બંદિશ એક, રૂપ અનેક (૬૧) : “We Shall Over Come”; ‘’हम होंगे कामयाब’’ [૨]

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ

‘બંદિશ એક, રૂપ અનેક’ ના મણકા ક્રમાંક ૬૦ માં આપણે જોયું કે સાલ ૧૯૦૬ માં ડૉ. ટિન્ડલી નું ગીત લ્યુસી શોપશાયર નાં કંઠે પીટ સીગારે સાંભળ્યું, આમ “We will overcome someday if Jesus wishes” માંથી સાલ ૧૯૪૦ની આજુબાજુ માં “I’ll overcome someday”થયું.

તેનું નવુ રૂપાંતર સાલ ૧૯૫૭ના સમયમાં “We shall overcome, someday” સ્વરૂપે થયું, જેને માર્ટિન લ્યુથર કીંગે સમાન નાગરિક અધિકારની લડત દરમ્યાન બનાવેલું. આ સ્વરૂપ પીડિતો માટેનાં “રાષ્ટ્ર ગીત” તરીકે વિશ્વ વિખ્યાત થયું।. ગીત્ને વ્યપકપણે પ્રસારવામાં મોટો ફાળો અમેરિકાનાં લોકપ્રિય સંગીતકાર અને ગાયક પીટ સીગારનો ગણાય, જેમણે આ ગીતનાં શબ્દાંકન અને બંદિશને મઠારીને દરેક દેશ-વિદેશનાં લોકગીતોના મેળાવડામાં ગાયું. લગભગ ૬૦ ભાષાઓમાં લોકગીત રૂપે ભાષાંતર થયું.

ગીતનાં કોપી રાઈટ માટે અદાલતનાં દ્વાર ખટખટવામાં આવ્યા. આ સારી ઘટનાને મધ્યમાં રાખી પુસ્તકો, દસ્તાવેજી ચિત્રો, અને છાપાંઓમાં લેખો લખાય,  પીટ સીગાર આ ગીતની આવકમાંથી માલેતુજાર બની ગયા અને લ્યુસી શોપમાયર ગુમનામીમાં પ્રભુશરણે જતી રહી વગેરે વગેરે વાતો વહેતી થઇ.

અહીં પીટ સીગરની બંદિશ નું એક નવકરણ, વિખ્યાત બૅન્ડ  “પીન્ક ફ્લોયડ” નાં રોજર વોટર્સનાં અંદાજમાં

We Shall Overcome Foundation, Cincinnati શહેરમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રથમ “we shall overcome” અને ત્યાર બાદ મહેમાન તરીકે આવેલા એક ભારતીય ગાયક વૃંદ દ્વારા “હમ હોંગે કામયાબ” ની રજૂઆત

આ ગીતનો વિશ્વની લગભગ 60 ભાષામાં ભાવાનુવાદ થયા , સાંભળો ઈટાલિયન, જર્મન, ફ્રેન્ચ અને રશિયન ભાષામાં

ઇંગ્લિશ, અરેબિક અને હિબ્રૂ ભાષામાં

ચાઈનીઝ ભાષામાં

આ ગીત નો ભાવાનુવાદ બંગાળી ભાષામાં થયો, “અમાર કર્બો જોય” શ્રી હેમાંગ ગુપ્તા અને શ્રી ભૂપેન હઝારીકા સંગીત બદ્ધ કર્યું, ૧૯૭૧ના બાંગ્લાદેશના સ્વતંત્રતા સંગ્રામ સમયે ખુબજ પ્રખ્યાત થયેલું।

બંગાળી માં બીજું ગીત રચાયું ‘એક દિન સુરજ્યેર ભોર’. મલયાલી અને મરાઠીમાં પણ ભવાનુવાદો થયા

આ ગીતો ની ધુન ભૈરવી, બિલાવલ, યમન વગેરેમાં સાંભળવા મળેછે।

હમ હોંગે કામયાબ શ્રી ગિરિજાકુમાર માથુર (૧૯૧૯ – ૧૯૯૪)

“હમ હોંગે કામયાબ એક દિન” હિન્દીના પ્રતિભાશાળી કવિ શ્રી ગિરિજાકુમાર માથુરની રચના આ જ ગીત પર આધારિત છે. હિન્દીભાષાના પ્રચારમાટે તેઓ હંમેશા કાર્યરત રહ્યા, ઓલ ઇન્ડિયા રેડીઓ પરથી પ્રસારિત  “વિવિધ ભારતી” શરુ કરવામાં તેમનો ફાળો મહત્વનો રહ્યો છે.

                 होंगे कामयाब, होंगे कामयाब

हम होंगे कामयाब एक दिन
हो-हो मन में है विश्वास, पूरा है विश्वास
हम होंगे कामयाब एक दिन
होंगी शांति चारो ओर

होंगी शांति चारो ओर
होंगी शांति चारो ओर एक दिन
हो-हो मन में है विश्वास, पूरा है विश्वास
होंगी शांति चारो ओर एक दिन

हम चलेंगे साथ-साथ
डाल हाथों में हाथ
हम चलेंगे साथ-साथ एक दिन
हो-हो मन में है विश्वास, पूरा है विश्वास
हम चलेंगे साथ-साथ एक दिन


नहीं डर किसी का आज
नहीं भय किसी का आज
नहीं डर किसी का आज के दिन
हो-हो मन में है विश्वास, पूरा है विश्वास
नहीं डर किसी का आज के दिन

“हम होंगे कामयाब एक दिन” સાથે બીજું નામ સલિલ ચૌધરીનું જોડાયેલું છે.. તે એક આલ્લા દરજ્જાનાં સંગીતકાર. હતા અને AIR સાથે જોડાયેલ હતા.. તેમણે આકાશવાણી વાદ્યવ્રુન્દની મદદથી આ ગીતને અનુરૂપ બંદિશ બનાવી, જેનું આકાશવાણીનાં ઘણાં રેડીઓ સ્ટેશનથી પ્રસારણ કરવામાં આવેલું. અત્યારે એ બંદિશની ક્લિપ કે ઓડીઓ ઉપલબ્ધ નથી. સાલ હતી ૧૯૭૦.

આ વિશે AIR ના સંગીતકાર શ્રી સુમિત બૉઝને સાંભળો:

દૂરદર્શનના પ્રસારણના વિસ્તાર સાથે TV માટે જરૂરી વિડિઓ બનવાનું શરુ થયું, પ્રેમ,સદાચાર અને દેશભક્તિ ગીતો પર આધારિત વિડિઓ બનવા લાગ્યા। જે દૂરદર્શનની ચેનલો ઉપર બે કાર્યક્રમો વચ્ચે ટેલિકાસ્ટ કરવામાં આવતી.

૨૬ જાન્યુઆરી નિમિત્તે દૂરદર્શનનું પ્રસારણ:

૬૮મા સ્વતંત્ર દિને બાળકો દ્રારા એક સરસ પ્રસ્તુતિ

સ્વચ્છ ભારત અભિયાન

નીતિ મોહન, પોપોન, આરકો અને અનુપ્રિય ગોએન્કા

વિખ્યાત સરોદ વાદક શ્રી અમજદ અલી ખાં

સુનિધિ ચૌહાણ અને સાથીદારો

સંતોષ મલેકર અને તેમની ટીમ

સોનલ રાવળ

કુણાલ, અવંતી અને કેશવ ની ટિમ દ્વારા ફયુઝન

‘હમ હોંગે કામયાબ’ શ્રેણી માટેની પ્રમોશનલ ધુન

રૉક બેન્ડ :ગુરુ:

ફિલ્મ “જાને ભી દો યારો”

ફિલ્મ “માય નેમ ઇઝ ખાન”

;

અંતમાં સાંભળીયે પીટર સીગરને જેણે આ ગીતને પુનર્જન્મ આપ્યો, દેશ દેશાવર ફરી ગાયું, અહીં બર્લિનની દિવાલના સાનિધ્ય થયેલા કૉન્સર્ટ માં :

આડ વાત :
સાંભળો ગાંધીજીનું પ્રિય ભજન “રઘુપતિ રાઘવ રાજા રામ” કેટલી સરસ રીતે ગાયું છે.

ગીત “રઘુપતિ રાઘવ રાજા રામ” ગાયક

૨૦૨૦ ટોક્યો ઓલમ્પિકની પૂર્વતિયારી રૂપે તૈયાર કરાયેલ એક સંદેશ ગાન

(Tokyo 2020 Olympic Games: India Cheer Song)

हम होंगे कामयाब एक दिन ही क्यों ?…. हर दीन………


શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

13 comments for “બંદિશ એક, રૂપ અનેક (૬૧) : “We Shall Over Come”; ‘’हम होंगे कामयाब’’ [૨]

 1. HASMUKHRAI RAMNIKLAL PATEL
  December 21, 2019 at 9:04 am

  Nitinbhai Om Shanti
  No words can explain how thanks very BHAVVAHI rachana

 2. શૈલા મુન્શા
  December 21, 2019 at 11:16 pm

  “We will overcome someday if Jesus wishes” 1906 and then 1940 ” I’ll overcome someday”
  આ શબ્દોને “હમ હોંગે કામિયાબ” સુધીની યાત્રા, જુદા જુદા દેશમાં જુદા ભાવ સાથે ગવાયું, અને નીતિનભાઈએ ખૂબ જહેમત કરી આપણા સુધી પહોંચાડ્યું.
  એમની મહેનતને સલામ.

 3. prafull pipalia
  December 21, 2019 at 11:44 pm

  Nitinbhai, Hats off to you for putting this song on my e mail and i enjoyed immensely hearing this song translated in so many languages.no words can explain how much labour and efforts you have put in to compile the song in so many languages. Hats Off to to your effort.

 4. Arvind Thekdi
  December 22, 2019 at 1:40 am

  Wonderful collection of words and music for one of the most famous and inspiring song.
  Thanks for sharing this with everyone.

 5. Bhavana Desai
  December 22, 2019 at 4:41 am

  વાહ. બહુ સરસ. આટલું સરસ અને ઉંડાણપૂર્વક કામ કરવા બદલ અનેક અભિનંદન.

 6. Anil Desai
  December 22, 2019 at 4:49 pm

  Nitinbhai,. Excellent collection Once more
  but We love to HAVMOR . ANIL DESAI.

 7. December 23, 2019 at 3:26 pm

  superb!! Very touching!!!

 8. vimala Gohil
  December 25, 2019 at 2:12 am

  એક નાની એવી પંક્તિના વૈશ્વિક રૂપનું દ્રશ્ય-શ્રાવ્ય સ્વરૂપ દર્શન કરાવવા બદલ નિતીનભાઈનો
  આભાર માનવાના શબ્દો નથી મળતાં!!!! તો આપની જહેમતને નમન તો થઈ જ જાય…..
  શાળાઓમાં જુસ્સાથી ગવાતા ગીતનું ભાષા વૈવિધ્ય અને સાંપ્રત બનાવો સાથેના સંકલનની ક્લિપો….અદભૂત..

 9. Neetin Vyas
  January 1, 2020 at 2:59 am

  આપ સહુ નાં સંદેશા અને આવકાર મને ખુબ ગમેછે, આને લીધે વધુ પાનો ચડે, આ પાંચ વર્ષથી ચાલતી શ્રેણી આપ બધા તરફથી અવારનવાર મળતા  પ્રોત્સાહન ને લીધે જ છે.

 10. Vijay Shah
  January 3, 2020 at 6:16 am

  વાહ,. બહુ સરસ.. આટલું સરસ અને ઉંડાણપૂર્વક કામ કરવા બદલ કોટી કોટી અભિનંદન.

 11. MANSUKH HARILAL VAGHELA
  January 3, 2020 at 12:24 pm

  Vah, Nitinbhai. Wonderful. It was truly a wonderful experience to listen to the original song, its translation in various languages and ultimately hum hoge kamyab.

 12. Navin BANKER
  January 12, 2020 at 6:01 am

  Wonderful ! Congratulations, Nitinbhai, You are genius…
  Navin Banker

 13. Neetin Vyas
  January 12, 2020 at 6:33 am

  સર્વ શ્રી વિજયભાઈ, મનસુખભાઇ અને નવીનભાઈ 
  તમારા તરફથી સતત મળતા પ્રેમ નો હું આદર કરુંછું।  આ શ્રેણી ને રસપ્રદ બનાવવા કોઈ સૂચનો અવશ્ય મોકલાવ વિનંતી। 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *