





મૂળ મુંબઈના પણ હ્યુસ્ટનમાં સ્થાયી થયેલ શૈલાબેન મુન્શાની કલમ ‘નોખા અનોખા’ બાળકોના પ્રસંગોથી જાણીતી છે. રોજબરોજના પ્રેરક પ્રસંગો ઉપરાંત તેઓ એક સારા વાર્તાકાર છે અને કવિતાના ક્ષેત્રે પણ પ્રગતિશીલ છે. હાલ હ્યુસ્ટનની જાણીતી ગુજરાતી સાહિત્ય સરિતાના પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યાં છે. તેમની એક ગઝલ અને એક ગીત અત્રે ‘વે.ગુ’ માટે મોકલી આપવા બદલ ધન્યવાદ.
— દેવિકા ધ્રુવ, ’વેગુ’ સાહિત્ય સમિતિ.પદ્ય વિભાગ.
સંપર્કઃ Email: smunshaw22@yahoo.co.in | Phone: 832 731 4206
ગઝલ- ક્ષણમાં !
સંબંધ વર્ષોના બધા ક્ષણમાં વિલાઈ જાય કેવા,
ને પળ મહીં ઋણાનુબંધોથી કદી બંધાય કેવા!
જ્યાં ત્યાં મળે અણજાણ લોકો આ જગતમાં અહીં બધે
પણ તાર દિલોના વળી સંધાય તો સંધાય કેવા!
જીતી જવાની લ્હાયમાં ખોટી ખુમારી દિલે રહે,
પછડાય જ્યાં મોંભર બધા હાર્યા જુગારી જાય કેવા!
અવહેલના જ્યારે કરે ગુમાનમાં આ માનવી,
ઈશ્વર કરે કઠપૂતળી ચાવી વગર, તો થાય કેવા!
આપે જખમ કોઈ, વેર લેવા સાબદા થાયે સહુ,
બાજી લગાવે જાનની વીરો ભલા, વીસરાય કેવા!
મજબુરી છે કે વાત હૈયાની જબાને આવે ના,
કોણે લખી આ જીંદગી, ભીતર દરદ છૂપાય કેવા!
ના આપશો આશા, ‘બધું થાશે બરાબર’ એ ખુદા,
તૂટે મિનારા આશના, જીવતર એના નંદવાય કેવા!
**************************************************************
ગીત
કોઈ ભીંતેથી આયના ઉતારો
કોઈ ભીંતેથી આયના ઉતારો
કે નજરૂંના નૂર ઝાંખા પડે.
કોઈ ટોડલેથી તોરણ ઉતારો
કે શરણાઈના સૂર ધીમા પડે.
કોઈ મેડીથી માણ ઉતારો
કે તાલ મંજીરાના ઓછા પડે.
કોઇ હૈયાના ગુમાન ઉતારો
કે જીવતરના ઝેર ઓછા પડે.
કોઈ ભીંતેથી આયના ઉતારો
કે ઓરતા જુવાનીના ઓછા પડે.
શૈલા મુન્શા.
ગઝલ અને ગીત બંને સરસ છે, કર્તાને અભિનંદન.
આભાર નીતિનભાઈ
આભાર નીતિનભાઈ
સરસ ગીત અને ગઝલ
અભિનંદન
ખૂબ આભાર.
ગીત અને ગઝલ બન્ને સુંદર છે .
ખૂબ આભાર.
જીવન ના અનુભવેલા અનુભવોનો નીચોડ ને શબ્દોને
અલંકારીક રીતે પ્રાસમાં શણગારી ગઝલ અને ગીતને સરસ રીતે
પ્રસ્તુત કર્યા છે.જેઅભિનંદનને પાત્ર છો.!??
ખૂબ આભાર.
ગઝલ તો સરસ જ છે પણ ગીત તો બહુ જ સરસ છે
સુંદર લખવા બદલ ખૂબખૂબ અભિનંદન
ખૂબ આભાર.
ગીત અને ગઝલ બન્ને સુંદર છે.
ખૂબ આભાર ભાવનાબહેન.
saras khub saras
ખૂબ આભાર સુરેશભાઈ.