





નિરંજન મહેતા
હિન્દી ફિલ્મોમાં કશુંક અવનવું કરાતું હોય છે જેમાં એવું પણ દેખાડાય છે કે સ્ત્રી કલાકાર પુરુષવેશમાં અને પુરુષ કલાકાર સ્ત્રીવેશમાં હોય છે અને તેમના ઉપર ગીત પણ રચાયું હોય છે. આવા કેટલાક ગીતોની નોંધ આ લેખમાં લેવાઈ છે.
૧૯૫૭ની ફિલ્મ ‘નયાદૌર’માં આવું એક ગીત છે.
रेशमी सलवार कुर्ता जाली का
रूप सहा नहीँ जाए नखरे वाली का,
આ ગીત કુમકુમ અને મીનુ મુમતાઝ પર રચાયું છે જેમાં મીનું મુમતાઝે પુરુષવેશ ધારણ કર્યો છે. ગીતના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત ઓ.પી. નય્યરનું. સ્વર છે શમશાદ બેગમ અને આશા ભોસલેના
૧૯૬૨ની ફિલ્મ ‘હાફટિકિટ’ના ગીતમાં એક અન્ય ખુબી પણ છે. ગીત પ્રાણ અને કિશોરકુમાર પર રચાયું છે જેમાં કિશોરકુમારે સ્ત્રીવેશ ધારણ કર્યો છે અને ગીતમાં તેના તેમ જ પ્રાણ વડે ગવાતા શબ્દો માટે પણ કિશોરકુમારનો સ્વર છે. એટલે કે સ્ત્રી અને પુરુષ બંને સ્વર કિશોરકુમારના છે. આ એક અનન્ય વાત છે આજે પણ યાદ કરાય છે. શબ્દો શૈલેન્દ્રના અને સંગીત સલીલ ચૌધરીનું.
आके सीधी लगी दिल पे जैसे कटारिया ओ सांवरिया ओए
૧૯૬૩ની ફિલ્મ ‘બ્લફમાસ્ટર’નું ગીત છે
ओय चली चली कैसी हवा ये चली
के भंवरे पे मरने लगी है कली
આ એક કવ્વાલી છે જેમાં સ્ત્રીવેશમાં છે શમ્મીકપૂર અને સામે છે સાયરાબાનુ. કવ્વાલીના રચયિતા છે રાજીન્દર કૃષ્ણ અને સંગીત કલ્યાણજી આણંદજીનું. ગાયક કલાકારો છે ઉષા મંગેશકર અને શમશાદ બેગમ. .
૧૯૬૩ની જ અન્ય ફિલ્મ ‘મુઝે જીનો દો’માં એક નૃત્યગીત છે જે મધુમતી અને કુક્કુ પર છે જેમાં કુક્કુ પુરુષવેશમાં ભાગ ભજવે છે. ગીતના મધ્યમાં રાજેન્દ્રનાથ પણ સ્ત્રીવેશમાં દેખાય છે.
मोको पीहर में मत छेड़ रे बालम
धर ले धीर जिगरिया में
આ નૃત્યગીતનાં રચયિતા છે સાહિર લુધિયાનવી અને સંગીત છે જયદેવનું. સ્વર છે આશા ભોસલેનો.
૧૯૬૪મા આવેલી ફિલ્મ ‘કશ્મીર કી કલી’નું ગીત પણ શમ્મીકપૂર પર રચાયું છે જેમાં શર્મિલા ટાગોરનો પીછો કરતાં કરતાં તે સ્ત્રીવેશ ધારણ કરીને આ ગીત ગાય છે
सुभानल्लाह हाय हसीं चहेरा हाय
सुभानल्लाह हसीं चहेरा ये मस्ताना अदायें
ગાનાર કલાકાર રફીસાહેબ. એસ.એચ. બિહારીના શબ્દોને સંગીત આપ્યું છે ઓ.પી નય્યરે.
૧૯૬૫ની ફિલ્મ ‘જોહર મેહમુદ ઇન ગોવા’માં ગીત છે
जीतनी दिल की बात छुपाई
उतनी ही वोसामने आई
આ નૃત્યગીતમાં આઈ.એસ.જોહર પુરુશવેશ ધારણ કરે છે જેને સાથ આપ્યો છે સોનિયા સહાનીએ. ગીતના શબ્દો છે અખ્તર રોમાનીના અને સંગીત છે કલ્યાણજી આણંદજીનુ. સ્વર છે શમશાદ બેગમ અને કમલ બારોટના.
૧૯૭૫ની ફિલ્મ ‘રફૂચક્કર’નું આ ગીત બહુ પ્રચલિત છે જેમાં અનેક કલાકારો છે. ટ્રેનમાં ગવાતા આ ગીતમાં રિશીકપૂર અને પૈન્ટલ સ્ત્રીવેશમાં છે, સાથમાં નીતુકપૂર પણ છે, જેમને સ્વર આપ્યો છે મહેશકુમાર, ઉષા મંગેશકર અને આશા ભોસલેએ. શબ્દો છે ગુલશન બાવરાના અને સંગીત છે કલ્યાણજી આણંદજીનુ.
चुक चुक चुक चक चक
बोम्बे से बरोडा तक तुम कहो जब तक
गाते रहे बजाते रहे
૧૯૭૬ની ફિલ્મ ‘કાલીચરન’માં ગીત છે
ओ हो जा रे जा
जा रे जा ओ हरजाई देखि तेरी दिलदारी
दिल देकर मै कर बैठी दिल के दुश्मन से यारी
આ ગીતમાં રીના રોય સાથેની સ્ત્રી સહકલાકારે પુરુશવેશ ધારણ કર્યો છે. શબ્દો છે ઇન્દ્રજીત તુલસીના અને સંગીત છે કલ્યાણજી આણંદજીનુ.
ધ્યાનમાં આવ્યા એટલા ગીતોનો આ લેખમાં સમાવેશ છે તેમ છતાં કોઈ ગીત આતે સરતચૂક થઇ હશે તો ક્ષમસ્વ.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com