





હાસ્ય વડે કોરોનાની આફતને સહ્ય બનાવીએ
જુદાં જુદાં માધ્યમો પર પ્રકાશિત થતાં, નિર્દોષ હાસ્યનાં સર્જન માટે રચાયેલાં મારાં કાર્ટુન્સ આપ સૌની ચાહના મેળવતાં રહ્યાં છે. તેની સાથે સાથે મારી ચિત્રકળાની કૃતિઓ પણ આપે માણી છે.
જોકે, કોરોના વાઇરસનાં આ ગંભીર વૈશ્વિક આફતના સમયે ઘણાં લોકોનું માનવું છે કે, ‘આવા ગંભીર ચિંતા અને ચિંતનના સમયમાં હાસ્યકળાની હાજરી અપ્રસ્તુત છે.’
આજના સામાજિક માધ્યમો દ્વારા આપલે થતા સમાચારો અને સંદેશાઓના સમયમાં દરેકે દરેકને દરરોજના હજારો સંદેશા અને સમાચારોના થતા ખડકલાઓમાં અટવાતું પડતું હશે. આમાંના ઘણા સંદેશાઓ અને સમાચારો તો ખરા અર્થમાં બહુ ચિંતા કરાવનારા અને ઘણાયે તો સાવ ખોટા / અફવા ફેલાવનારા પણ હોઈ શકે છે.
તેની સામે નિર્દોષ હાસ્ય આપણાં મનને કંઈક અંશે હળવું કરીને આજના અને ભવિષ્યના પડકારો ઝીલવા માટે આપણને શક્તિ આપવાનું કામ કરી શકે છે. તેમની પાછળની ભાવના સમસ્યાને હસી કાઢવાની નહીં, પણ શક્ય તેટલી હળવી બનાવવાની હોય છે. કોઈ વાર તેના દ્વારા આપણને સમસ્યાને નવા દૃષ્ટિકોણથી જોવાની તક પણ મળે છે.
કોરોના સામેની લડતમાં આપણને સૌને જલદી સફળતા મળે તેવી શુભેચ્છાઓ સાથે
મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com
WG-March20-Word