





ઉત્પલ વૈષ્ણવ
વિશ્વ કક્ષાની ઉત્કૃષ્ટતા પામવા માટે અથાગ શિસ્ત અને અર્જુનની લક્ષ્ય-વેધ દૃષ્ટિ જોઈએ. એ માટે ગમે તેટલી મુશ્કેલીઓ નડે તો પણ જે ખરું છે તે જ કરવું રહે. તે માટે જોઈએ લગનનો એવો તણખો જે અગનજ્વાળા પેટાવી શકે.
તો પછી મોટાં સ્વપ્ન શૂં કામ સેવવા ?
મૂળ મુદ્દો : નાનાં સ્વપ્ન સેવીને તમે તમારી જાતને જીવનભરની કુસેવા કરો છો. તેનાથી તમારો આત્મવિશ્વાસ ઘટશે અને તમને નાનપ અનુભવાશે.
તમારાં પોતાનાં એવરેસ્ટને ખોળીને તે સર કરવાથી તમને ખુદને અંદરની ઊંડી ધન્યતા અનુભવાશે.
મોટૉ દાવ રમવાથી તમારી જીંદગી અફસોસવિહિન બને છે, અને તમને ધરતી પર સ્વર્ગાનુભૂતિ થાય છે.
દાવ માંડો તો મોટૉ જ માંડો..
શ્રી ઉત્પલ વૈશ્નવનાં સંપર્ક વીજાણુ સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: hello@utpal.me | Twitter: @UtpalVaishnav | Facebook | Skype: skype@utpal.me