બંદિશ એક, રૂપ અનેક (૬૨) : "નૈહરવા"

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ

સને 1825માં બનેલું સંત કબીરનુ આ ચિત્ર જયપુરનાં રાષ્ટ્રિય સંગ્રહાલયમાં છે.

            “નૈહરવા”

नैहरवा हम का न भावे…(3)
साई कि नगरी …परम अति सुन्दर,
जहाँ कोई जाए ना आवे

चाँद सुरज जहाँ, पवन न पानी,
कौ संदेस पहुँचावै
दरद यह… साई को सुनावै
आगे चालौ पंथ नहीं सूझे,
पीछे दोष लगावै

केहि बिधि ससुरे जाऊँ मोरी सजनी,
बिरहा जोर जरावे
विषै रस नाच नचावे

बिन सतगुरु आपनों नहिं कोई,
जो यह राह बतावे

कहत कबीर सुनो भाई साधो,
सपने में प्रीतम आवे

तपन यह जिया की बुझावे
नैहरवा…

પ્રસ્તુત પદમાં કબીર સાહેબ પરમાત્માથી વિખૂટા પડેલની વ્યથાને વાચા આપેછે. નૈહરવાનો અર્થ હિન્દીમાં પિયર કે પિતાનું ઘર થાય છે. પરમાત્મા – સાંઈ ની નગરી અતિ સુંદર છે. પણ ત્યાં ગયા પછી કોઈ આવી શકાતું નથી. ત્યાં ચન્દ્ર કે સૂરજ, પવન કે પાણી સંદેશો પહોંચાડી શકતા. એના વિવિધ અર્થ કાઢી શકાય –

એમ કહી શકાય કે સદેહે ત્યાં જવું અશક્ય છે, કારણ કે શરીર પંચ ભૂતોનું બનેલું છે અને પવન, પાણી, પૃથ્વી કે તેજ દ્વારા ત્યાં જઈ શકાતું નથી. અથવા તો જીવ પોતાના પુરુષાર્થથી ત્યાં જઈ શકતો નથી તે માટે ગુરુની જરૂર પડે છે.

વળી જીવની દુનિયા એક પરીણિતા સ્ત્રી જેવી છે. જે ગમતું હોવા છતાં ન તો પિયરમાં રહી શકે કે ન તો પોતાના પતિના ઘરે ઈચ્છાથી જવા માગે છે એટલે કે જીવની ઈચ્છા પરમાત્મા તરફ જવાની હોવા છતાં વિષયોનો રસ એના મન ને ખેંચે છે. ઈશ્વર તરફ જતાં રોકે છે.

અંતે કબીર પરમાત્માની લગનીની તીવ્રતા બતાવતા કહે છે કે સ્વપ્નમાં પણ પરમાત્મા આવે છે. અંતરમાં પરમાત્માદર્શનની આ પ્યાસ કોણ બુઝાવે? આ સ્થિતિમાં તો કેવળ એક સદગુરુ જ એવા છે કે જે પરમાત્મા સુધી જવાનો રસ્તો બતાવી શકે.

           (નિર્ગુણી ભજન ” નૈહરવા” વિષે આ અવલોકન અને સમજ ઇન્ટરનેટ ઉપર બ્લોગ “સ્વર્ગારોહણ” માંથી સાભર)

વિવિધ કલાકારોએ “નૈહરવા”ને અભંગ રૂપે અડાના, બિલાવલ, ભૈરવી જેવા રાગોમાં ગાયું છે.

પ્રથમ સાંભળીયે એક અભંગ, કલાકાર શ્રી કુમાર ગાંધર્વ, રાગ અડાના

“કબીર યાત્રા” રાજસ્થાન માં દરવર્ષે યોજાય છે, www.lokayan.org)સાત દિવસ, 13 જેટલાં ગામોની યાત્રાના આ ઉત્સવમાં કબીર અને અન્ય સૂફી સંતો નાં સંગીતનાં પ્રેમીઓ જોડાય છે. આવા એક ઉત્સવમાં ‘ગાયિકા બિંદુમાલીની અને ગાયક વેદાંત:

ધરમપુર, શ્રીમદ્દ રાજચંદ્ર મિશનનાં ભજનિકોની પ્રસ્તુતિ

“:નૈહરવા” સંગીત રચના શ્રી રઘુનાથ શેઠ, ગાયીકા આશા ભોંસલે

ગુરૂ કુમાર ગાંધર્વની શૈલીમાં ગાતા શ્રી પુષ્કર લેલે

શ્રી આદિત્ય પ્રકાશ લોસ એન્જલિસ સ્થિત કર્ણાટકી સંગીતકાર

મુંબઈની સારેગમ સંગીત સ્પર્ધા વિજેતા પ્રિયંકા સિંહ

“કૈલાસા”- કૈલાસ ખેર

ગિટાર સાથે સૂફી સંગીતના ગાયક નીતિન દાવર

શ્રી શ્રીરવિશંકરના આર્ટ ઓફ લિવિંગ સાથે જોડાયેલા રાજસ્થાની ગાયક શ્રી વિક્રમ હઝરા

આચાર્ય રજનીશ “ઓશો” સાથે જોડાયેલાં શ્રી રશ્મિ અગરવાલ

ભજનિક અને ગઝલ ગાયક શ્રી અનુપ જલોટા

સાઉન્ડ્સ ઑફ ઈન્ડિયાની પ્રસ્તુતિ

નવોદિત ગાયક મનીષ કક્કર

કાશીના ઘાટ્નાં સાન્નિધ્યમાં ગંગા પર ગઝલ અને સૂફી સંગીતની ગાયિકા શ્રી રશ્મિ અગરવાલ

આર્ટ ઓફ લીવીંગનાં પ્રોગ્રામ ડિરેકટર અને ગાયક ઋષી નિથ્યપ્રાગ્ય

રેડિયો મિર્ચીનાં તાન્યા ખન્ના ની સરસ પ્રસ્તુતિ,

એક સંગીત સ્પર્ધા માં શ્રી નમ્રતા સિંહ

સરસ અવાજ અને ગીટાર ની સંગત શ્રી આનન્દવર્ધન

બીના સહગલ સમજણ સાથે “નૈહરવા”ની પ્રસ્તુતિ

મહારાષ્ટ્રનાં યુવા ગાયક શ્રી મહેશ કાળે

સુફિગાયક શ્રી અંકિત બત્રા

દિલ્હી નાં સૂફી સંગીતનાં ગાયક શ્રી સોનમ કાલરા નો નવતર પ્રયોગ, “The Sufi Gospel Project -પશ્ચિમી અને સૂફી સંગીત નું મિશ્રણ

એવોજ એક પ્રયોગ શ્રી સિદ્ધાર્થ આયર અને યોહાન કાઉનહો

અંતમાં નૈહરવા સાથે નૃત્ય: બહુમુખી કલાકાર શ્રીમતી અશ્વિની પ્રતાપ પવાર અને સાથે શ્રી વેદાન્ત ભારદ્વાજ –  “કબીર યાત્રા” ના એક કાર્યક્રમ માં

સાંઈ કી નગરી પરમ અતિ સુંદર
જહાં કોઈ જાએ ના આવે
નૈહરવા હમ કા ન ભાવે ……

સાલ 2020ની આપ સર્વને હૃદય પૂર્વકની શુભેચ્છાઓ


શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

3 comments for “બંદિશ એક, રૂપ અનેક (૬૨) : "નૈહરવા"

  1. Sam Parikh
    January 19, 2020 at 11:11 pm

    Enjoyed very much-all the different singers on Youtube!

  2. January 20, 2020 at 12:51 am

    Nitin Vyas forwarded this. I have not heard it before. Enjoyed.
    Saryu Parikh

  3. January 20, 2020 at 9:31 am

    બધા જ વિડિયો માણ્યાં. આભાર નીતિનભાઈ.
    પ્રવીણ શાસ્ત્રી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *