પ્રાર્થનાપંચકમ્.

Facebooktwitterredditpinterestlinkedinmail

ભાગ્યેશ જહા..

                    ( છંદ; શાર્દૂલવિક્રિડિત).

દુનિયા છે અતિ ત્રસ્ત, ઓ ભગવતી,ભયથી પુરાયા ગૃહે,
માણસ છે જ્વરમાં, મહાદુ:ખ મહીં,માને પુકારે રડી,
આવી છે નવરાત મા જીવનમાં,સુણજો અમારી વ્યથા..
કોરાનાસુરઘાતિની પ્રગટ તું, કલ્યાણ કર વિશ્વનું…(1)

જાણું છું હરણો હણ્યા, ક્રૂર બની,વેલો વિલાપી રહી,
દીધેલી તવ ભોગ્ય ભાવભૂમિ જે,જાણ્યા પછી વેડફી,
માફી દે કરુણામયી જગતને,સૌના વતી હું નમું,
કોરાનાસુરઘાતિની પ્રગટ તું,કલ્યાણ કર વિશ્વનું…(2)

કેવા ખાલીખોખલા બની ગયા,સંબંધ સૌ સ્નેહના,
સ્વાર્થાન્ધે ભુલી, માતને, ભટકતા,સૌહાર્દ છોડી દીધા,
એથી, મા, કરું પ્રાર્થના હ્રદયથી,વહાલે પધારો તમે,
કોરાનાસુરઘાતિની પ્રગટ તું, કલ્યાણ કર વિશ્વનું..(3)

કેવા કાવતરા કીધા કલમથી,પાપે પ્રપંચે પુરા,
ખેલ્યા ખેલ કુપાત્રના ખલ બની,મા તું બધું જાણતી,
એવા હાથ ધુએ, ક્ષમા કરી રહો,હે માત જ્ઞાનેશ્વરી,
કોરાનાસુરઘાતિની પ્રગટ તું, કલ્યાણ કર વિશ્વનું…(4)

વિશ્વે વ્યાપ્તવિષાદ વ્યગ્ર વિરમો,અધ્યાત્મ જાગી ઉઠો,
ધ્યાને હો મનની ગતિ, પરમમાં,સ્તોત્રે સ્રવો શારદા,
એવાં મા સુણજો કવિતણી મતિ,આવો પ્રભા અંબિકા,
કોરાનાસુરઘાતિની પ્રગટ તું, કલ્યાણ કર વિશ્વનું…(5) 

–                           ———————————-

લોકડાઉન,

કોરાનાસુરસંગ્રામ, ( ચૈત્ર નવરાત્રિ).

દ્વિતીયા, ૨૬, માર્ચ, ૨૦૨૦.

ગાંધીનગર.


દેવિકા ધ્રુવ, , http://devikadhruva.wordpress.com –   વેબગુર્જરી , . પદ્ય સાહિત્ય સમિતિ વતી,

1 comment for “પ્રાર્થનાપંચકમ્.

 1. ken
  April 17, 2020 at 12:06 am

  Very good poem!
  કેટલા આધુનિક ગુજરાતી કવિઓ છંદ રૂપી કાવ્યો રચી શકેછે ?
  ગુજરાતી ભાષા સંરક્ષણ માટે ગુજરાત રાજ્યની અને દરેક સ્કૂલની વેબસાઈટ પર તથા દરેક ગુજરાતીના કમ્પ્યુટર પર આ ત્રણ સાધનો ઉપલબ્ધ હોવા જરૂરી છે.
  1-Google translate to translate all languages in Gujarati and English
  2-http://readmylanguage.com/readmylanguage/regional_reader.php / to read all Indian languages mainly Hindi in Gujarati script
  3-https://keyman.com/keyboards?q=itrans&x=0&y=0 / To type anywhere on the web in Gujarati
  આ ત્રણ સાધનો દ્વારા યુટ્યુબ પરના કોઈપણ વિડિઓ ટાઇટલ્સ અને કોમેન્ટો ગુજરાતી અને અંગ્રેજીમાં વાંચીને પ્રતિભાવો પણ આપી શકાય છે.

Leave a Reply to ken Cancel reply

Your email address will not be published. Required fields are marked *