





દેવિકા ધ્રુવ

નાતાલનો આ તાલમાં, જુઓ નજારો છે અહીં,
આનંદ ને ખુશાલીનો, કેવો ઝગારો છે અહીં !
અવસર અહીં મસ્તીભરી, માણો સહુ સાથે મળી,
રંગો અને આ રોશની ઝરતો ફુવારો છે અહીં.
જુઓ તમે જો ધ્યાનથી, સંદેશ છે ઈશુ તણો,
કે “સંપ હો ત્યાં જંપ”નો, મોંઘો ઇશારો છે અહીં.
ખુશી ખુશી ગાઓ તમે, આબાદ ને આઝાદ રહો,
શાંતિ જગાવી લો પછી, ન કો’ કિનારો છે અહીં.
વાંછુ સદા ખોબો ભરી, નવવર્ષના મુબારકો,
सर्वे भवन्तु सुखिनः દિલના પુકારો છે અહીં.
સંપર્કસૂત્રો :-
દેવિકા રાહુલ ધ્રુવ
બ્લૉગ https://devikadhruva.wordpress.com/
email: ddhruva1948@yahoo.com
Phone ++281 415 5169