6, 2020 at 3:55 pm

    સુંદર છણાવટ,
    તેમાં પણ ૭ નંબર નું સૂચન – આપણે તો પ્રૃથ્વિ ઉપર ના મહેમાન છીએ અને પર્યાવરણ ની કાળજી રાખીને જીવવાનું – એ એક વાક્ય માં અપાયેલ સૌથી મહત્વપૂર્ણ જ્ઞાન છે.
    કોરોના મહામારી પછી શું ? તે કોઈ વિચારતું નથી…
    સરળ શબ્દોમાં લખાયેલ સમયોચિત લેખ.

    • Darsha Kikani
      May 6, 2020 at 7:17 pm

      કેતન, આપણે ખરેખર મહેમાન છીએ, પણ સમજે છે કોણ?

  6. May 6, 2020 at 5:03 pm

    very nicely written mam

    • Darsha Kikani
      May 6, 2020 at 7:15 pm

      Thanks ?

  7. Mona Somani
    May 6, 2020 at 5:24 pm

    લૉક ડાઉનના સમયગાળાનો આબેહુબ નિચોડ . બિનજરુરી વસ્તુઓનો સંગ્રહ નહિ, કે નથી status ના આળપંપાળ ની ચિંતા. જો સંક્રમણનો ભય ના હોય તો બાકી બધુ મોટે ભાગે આવકાર્ય છે. નકારત્મક અસરો વચ્ચે પણ હકારત્મકતા જોતા શીખવતો લેખ.

    • Darsha Kikani
      May 7, 2020 at 11:30 am

      આભાર, પૂર્વી! આપણે ઘણું શીખવાનું બાકી છે! ક્યારે શીખીશું?

    • Darsha Kikani
      May 7, 2020 at 11:32 am

      Thanks, Mona! There is lot of negativity in the air, we need some positive thoughts to prevail!

  8. Darsha Kikani
    May 6, 2020 at 7:18 pm

    કેતન, આપણે ખરેખર મહેમાન છીએ, પણ સમજે છે કોણ?

  9. Smita Mehta
    May 6, 2020 at 7:53 pm

    Very well written article. In very short and precise way you have covered all what it should. Congratulations. Keep sharing such valuable and thought provoking material.

    • Darsha Kikani
      May 7, 2020 at 11:33 am

      Thanks ?, Smita! There is so much of negativity in the air, we need some positive thoughts to prevail!

    • Manish Buch
      May 9, 2020 at 10:14 am

      વાહ ખુબ સુંદર. પણ કદાચ આ સાથે રહેતા અને નવી જીવનશૈલી માં ગોઠવાઈ જવું પડશે.

      • Darsha Kikani
        May 10, 2020 at 3:19 pm

        Thanks, Manishbhai! Yes, we have to accept new normals!

  10. Nalini Mankad
    May 6, 2020 at 9:27 pm

    Very nicely written . If people continue the same life style then world will be like heaven.????

    • Darsha Kikani
      May 7, 2020 at 11:34 am

      Thanks, Nalini! Yes, we have new normals now! We have to learn a lot!

  11. Nanak Patel
    May 6, 2020 at 10:30 pm

    The gist of this informative and timely article is also relevant here in USA where I am settled. The Corona virus and its implications are universal in nature and do transcend countries and cultures. All of humanity needs to unite against this calamity.

    • Darsha Kikani
      May 7, 2020 at 11:36 am

      Very rightly said, Nanakbhai! We all have to unite to fight against Corona!

  12. Ujjval Buch
    May 6, 2020 at 10:44 pm

    સુંદર લખાણ. કુદરતે ભણા વેલ આ પાઠ આપણે યાદ રાખવો રહ્યો. બાહ્ય ને બદલે અંતર મા ડોકીયું કરવાનું યથાર્થ સૂચન.

    • Darsha Kikani
      May 7, 2020 at 11:39 am

      Thanks, Ujjaval! Corona has offered us some time to introspect! Let’s see how we make use of it!

  13. May 7, 2020 at 10:14 am

    KUDOS !!!

    Well articulated the present situation .

    Since long world is divided between HAVE AND HAVE NOT . I am trying to see the challenges faced by the later half.

    One and only anxiety they face , you may call them as migrant workers or laborers , is HUNGER. None of us has any answer. This is blot on humanity . I request you to elaborate if possible. Once again , congrats. JC

    • Darsha Kikani
      May 8, 2020 at 9:05 pm

      Thanks, J C. I agree, It’s really difficult to respond and manage that part!

      • Niranjan
        May 10, 2020 at 10:31 am

        Beautifully summed up the lockdown blues and greens…But… would we learn to practice and enjoy voluntary lockdown anytime soon ?..When the Big boss is not around ? Hope, we would !

        Niranjan

        • Darsha Kikani
          May 10, 2020 at 3:23 pm

          Thanks, Niranjanbhai! We will have to learn and accept lots of new things! It’s survival of the quickest now!

  14. Vibha
    May 8, 2020 at 8:44 am

    Very thoughtful & inspiring article, Darsha
    Really appreciated your time to help community in this difficult period of Covid 19….!!

    • Darsha Kikani
      May 8, 2020 at 9:08 pm

      Thanks, Vibha! As a doctor in US, you too, must be facing problems. Take care! Stay safe!

  15. પ્રેમ બાબરીયા પ્રેમ બાબરિયા
    May 8, 2020 at 5:51 pm

    ખુબ સરસ લાગ્યો બેન તમારો લેખ

    • Niranjan
      May 10, 2020 at 10:33 am

      Beautifully summed up the lockdown blues and greens…But… would we learn to practice and enjoy voluntary lockdown anytime soon ?..When the Big boss is not around ? Hope, we would !

      Niranjan

    • Darsha Kikani
      May 10, 2020 at 3:24 pm

      Thanks!

  16. Vijaysinh. C.Vihol
    May 9, 2020 at 1:54 am

    Good Writting &most word important

  17. May 9, 2020 at 2:01 am

    Good writting &most improtant word use for typing

  18. Kirtikumar Goswami
    June 4, 2020 at 11:15 pm

    વર્તમાન સમય ની પરિસથિતિ ને વાચા આપતો સુંદર લેખ. નમસ્તે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *