ફિલ્મીગીતોમાં અંગ્રેજી શબ્દો (૨)

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

આગળના લેખમાં (૨૩.૧૧.૨૦૧૯) આપણે આ વિષયના થોડા ગીતોની મજા માણી હતી. આ લેખમાં હજી વધુ ગીતોનો રસાસ્વાદ લઈએ.

૧૯૮૩મા આવેલી ફિલ્મ ‘હીરો’માં અંગ્રેજી શબ્દોવાળું જે ગીત છે તે છે

डिंग दोंग ओ बेबी सिंग सोंग
डिंग दोंग ओ बेबी सिंग सोंग

જેકી શ્રોફ અને મિનાક્ષી શેષાદ્રી પર રચાયેલ આ ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે અનુરાધા પૌડવાલ અને મનહર ઉધાસના.

૧૯૮૮ની ફિલ્મ ‘વક્ત કી આવાઝ’નાં ગીતના શબ્દો છે

आई वोंट टू हिट समबडी
मुझे तोड़ दो मुझे फोड़ दो

મિથુન ચક્રવર્તી અને નીલમ આ ગીતના કલાકારો છે જેને સ્વર આપ્યો છે કિશોરકુમાર અને આશા ભોસલેએ. શબ્દો છે ઇન્દીવરના અને સંગીત બપ્પી લાહીરીનું.

૧૯૮૯ની ફિલ્મ ‘રામ લખન’નું ગીત છે

ऐ जी ओ जी लो जी सुनो जी
करता हूँ मै जो वो तुम भी करो जी
वन टू का फॉर फॉर टू का वन
माय नेम इस लखन

ગીતના કલાકાર છે અનીલ કપૂર જેને સ્વર મળ્યો છે મોહમ્મદ અઝીઝનો. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

૧૯૯૧ની ફિલ્મ ‘સૌદાગર’માં ગીત છે જેમાં શરૂઆતમા કહે છે

ये इलू इलू क्या है
આગળ ઉપર તે સવાલનો જવાબ મળે છે કે
इलू का मतलब आई लव यू

ગીતના કલાકારો છે વિવેક મુશરન અને મનીષા કોઈરાલા જેને સ્વર આપ્યો છે સુખવિંદર સિંહ અને કવિતા કૃષ્ણમૂર્તિએ. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

૧૯૯૨ની ફિલ્મ ‘નસીબવાલા’નું ગીત છે જે પૂરેપૂરું અંગ્રેજીમાં છે.

डू यू लव मी
डू यू लव मी
कम ओं डू यू लव मी

ઓડીઓ હોવાને કારણે કલાકાર કોણ છે તે જણાતું નથી પણ ગીતના શબ્દો અને સ્વર છે હેમા દેસાઈના. સંગીત છે બપ્પી લાહીરીનું.

૧૯૯૨ની જ અન્ય ફિલ્મ ‘સાતવા આસમાન’માં ગીત છે

व्हेर इस ध टाइम टू हेट व्हेन धेर इस ध लिटल टाइम टू लव

આ ગીતનો પણ ઓડીઓ જ છે પણ ફિલ્મના મુખ્ય કલાકાર છે વિવેક મુશરન અને પૂજા ભટ્ટ. ગીતના શબ્દો છે સુરજ સનીમના અને સંગીત છે રામ લક્ષ્મણનું. સ્વર છે ઉદિત નારાયણ અને પ્રીતિ ઉત્તમના.

૧૯૯૯ની ફિલ્મ ‘હસીના માન જાયેગી’નું આ પ્રચલિત ગીત અંગ્રેજી શબ્દોથી ચાલુ થાય છે અને ગીતની વચ્ચે વચ્ચે પણ અંગ્રેજી શબ્દો મુકાયા છે

वोट इज मोबाइल नंबर वोट इज योर स्माइल नंबर

કરિશ્મા કપૂર અને ગોવિન્દા પર રચાયેલ ગીતના શબ્દો છે સમીરના અને સંગીત અનુ મલિકનું. સ્વર આપ્યો છે અલકા યાજ્ઞિક અને સોનું નિગમે.

૨૦૦૬ની ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’નું આ ગીત જોઈએ જેમાં મુખડાના શબ્દો છે

प्यारे प्यारे लम्हे, प्यारी प्यारी बाते
सपनों के दिन है सपनो की राते

ત્યાર પછીના શબ્દો છે

व्हेअरस द पार्टी टुनाईट समवेर डाउन द रोड
व्हेअरस द पार्टी टुनाईट ओं ड डांस फ्लोर

શબ્દો છે જાવેદ અખ્તરના અને સંગીત શંકર અહેસાન લોયનું. અભિષેક બચ્ચન અને પ્રીતિ ઝીન્ટા પર રચાયેલ ગીતના ગાનાર કલાકારો છે શંકર મહાદેવન અને વસુંધરા.

૨૦૦૬ની ફિલ્મ ‘ધૂમ ૨’માં એક કરતાં વધુ ગીતોમાં અંગ્રેજી શબ્દો વપરાયા છે. તેનું શીર્ષક ગીત છે

धूम अगेन एंड रन एव विध मी ओन ध रोलरकोस्टर राइड

રિતિક રોશન પર રચાયેલ ગીતના ગાયક છે વિશાલ દદલાની અને ડોમિનિક સેરેજો અને તેના શબ્દો છે આસિફ અલી બેગના. સંગીત પ્રીતમ ચક્રવર્તીનું.

આજ ફિલ્મનું બીજું ગીત છે

माय नेम इज अली

આ ગીત ઉદય ચોપરા પર છે જે તે બિપાશા બાસુ માટે ગાય છે. ગીતના શબ્દો છે સમીરના અને સંગીત પ્રીતમનું સ્વર છે સોનું નિગમનો.

અન્ય એક ગીત છે જે અભિષેક બચ્ચન અને બિપાશા બાસુ પર રચાયું છે. તેના શરૂઆતના શબ્દો પછી જે શબ્દો આવે છે તે છે

टच मी डोन्ट टच मी, डोन्ट टच मी सोनियो
टच मी डोन्ट टच मी, डोन्ट टच मी सोनियो
ગીતના શબ્દો છે સમીરના અને સંગીત પ્રીતમનું, સ્વર છે અલીશા ચિનાઈ અને કે. કે.ના

૨૦૦૮ની ફિલ્મ ‘રેસ’નું આ ગીત કટરીના કૈફ પર રચાયું છે.

ज़रा ज़रा टच मी टच मी
ज़रा ज़रा किस मी किस मी

ગીતના શબ્દો સમીરનાં અને સંગીત પ્રીતમનું. ગાયક કલાકાર મોનાલી.

આ ગીતનું રીમિક્ષ પણ અપાયું છે. જેની વિગતો ઉપરના ગીત મુજબ.

અંગ્રેજીનાં પ્રચલિત શબ્દો છે I AM SORRY. આ શબ્દવાળા ગીતોનો આ લેખમાં ઉલ્લેખ નથી કર્યો કારણ તે શબ્દો પર એટલા ગીતો છે કે તેને માટે એક પૂરો લેખ જરૂરી છે.

આવતા મહિને આ શબ્દો પરના ગીતો જણાવીશ.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta :
nirumehta2105@gmail.com


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *