





(૧)
દૂરથી જ્યારે જતું કોઈ યુગલ જોઉં છું;
થાય છે શંકા, બરાબર મુજને દેખાતું નથી.
વાળની સરખી લટો ને ચાલ પણ સરખી રહી;
કોણ નર છે કોણ નારી, એ જ સમજાતું નથી.
નાઝ માંગરોલી
(૨)
ચમકતો ને દમકતો શાહજહાંનો મહેલ જોવા દે.
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે.
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે.
– શેખાદમ આબુવાલા
(૩)
તાજનું શિલ્પ-કાવ્ય નીરખીને લોકો,
હર્ષના આંસુ લૂછે છે,
દાદ આપે છે સૌ શાહજહાંને,
એના શિલ્પીને કોણ પૂછે છે ?
રતિલાલ ‘અનિલ’.
(૪)
મેં નદી પાસે માંગી હતી નિર્મળતા મળી.
ફૂલ પાસેથી ચાહી હતી કોમળતા મળી.
માત્ર હમદર્દીનો યાચક થયો માનવ પાસે
શું એ કહેવાની જરૂરત છે કે નિષ્ફળતા મળી ?
– યુસુફ બુકવાલા
સંકલનકાર સુશ્રી દેવિકાબહેન ધ્રૂવ નાં સંપર્કસૂત્ર: :
email: ddhruva1948@yahoo.com
Phone ++281 415 5169
વાહ! સરસ સંકલન!
શ્રી, મનહર ઉધાસના ‘અરમાન’ આલ્બમમાં છેલ્લું મુક્તક અનેક વખત સાંભળ્યું છે. પણ એના લખનારની જાણ આજે જ થઈ, ખુબ ખુબ આભાર.