





આવી આઝાદી બોલ બીજે ક્યાંય છે ?
પોલીસને પથ્થરથી મારી શકાય છે ને
પાછો તું ક્યે છે અન્યાય છે ?
આવી આઝાદી બોલ બીજે ક્યાંય છે ?
આંદોલન આંદોલન જ્યારે રમ્યો છો ત્યારે સળગાવી બસ તોય રોક્યો ?
વર્ષોથી રેલવેના કાચને તું ફોડે છે તોય તને કોઈ દિવસ ટોક્યો?
એવો તે કેવો તું ભાગ્યશાળી છો કે તારા મનગમતાં નાટક ભજવાય છે ?
આવી આઝાદી બોલ બીજે ક્યાંય છે ?
ધારે તે આવીને ઉઠ્ઠા ભણાવે તારી ભોળપથી દેશ આ મહાન છે !
તું ક્યાં જાણે છે કોને હિંસા કહેવાય ? અને તું જે કરે તે તોફાન છે ?
કેટલીક આંખોને ચોકી સળગે તો એને અજવાળે ખુરશી દેખાય છે.
આવી આઝાદી બોલ બીજે ક્યાંય છે ?
કૃષ્ણ દવે. ૨૧-૧૨-૨૦૧૯
સંકલનકાર સુશ્રી દેવિકાબહેન ધ્રૂવ નાં સંપર્કસૂત્ર: :
email: ddhruva1948@yahoo.com
Phone ++281 415 5169