ગઝલાવલોકન– ૨૦, કોણ માનશે?

Facebooktwitterredditpinterestlinkedinmail

સુરેશ જાની

ગઝલમાં સમજ પડે કે ન પડે અથવા એમાં લેખક જે કહે , તે આપણે માનવા તૈયાર ન પણ હોઈએ. એ તો કવિકર્મ કહેવાય. એમાં સામાન્ય માણસને ગમ ન પણ પડે!

પણ અહીં વાત એની નથી કરવાની. ‘કોણ માનશે?’ એ રદીફ (*) વાપરીને આપણા શાયરોએ ઘણી ગઝલો લખી છે. અહીં એમાંથી થોડાક શેર સંઘર્યા છે.

૧) મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?
મારો ય એક જમાનો હતો. કોણ માનશે?

                                  – ‘રૂસ્વા’ મઝલૂમી

૨) દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે?

ધીરજ રતનની ખાણ હતી. કોણ માનશે?

                                  – ‘શૂન્ય’ પાલનપુરી

૩) જે વાત પર બધાએ શિખામણ દીધી ‘મરીઝ’,
સંમત હતો હું એમાં ભલા, કોણ માનશે…

                                   – ‘મરીઝ’

૪) તારા નગરની જાણ હતી કોણ માંનશે?
લજ્જાની વચ્ચે આણ હતી કોણ માંનશે?

                                   – મુહમ્મદઅલી ”વફા”.

૫) કંટકની સાથે પ્યાર હતો કોણ માનશે?
એમાંયે કાંઈ સાર હતો કોણ માનશે?

                                    – રતિલાલ “અનિલ”

૬) ફક્ત ડોઝ તો દવાનો હતો કોણ માનશે?
ચમત્કાર બસ દુવાનો હતો કોણ માનશે?

                                     – જિદ્દી લુવારવી

૭) દુઃખ એય સુખ સમાન હતું કોણ માનશે ?
મૃગજળમાં જળનું સ્થાન હતું કોણ માનશે ?

                                   – વજ્ર માતરી

૮) રહેવા ન કોઈ સ્થાન હતું, કોણ માનશે?

તો પણ અમારું સ્થાન હતું, કોણ માનશે?

                                   – જલન માતરી

૯) એને ગઝલથી પ્યાર હતો કોણ માનશે?

સસરોય સમજદાર હતો કોણ માનશે?

                                  – રવીન્દ્ર પારેખ

૧૦) મારું  ય  માનપાન   હતું,  કોણ  માનશે ?
એથી ય વધુ  ગુમાન  હતું, કોણ  માનશે ?

                                  – અશોક વાવડીયા,( રોચક )

૧૧) પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડ માંથી શું ગયું કોને ખબર ?

                                   – રમેશ પારેખ

                                     (*) રદીફ અને કાફિયા વિશે સમજ અહીં મળશે.


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

1 comment for “ગઝલાવલોકન– ૨૦, કોણ માનશે?

  1. December 23, 2019 at 7:23 pm

    સોરી! છેલ્લા શેરમાં રદ્દિફ જુદો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *